મેનેજમેન્ટ ફંડા / શિક્ષણ ઉદ્યોગ 2020થી સ્માર્ટ વિચારો સાથે કામ કરશે

The education industry will be dealing with smart ideas from 2020

Divyabhaskar.com

Jan 20, 2020, 07:20 AM IST
'મમ્મી મારી 'જાન્યુઆરી'ની નોટ ક્યાં છે? મેં કેટલી વખત કહ્યું કે, મારી 'નવેમ્બર' અને 'ડિસેમ્બર'ની નોટો મારી અત્યારની નોટબૂકમાં ન ભેળવી દો. મારે જે જોઈએ છે તે નથી મળી રહ્યું.' કલ્પના કરો કે સવાર-સવારમાં સ્કૂલે જતા સમયે તમારું સંતન ઘરે કંઈક આ પ્રકારની વાતો કરે. શું તમે વિચારી શકો છો કે પુસ્તકોના નામ કેલેન્ડરના મહિના પર કેવી રીતે હોઈ શકે છે? હું આ ત્યારથી આ કોલમમાં પૂર્વાનુમાન લગાવતો રહ્યો છું, જેનાથી સ્કૂલ તંત્ર અને સંબંધિત રાજ્ય સરકારોની વચ્ચે બાળકોની સ્કૂલ બેગનું વજન ઘટાડવા અંગે ઝઘડો ચાલી રહ્યો છે. હું હંમેશાં કહેતો રહ્યો છું કે, એક દિવસ એવો સમય આવશે જ્યારે પુસ્તકોને ઈતિહાસ, ભૂગોળ, ફિઝિક્સ કે કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં નહીં આવે, પરંતુ તેને 'જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બર' કહેવામાં આવશે. ઉપર આપેલા વિષય આ પુસ્તકોનો ભાગ હશે. શૈક્ષણિક ઉદ્યોગ સાથે જોડાયેલા મારા વાચકોએ મને કહ્યું હતું કે, આ વિચાર હજુ 'કાલ્પનિક બાબત' છે.
હવે આ સ્વપ્ન વાસ્તવિક્તામાં બદલાઈ રહ્યું છે. મુંબઈની પાસે ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશ (ટીએમસી)ની સ્કૂલોમાં જુન, 2020થી શરૂ થઈ રહેલા શૈક્ષણિક સત્રમાં 27 હજાર બાળકોની સ્કૂલ બેગનું વજન ઘટવાનું છે. ટીએમસી ધોરણ-1થી 8 સુધી માટે વ્યાપક પાઠ્યપુસ્તકો લાવી રહ્યું છે, જેમાં દરેક વિષયના કેટલાક ભાગ હશે અને તેમને દર મહિને ભણાવાશે. એટલે કે બાળકોએ હવે પોતાની સ્કૂલબેગમાં માત્ર એક જ પુસ્તક લઈને જવાનું રહેશે. દરેક પુસ્તકમાં એક મહિના માટે બધા જ વિષય હશે, આથી આ પુસ્તકોને ખાસ નામ આપવામાં આવશે. આ જ કારણ હતું કે, મેં આ પુસ્તકોને મહિનાના કાલ્પનિક નામ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જે સરળતાથી સ્કૂલ અને બાળકોની ટેવમાં સામેલ થઈ શકે.
હવે આ પ્રસ્તાવે વાસ્તવિક સ્વરૂપ લીધું છે. જોકે, પુસ્તકોના નામકરણ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે. આજે (20 જાન્યુઆરી)ના રોજ આ પ્રસ્તાવ પર ટીએમસીની સ્થાયી સમિતિ ચર્ચા કરશે. માસિક પાઠ્યપુસ્તકોમાં દરેક વિષયના 3-3 પાઠ હશે, જેટલે સામાન્ય રીતે શિક્ષકો એક મહિનામાં ભણાવે છે. વર્તમાનમાં કોઈ પણ સરકારી સ્કૂલોમાં જુદા-જુદા માધ્યમોમાં 8 અધ્યાય હોય છે. આ રીતે દર મહિનાના પુસ્તકમાં 21 અધ્યાય હશે.
આશા છે કે, આ પ્રસ્તાવ બેઠકમાં કોઈ પણ વાંધા કે વિરોધ વગર પાસ થઈ જશે. ટીએમસીની કુલ 150 સ્કૂલ છે, જેમાં લગભગ 37 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. જેમાંથી 27 હજાર બાળકો ધોરણ-1થી 8માં ભણે છે. આ પરિવર્તનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પુસ્તકો માર્ચમાં આવશે અને મે મહિના સુધી ઠાણેની સ્કૂલોમાં તેમને વહેંચી દેવાશે.
ટીએમસીને મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડની પુણેમાં આવેલી શિક્ષણ પરિષદ પાસેથી માર્ચ સુધીમાં આ પુસ્તકો મળી જશે, જે દર વર્ષે મળતી રહેશે. ત્યાર પછી જુદા-જુદા વિષયોનાં આ પુસ્તકોને ઠાણે નગરપાલિકા દ્વારા નક્કી કરેલા બૂકબાઈન્ડર્સને આપવામાં આવશે. આ બાઈન્ડર્સ સંબંધિત પાઠોને છુટા પાડીને એક મહિનામાં ટીએમસી દ્વારા પ્રસ્તાવિત નવા પુસ્તકોમાં બાઈન્ડ કરીને આપશે.
માસિક અભ્યાસક્રમ ધરાવતા પુસ્તકના આઇડિયા પર મને સૌથી પહેલા જયપુરની ડોલ્ફિન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ડોલ્ફિન્સ હાઈસ્કૂલના માલિક જગદીશ અને તેમનાં પત્ની દીપિકા મંગલાનીએ ચર્ચા કરી હતી. તેમણે આવા માસિક પુસ્તકોની શરૂઆત 2012માં જ કરી દીધી હતી.
બે વર્ષ પહેલા તેમણે પોતાની સ્કૂલનાં બધા જ બાળકો માટે ફરજિયાત રીતે 'ફેમિલી ટોક ટાઈમ'ની શરૂઆત કરી હતી, જ્યાં વાલીઓ બાળકોની સાથે સામ-સામે બેસીને વાતો કરે છે અને એ સમયે કોઈ સગા-સંબંધી, મિત્ર કે ગેઝેટ હોતું નથી. પુસ્તકની ક્રાંતિ પછી હવે 'ફેમિલી ટોક ટાઈમ' જેવી પેરેન્ટિંગની ક્રાંતિની પણ આજે વધુ જરૂર છે. ફંડા એ છે કે, શિક્ષણ ઉદ્યોગે 2020થી 'સ્માર્ટ વિચાર સાથે કામ' કરવું પડશે. વર્તમાન સમયની આ જ સૌથી મોટી માગ છે.
X
The education industry will be dealing with smart ideas from 2020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી