મેનેજમેન્ટ ફંડા / સપના અને હકીકત વચ્ચેના અંતરને જ ‘કર્મ’ કહેવામાં આવે છે

The distance between dreams and reality is called Karma

Divyabhaskar.com

Feb 14, 2020, 07:50 AM IST
લોકો કહે છે કે જો તમે ‘કર્મ’ કરશો તો કિસ્મત તમારા માટે બારણાં ખોલતી જશે. આ એવા જ બે ઉદાહરણ છે.
પહેલી કહાણી: આ સપ્તાહ મને કોઈએ લલિતાની તસવીર મોલી જેને વિશ્વેશ્વરય્યા ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ શાખામાં ટોપ કરવા પર ગોલ્ડ મેડલ જીત્યો હતો. તસવીર મોકલનારે સાથે મેસેજ લખ્યો હતો, ‘તમને લલિતાની કહાણી પસંદ આવશે, ખાસ કરીને એટલે કારણ કે આવા લોકો જેમના અશિક્ષિત માતા-પિતા આજીવિકા માટે શાકભાજી વેચે છે, તે ભાગ્યે જ એરોનોટિકલ એન્જિનિયરિંગ જેવા વિષય પસંદ કરે.’ હું તેનાથી સંમત હતો એટલે નક્કી કર્યુ કે હું લલિતાની સફર જોઇશ.
તે પોતાના આખા પરિવારમાં પહેલી એવી વ્યક્તિ છે જેને ગોલ્ડ મેડલ મળ્યો છે. વિશેષ વાત એ છે કે તેના પિતા રાજેન્દ્ર અને માતા ચિત્રા કર્ણાટકની ચિત્રદુર્ગા મ્યુન્સિપલ કાઉન્સિલના હિરિપુર ગામમાં શાકભાજી વેચે છે જ્યાં આવક કાયમ ઓછી થાય છે. તે બંને પહેલપા ધોરણ સુધી જ ભણ્યા છે, તેમ છતા તેમણે પોતાના ત્રણેય બાળકોની શિક્ષા પર ધ્યાન આપ્યું. લલિતાથી નાનો છોકરો ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહ્યો છે જ્યારે ત્રીજો બાળક સ્થાનીય પોલીટેક્નિક કોલેજથી ડિપ્લોમા કરી રહ્યો છે. સૌથી સારી વાત એ છે કે ત્રણેય બાળકો એક પછી એક શાકભાજી વેચવાની જવાબદારી ભજવે છે. લલિતા સ્કૂલ બોર્ડ પરીક્ષાઓથી જ ટોપર રહી હતી. જ્યારે તેણે આવું જ પ્રદર્શન કોલેજમાં પણ ચાલુ રાખ્યું તો કોલેજ પ્રિન્સિપાલે હોસ્ટલની ફી સંપૂર્ણપણે માફ કરી દીધી. શું તમે જાણો છો લલિતા અભ્યાસમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવામાં કેવી રીતે સફળ રહી? કામનું ગમે તેટલું પ્રેશર હોય તે રોજ ત્રણ કલાક જરૂર અભ્યાસ કરતી હતી. તેનાથી પરીક્ષામાં છેલ્લા સમયે તૈયારી કરવાથી બચી જતી હતી. તેણે ક્યારેય ટ્યૂશન્સ નથી લીધા પરંતુ ક્લાસની એક્ટિવિટી કાયમ સમય પર પૂરી કરતી હતી. આ બે અનુશાસનોથી તેના જીવનમાં દબાણ ન રહ્યું અને તે પરીક્ષા દરમિયાન નિશ્ચિંત રહી શકી.
શું તમે કલ્પના કરી શકો છો કે બે શાકભાજી વેચનારને પદવીદાન સમારોહમાં બેસીને કેવું મહેસુસ થયું હશે જ્યારે તેમની દીકરીને આ વર્ષે 8 ફેબ્રુઆરીના કર્ણાટકના રાજ્યપાલે ગોલ્ડ મેડલ એનાયત કર્યો? તમે જે ભાવની કલ્પના કરી, રાજેન્દ્ર અને ચિત્રાને એકદમ એવું જ મહેસુસ થયું.
બીજી કહાણી: તમને યાદ છે કેવી રીતે 18 જાન્યુઆરી 2020ના અભિનેત્રી શબાના આઝમીના એક્સિડેન્ટના સમાચારે આપણને બધાને દંગ કરી દીધા હતા. બીજા દિવસે સવારના ન્યૂઝપેપરમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર શબાના આઝમીની કારમાંથી નીકળવામાં મદદ કરતા એક ‘આર્મી મેન’ની તસવીર જોવા મળી. શું ક્યારેય વિચાર્યુ છે કે તે આર્મી મેન કોણ હતો, જેણે શબાનાને સુરક્ષિત બહાર નીકળવા અને પછી જલ્દી હોસ્પિટલ પહોંચવામાં મદદ કરી?
લાઇફ સેવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક દેવેન્દ્ર પટનાયક પણ તસવીર વાયરલ થયા પછી આ યુવા આર્મીને શોધી રહ્યા હતા. તેમણે મહારાષ્ટ્રના તમામ આર્મી હેડક્વાર્ટર્સ સાથે સંપર્ક કર્યો પરંતુ તેમને એ જાણીને નિરાશા થઈ કે તસવીર બતાવી રહેલો વ્યક્તિ કોઈ પણ આર્મી વિંગથી નથી. પછી દેવેન્દ્રે તે હોસ્પિટલ સાથે સંપર્ક કર્યો જેમાં શબાના એડમિટ થઈ હતી અને ત્યાંથી તે એમ્બ્યુલેન્સ વિશે માહિતી મેળવી જે તેને હોસ્પિટલ લઈ આવી હતી. તેનાથી તે મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સેસના સિક્યોરિટી ગાર્ડ વિવેકાનંદ યોગે સુધી પહોંચે, જે એક્સપ્રેસ વે પર તૈનાત હતો. દુર્ઘટનાના દિવસે તે ગાર્ડે સૌથી પહેલા શબાનાની મદદ કરી હતી જ્યારે તેની કાર એક ટ્રકના છેલ્લા ભાગ સાથે અથડાઇ ગઈ હતી. જ્યારે તેણે અવાજ સાંભળ્યો તો તે બે કિલોમીટર દોડ્યો અને જોયું કે ઘાટવાળા રોડ પર દુર્ઘટના થઈ છે. ત્યારે તેને એ ખબર ન હતી કે અંદર કોણ છે. તેણે શબાનાની દુર્ઘટના પછી એવું જ કર્યુ જેવું કરવા માટે તેને પ્રશિક્ષણ મળ્યું છે. આ કહેવાની જરૂર નથી કે યોગેને હવે માત્ર સંસ્થાનોએ સન્માનિત નથી કર્યો પરંચુ હવે મોટા લોકોની પ્રસિદ્ધિ વચ્ચે પણ તે ચમકશે.
ફંડા એ છે કે જીવનમાં અગણિત બારણાં મળે છે. જો તમે મહેનતી છો તો તમે તેમાંથી કેટલાક બારણાં ખોલશો. જો તમે હોશિયાર છો તો તમે અનેક બારણાં ખોલશો અને જો તમે જોશથી ભરપૂર છો તો તમારા માટે દરેક બારણાં સ્વયં ખુલશે.
X
The distance between dreams and reality is called Karma

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી