તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અજ્ઞાત ભયે મારા શહેર મુંબઈને બાનમાં લીધું છે. દસ પાકિસ્તાની આતંકવાદીઓએ જ્યારે અમારા શહેર પર હુમલો કર્યો હતો અને પોઈન્ટ બ્લેન્ક રેજ પર અનેક નિર્દોષોની હત્યા કરી હતી ત્યારે પણ મારા શહેર નીડર થઈને સામાન્ય રીતે રોજિંદા કાર્યો કર્યા હતા. જોકે, 2020નો કોરોના વાઈરસની વાત અલગ લાગી રહી છે. ગુરૂવારે ભારતમાં કર્ણાટકમાં પ્રથમ મૃત્યુના રિપોર્ટ પછી મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ કોરોના વાઈરસના નવા કેસો બહાર આવી રહ્યા છે. લોકોનાં કપડા પહેરવાની રીત બદલાઈ ચૂકી છે. ફેશન પ્રેરિત શહેરમાં હાથમાં મોજા અને મોઢે માસ્ક આવી ગયા છે. એક પ્રકારની દહેશત ફેલાઈ છે. જોકે, અફવા અને ભયના ગાંડપણ વચ્ચે મુંબઈ અને પૂણેના કેટલાક નિવાસી તાત્કાલિક અને પ્રાયોગિક ઉપાય અપનાવી રહ્યા છે, જેથી તેઓ ખુદને ઝડપથી ફેલાતા આ વાઈરસથી બચાવી શકે. ગુરૂવાર અને શુક્રવારે સડક પર ઓટો રીક્ષા અને ટેક્સીઓમાં ઓછી ભીડ જોવા મળી, જ્યારે વ્યસ્ત રેલવે સ્ટેશનો પર ઓછામાં ઓછા ચાર લોકો દર કલાકે એસ્કેલેટરના હેન્ડલની સફાઈ કરતા જોવા મળ્યા. અનેક જાહેર કાર્યક્રમો રદ્દ થવાની સાથે-સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ની રીલીઝ અને ફિલ્મ એવોર્ડ સમારોહ પણ રદ્દ કરાયા છે. એટલે કે, મુંબએ સાચ્ચે જ ‘પેનિક બટન’ દબાવી દીધું છે. જોકે, આ સમયની પણ માગ છે, સાવચેતી ન રાખીએ તો હજારો લોકો વાઈરસની ઝપટમાં આવી શકે છે. શહેરના નગરનિગમ દ્વારા શુક્રવારે 700 પથારીની હોસ્પિટલ એક વર્ષ બાદ ફરીથી ખોલવામાં આવી છે, જે નગરનિગમને પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી ન કરવાના કારણે બંધ કરી દેવાઈ હતી. તેર મહિનાથી બંધ ‘સેવન હિલ્સ’ હોસ્પિટલને મુંબઈના સૌથી મોટા ‘ક્વારંટીન’ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાની સુચના અપાઈ છે. આ સુચના આપનારા બીજા કોઈ નહીં પરંતુ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હતા. આમ કરવાથી શહેરની અનેક નાગરિક હોસ્પિટલોને મોટી રાહત મળી શકે છે.એક નવી ટીમ બનાવાઈ છે, જે શુક્રવારથી બંધ હોસ્પિટલને તાત્કાલિક શરૂ કરવાનું કામ કરશે. વિજળી, પાણી, દવાઓ અને તાત્કાલિક સારવારની વિવિધ વસ્તુઓના પૂરવઠાકારોને પણ આ ટીમમાં સામેલ હશે. મુંબઈ જેવા મોટા શહેરમાં દરરોજ 300 સેમ્પલની પરીક્ષણ કરવા માટે માત્ર એક કેન્દ્ર છે. આથી, શહેર દર 1000 બ્લડ સેમ્પલ્સનું પરીક્ષણ કરવા માટે દરેક સ્થળે આવી બે અન્ય લેબોરેટરી શરૂ કરવાની પણ યોજના છે. શુક્રવાર બપોર બાદ રાજ્યની તમામ સ્કૂલોને બંધ રાખવાનો આદેશ અપાયો છે. કેટલીક સહકારી સોસાયટીએ પ્રવેશ દ્વાર પર વોશબેઝિન મુક્યા છે, જ્યાં સાબુ પણ મુકાયો છે. બિલ્ડિંગમાં પ્રવેશ કરનાર દરેકને હાથ ધોવા માટે કહેવાઈ રહ્યું છે. સોસાયટીની મુલાકાત લેનારા તમામ લોકોની અલગ યાદી તૈયાર કરાઈ રહી છે અને બેકઅપ તરીકે તેમને આરોગ્ય તપાસ માટે કહેવામાં આવી રહ્યું છે. પુણેમાં કોઈ પણ પરિસરમાં પ્રવેશ પહેલા આવનારા દરેક મુલાકાતી અને કર્મચારી માટે ફેસમાસ્ક પહેરવું અને હાથ ધોવું ફરજિયાત કરી દેવાયું છે. આરોગ્ય અધિકારીઓ અને હેલ્પલાઈન નંબરોની વિગતો નોટિસ બોર્ડ પર લગાવાઈ છે, જ્યારે વોટ્સએપના માધ્યમથી તમામ સોસાયટીના સભ્યોને શું કરવું અને શું ન કરવું, તેના અંગે સુચના અપાઈ રહી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.