મેનેજમેન્ટ ફંડા / વાર્તાઓ અત્યંત શક્તિશાળી છે, તે બાળકોને મોટા બનાવી શકે છે

Stories are so powerful, they can make kids big

એન રઘુરામન

Jan 05, 2020, 07:28 AM IST

તાજેતરમાં જ મારી 82 વર્ષીય આન્ટીનું નિધન થઇ ગયું. તે પોતાના એકમાત્ર દીકરા સાથે એક મોટી કોલોનીમાં રહેતી હતી અને ત્યાંના બાળકો વચ્ચે અત્યંત મશહૂર હતી. તેની પ્રસિદ્ધિનું કારણ હતું તેની વાર્તાઓ સંભળાવવાનું હુનર. માત્ર પોતાના બે પૌત્રોને નહિ, પરંતુ કોલોનીના 500થી વધુ પરિવારના લગભગ દરેક બાળકોને. તે દરરોજ રાત્રે ક્લબ હાઉસમાં વાર્તા સંભળાવતી હતી, જ્યાં બાળકો દરરોજ રાત્રે જમ્યા પછી એકઠા થઇ જતા હતા અને રાત્રે 9.45 કલાકે પોતાના ઘરે પરત ફરતા હતા. પોતાના રિટાયરમેન્ટ પછી છેલ્લા 22 વર્ષોથી બાળકોને વાર્તા સંભળાવતી, તેનો સમય વીતાવાનો મનપસંદ વિકલ્પ હતો, કેમકે હવે મુંબઇના પેરેન્ટ્સની પાસે બાળકોને સંભળાવવા માટે વાર્તાઓ નથી.

દિવસના સમયે જ્યારે બાળકો સ્કૂલમાં અથવા રમતના મેદાનમાં રહેતા હતા, ત્યારે આન્ટી કોમિક બુક્સ વાંચતી હતી. મારો કઝિન ભાઇ એટલે કે તેમનો દીકરો અને તેની પત્નિ, જ્યારે બંને સફર કરે ત્યારે દુનિયાભરમાંથી કોમિક્સ લાવે છે. આથી જ્યારે વાત વાર્તાઓની હોતી હતી, તો મારી આન્ટીને બધા પ્રેમથી 'અક્ષયપાત્ર' કહેતા હતા. શરૂઆત ઘરેથી થઇ હતી અને ત્યારબાદ ફ્લોરના અને ત્યારબાદ બિલ્ડિંગના બાળકો જોડાતા ગયા. જેમ જેમ વાત બાજુના બિલ્ડિંગ્સ સુધી પહોંચી તો ત્યાંથી બાળકો આવવા લાગ્યા. બાળકોની સંખ્યા વધતી ગઇ અને ઘર નાનું પડવા લાગ્યું અને સેશન કોલોનીના ક્લબ હાઉસમાં યોજાવા લાગ્યા. તેમનું વાર્તા સત્ર અઠવાડિયામાં પાંચ દિવસ ચાલતું હતું, આથી અનેક પેરેન્ટ્સે અનુભવ્યું કે બાળકો બેડ પર પડતા જ સુઇ જતા હતા.

આન્ટીનું વાર્તા સંભળાવવાનો મુખ્ય ઉદેશ્ય પણ આ જ હતો. આન્ટીના નિધન અનેક બાળકો તેના તેરમાં સામેલ થયા અને તેની વાર્તાઓને યાદ કરી. તે દિવસે આવેલા પંડિતે એક સ્ટોરી સંભળાવવી રહ્યા હતા કે, કેમ આત્મા ભગવાનના ચરણોમાં પહોંચશે અને પોતાના 'કપડા' બદલવાની રાહ જોશે. તેણે કહ્યું, ' આ તેવું જ છે જેમ તમે પોતાની અલગ અલગ ભૂમિકાઓ અને જરૂરતો માટે કપડા બદલો છે. આ સમજાવતા તેણે આગળ કહ્યું, તમે કપડાં સાથે રાત્રે ઉઠો છો. એક કલાક પછી તમે સ્ટાઇલિશ વસ્ત્રો પહેરીને સ્માર્ટ એક્ઝિક્યુટિવ બની જાવ છો. સાંજે ડિનરમાં ભાગ લેવા માટે તમે ડિઝાઇનર ઝભ્ભો અથવા પોશાકો પહેરીને તમારો દેખાવ બદલો છો. પાછળથી તમે ફરીથી રાત્રે તે જ કપડાંમાં આવે છે. એ જ રીતે, આ તર્ક ફક્ત એક જ જીવન માટે નહીં, પણ આત્માના શાશ્વત જીવનને લાગુ પડે છે. '

આ દર્શન બાળકો માટે સમજવું અઘરૂ હતું, જ્યારે પંડિતને લાગ્યું કે તેને સાંભળવા વાળા અનેક બાળકો પણ છે તો તેણે પોતાની સંકલ્પાને તરત જ બલુન સાથે જોડી દીધી. તેણે કહ્યું, જ્યારે માના ખોળામાં બાળક પુર્ણ બની જાય છે, ત્યારે ભગવાન ચિત્રગુપ્ત આવે છે અને તેના આખા બની ચૂકેલા શરીરને ગણીને શ્વાસો ( એટલે હવા) આપે છે, જે તેને જીવનભર ચલાવવી પડે છે. કંઇક આમ જ રીતે ફુગ્ગા વાળા આકારના હિસાબથી અલગ અલગ ફુગ્ગામાં હવા ભરે છે. જ્યારે શરીર આખા શ્વાસો ( એટલે હવા)નો ઉપયોગ કરી લે છે, તો આત્મા શરીરને છોડી દે છે અને પછી ધર્મના અનુસાર ક્રિયાકર્મ કરવામાં આવે છે. અને જ્યારે ફુગ્ગાની હવા ખાલી થઇ જાય છે તો આપણે તેને ફેંકી દઇએ છીએ કેમકે તે હવે આપણા માટે કોઇ કામના રહેતા નથી. તેરમું 30 ડીસેમ્બરના હતું અને કોઇને આશા ન હતી કે ફુગ્ગા વાળી આ વાર્તાની અસર 31 ડિસેમ્બર સાંજ સુધી રહેશે. નવા વર્ષે 1 જાન્યુઆરીની સવારે એક પણ ફુટેલો કે ખરાબ ફુગ્ગા કોલોનીના રસ્તાઓ પર જોવા મળ્યો નહિ, જ્યારે આ પહેલા નવું વર્ષ સેલિબ્રેટ કર્યા પછી ફુગ્ગાઓનો કચરો ફેલાયેલો રહેતો હતો. આ વર્ષે બધા ફુગ્ગાઓ ઉપાડીને એક કોર્નરમાં કચરાની બેગમાં રાખવામાં આવ્યા હતા. એક જ રાતમાં બાળકોને જવાબદાર વયસ્કમાં બદલતા જોવું અમારા માટે આશ્ચર્યચકિત હતું કેમકે મારી આન્ટીની અનેક વાર્તાઓએ તેને બાળકો બનાવીને રાખ્યા હતા અને એક વાર્તાઓ તેને મોટા બનાવી દીધા હતા.

X
Stories are so powerful, they can make kids big

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી