મેનેજમેન્ટ ફંડા / ક્યારેક 10મું પાસ એ કરી શકે છે, જે એમબીએ કરી શકતો નથી

Sometimes the 10th pass can do that, which the MBA cannot do

એન રઘુરામન

Jan 18, 2020, 07:52 AM IST
એક અનુમાન અનુસાર આપણી પૃથ્વીને 7 અબજ લોકો પાસેથી દરરોજ સરેરાશ 11 અબજ ટન કચરો મળે છે. એટલે કે આપણે દરરોજ સરેરાશ 1.5 કિગ્રા કચરો ફેંકીએ છીએ, જેમાં ઔદ્યોગિક કચરાનો પણ સમાવેશ થાય છે. કેટલાક દેશોએ તો હવે વેસ્ટ મેનેજમેન્ટ (કચરા વ્યવસ્થાપન) પર એમબીએ જેવા ઉચ્ચ શિક્ષણના કોર્સ પણ શરૂ કર્યા છે. જેનો હેતુ રિસાઈકલિંગથી કચરાની સમસ્યાનું સમાધાન શોધવું અને દુનિયાભરની નગરપાલિકાઓમાં નોકરી અપાવાનો છે. વાઘોલી, લોહેગાંવ, નાર્હે-અંબેગાંવ, ધયારી, કેશવનગર, શેવાલવાડી અને મંજરી જેવા નાના ગામડાં એવા શહેરી કિનારા છે, જે પુણે મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી(PMRD) અંતર્ગત આપે છે.
અહીં સડકો પર કચરાના ઢગલા જોવા મળે છે, જે પાણીનાં સ્રોતને પણ દુષિત કરી રહ્યા છે. જોકે, વાઘોલી (પુણેથી 21 કિમી દૂર) અડીને આવેલા કેસનંદ ગામની સ્થિતિ કંઈક જુદી છે. અહીં 10મા ધોરણ સુધી ભણેલા 32 વર્ષના ઉદ્યોગસાહસિક ખેડૂત દત્તા ઉર્ફે હરગુડેને લાગ્યું કે, માત્ર 5 વર્ષમાં જ તેના ગામની વસતી બમણી થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ તે ગામ પુનાની નજીક છે. આ વધતી વસ્તીએ કેસનંગની સાફ-સફાઇ પર ખરાબ અસર નાખી, પોતાના ગામ ખરાબ સ્થિતિ જોઈને તેને દુ:ખ થયું અને તેણે એક દિવસ તેણે નક્કી કર્યું કે, તે તેની આજુબાજુના શહેરીકરણના લીધે થઈ રહેલા પતનથી પોતાના ગામને બચાવશે.
પહેલા તેણે આ મુદ્દો પીએમઆરડીએ અને સ્થાનિક ગ્રામ પંચાયત સમક્ષ ઉઠાવ્યો અને ગામમાં કચરાનું પ્રોસેસિંગ યુનિટ લગાવાની માગ કરી. જોકે, એ વિસ્તારમાં કોઈ સરકારી જમીન ન હોવાના કારણે આ વિચાર પર કામ થઈ શક્યું નહીં. આ દરમિયાન તેણે ઈન્ટરનેટ પર કચરાના નિકાલ સંબંધિત માહિતી શોધવાનું શરૂ કર્યું. આ વિષય પર ઘણો અભ્યાસ કર્યા પછી તેણે પોતાના ખિસ્સામાંથી જ રૂ.25 લાખનો ખર્ચ કરીને પ્રોસેસિંગ યુનિટ લગાવ્યું અને તે પણ પોતાની જ 43,500 ચોરસ ફૂટ જમીન પર કે જેની બજારમાં સારી કિંમત છે.
પ્રથમ સપ્તાહે દત્તા બે ટન ભીનો કચરો અને ત્રણ ટન સુકો કચરો પ્રોસેસ કરવામાં સફળ રહ્યા. તેણે અભ્યાસમાં એ પણ જાણ્યું હતું કે, સૂકા કચરાને રિસાઈકલ કરીને નાણા કમાવી શકાય છે. આજ આધારે તેણે ગુજરાતની કેટલીક કંપનીઓનો સંપર્ક કર્યો, જે પેપર, પ્લાસ્ટિક, કાપડ, રબર અને કાચ જેવો કચરો ખરીદવા તૈયાર હતી. આથી, સ્થાનિક સ્તરે કચરાના નિકાલની સમસ્યા ઓછી થઈ ગઈ. તેની આ સુઝબુઝને કારણે પ્રોજેક્ટને "નો-પ્રોફિટ, નો-લોસ'માં લાવવામાં મદદ મળી. આ પ્રક્રિયામાં દત્તા એક ટકાઉ મોડેલ બનાવવામાં સફળ થયો, જેવું નગર સત્તામંડળ કરી શક્યા ન હતા, જેમણે જવાબદારીમાંથી છટકી જવું, બહાના કરવા અને કચરાને સડક પર જ છોડી દેવાનું પસંદ કર્યું અને આરોપ-પ્રત્યારોપમાં જ લાગેલા રહ્યા.
દત્તાએ કચરાને ઘરો અને હાઉસિંગ સોસાયટીમાંથી એક્ઠો કરવા, લાવવા અને છૂટો પાડવા 27 મજુરોને કામે લગાવ્યા. આ કામને તે સમાજસેવા તરીકે કરી રહ્યો છે. તેણે નક્કી કર્યું છે કે, આ કામની પડતર શૂન્ય થઈ ગયા પછી તે આ યુનિટને સ્થાનિક ગ્રામ પંચાયતને આપી દેશે, જેથી તે આજુ-બાજુના ગામના લોકો માટે કચરાની સમસ્યાના નિકાલ માટે મોડલ બની શકે. હવે પંચાયત પણ સૂકો અને ભીનો કચરો જાતે જ અલગ રાખવા માટે ગામના લોકોને પ્રેરિત કરી રહી છે, જેથી પ્લાન્ટ પર દબાણ ઘટાડી શકાય. સાથે જ દત્તા પુણેની આજુબાજુના નીતિ નિર્માતાઓનું પણ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. ફંડા એ છે કે, જો તમે કોઈ સમસ્યાને જડમૂળથી દૂર કરવા માગો છો તો શૈક્ષણિક લાયકાત બાબતે ચિંતિત થવાની જરૂર નથી. જોકે, તે હોય તો સમસ્યા સાથે લડવું થોડું સરળ બની જાય છે.
X
Sometimes the 10th pass can do that, which the MBA cannot do

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી