મેનેજમેન્ટ ફંડા / લોકોના એકબીજાના સહયોગથી બનશે સ્માર્ટ સિટી

Smart City will be created with the cooperation of people

એન રઘુરામન

Jan 11, 2020, 07:42 AM IST
છેલ્લા લગભગ એક મહિનામાં પુણે શહેરમાં 6 એવી ઘટનાઓ થઇ, જેમાં નાગરિકોએ સફાઇ કર્મચારીઓ પર હુમલો કર્યો, ત્યારે આ શહેરને સાફ રાખવાની પોતાની ડ્યૂટી ભજવી રહ્યા હતા. દુર્ભાગ્યથી આ કારણોસર તે શહેરના નાગરિકોનો આ પક્ષ સામે આવ્યો, જે પોતાને બેંગ્લુરૂ જેવું બનાવવાનો દાવો કરે છે. કર્ણાટકના બેંગ્લુરૂ અને દિલ્લીની પાસે ગુરુગ્રામ પછી પુણે ટેક સિટીના રૂપમાં ઉભરી રહ્યો છે, જ્યાં સૌથી વધારે યુવા આઇટી જોબ્સની તલાશમાં પહોંચી રહ્યા છે.
હુમલાની શરૂઆત ત્યારે થઇ જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલા બે સ્તર પાર કરવામાં જ ખરાબ પરિણામ આવ્યા પછી પુના મહાનગર પાલિકા (પીએમસી)એ 2020માં પોતાની રેંક સુધારવા માટે દરેક સંભવિત પ્રયાસ શરૂ કરી દીધો હતો. તાજેતરમાં જ સ્વચ્છતા સર્વેની ઘોષણા થયા પછી આ સફાઇ અભિયાન શરૂ થયું છે. જેમાં 10 લાખથી વધુની વસ્તી ધરાવતા ઇન્દોરના સતત ચોથી વાર ભારતના સૌથી સાફ શહેરનું સન્માન મળ્યું. દુર્ભાગ્યથી પુનાના રહેવાસી આ સમજી નથી શક્યા કે ઇન્દોર પોતાના નાગરિકોની સક્રિય ભાગીદારી સિવાય ત્યાં સુધી પહોંચી શકતા નથી, જ્યાં તે આજે છે.
લક્ષ્ય મેળવવા માટે પીએમસીએ પોતાના સફાઇ કર્મચારીઓને દેખભાળ કરવાની વધારે જવાબદારી આપી છે. આ કર્મચારીઓને પોતાના વોર્ડ્સમાં માત્ર 24 કલાક સફાઇ રાખવાનું નહિ પરંતુ ગુમરાહ નાગરિકોને ગંદગી ફેલાવતા રોકવા માટે તેના પર દંડ નાખવાનો સુચન પણ આપ્યું છે. દરેક 15 વોર્ડ્સમાં 4 હજારથી વધુ સફાઇ કર્મચારીઓ 24 કલાક તમામ વિસ્તાર સાફ રાખે છે, રાત્રે પણ. આનાથી તેની ડ્યુટી આઠ કલાકથી પણ વધુ થઇ ગઇ છે.
અને હવે આ અતિરિક્ત બોઢ તેની મુસીબત વધારી રહ્યા છે. તાજેતરમાં 3 જાન્યુઆરીની રાત્રે વિશ્રામબાગ વાડા વોર્ડ ઓફિસમાં મુકાદમ કામ કરતા તાનાજી દેવકુલેને નારાયણ પેઠની પાસે કેટલાક લોકો લાકડીઓથી ખરાબ રીતે માર્યો. આ લોકો રેસ્ટોરેન્ટનો કચરો રસ્તા પર ફેંકી રહ્યા હતા. જ્યારે તાનાજીએ તેને જોયા તો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ લોકોએ તાનાજીને ગંજ પેઠમાં તેના ઘરે પણ ફરીથી માર્યો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને આઇપીસીની ધારા 324 (ખતરનાક હથિયારથી નુકસાન પહોંચાડવું) અને 353 (લોક સેવક પર હુમલો કરીને તેને ડ્યુટીથી રોકવા) અંતર્ગત પોલિસે ફરિયાદ દાખલ કરી. તાનાજી છટ્ઠા એવા સફાઇ કર્મચારી છે જેના પર નાગરિકોને શહેર સાફ રાખવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો. સ્વચ્છતા સર્વેક્ષણ રેન્ક સુધારવા માટે પીએમસીના પ્રયાસો વચ્ચે કર્મચારીઓને પોતાના જાનની ચિંતા પણ સતાવી રહી છે.
સિવિક ચીફને કરવામાં આવેલી ફરિયાદમાં સફાઇ કર્મચારિયોના યુનિયને દાવા કર્યો છે કે અનેક વાર જ્યારે સફાઇ કર્મચારી લોકોને ખુલ્લામાં કચરો ફેંકતા અથવા થુંકવાથી મનાઇ કરે છે તો તેને સકારાત્મક પ્રતિક્રિયા મળતી નથી. અનેક કચરો ફેંકતા લોકો તેને પોતાનું અપમાન માને છે અને ખરૂ-ખોટું સંભળાવે છે. વાત વધીને હુમલો, ગાળો સુધી પહોંચી જાય છે. પછી કર્મચારી પુરૂષ હોય અથવા મહિલા.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 પ્રમાણે શહેરને સાફ રાખવાની જવાબદારી નાગરિકોની છે. આપસી સહયોગ જ કોઇ શહેરને તેનું લક્ષ્ય મેળવવા માટે મદદ કરી શકાય છે. પરંતુ આવા હુમલા અને તેના માટે જવાબદાર નાગરિકો પરની કાર્યવાહીમાં ઉણપથી શહેરની ડાર્ક સાઇડ બહાર આવશે. હું અનેક વાર ઇન્દોર ગયો છું અને મેં અનેક સ્વપ્રેરિત લોકોના સમહને જોયેલા છે કે માત્ર શહેરને સાફ રાખવાની પહેલ કરતા હોય એવું નથી, પરંતુ ટ્રાફિક સેન્સને સારી બનાવવાનો પ્રયત્ન પણ કરે છે. સિગ્નલ તોડતા લોકોને ગુલાબનું ફૂલ આપવું અહીં સામાન્ય થઇ ગયું છે. આ નિયમ તોડતા લોકોને શરમનો અનુભવ કરાવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ફંડા એ છે કે સ્માર્ટ સિટી લોકોમાં સહયોગથી બને છે, ન કે અહીં-ત્યાં બનાવવામાં આવેલા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી.
X
Smart City will be created with the cooperation of people

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી