તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોઇએ એવી સંસ્થા કે જે દયા શીખવી દે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ અઠવાડિયાની શરૂઆતથી જ દેશભરમાં પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી)ના 137 પરિસરોની બહાર લોકોની ભીડ જોવા મળે છે. કેમકે તેના કામકાજને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જેમાં ભીડ માત્ર એક વાક્યમાં સુનિશ્ચિત કરવા માંગે છે કે તેના પૈસા સુરક્ષિત છે કે નહિ અને આ વાક્ય તે જે તે ક્લાર્કના મોઢે સાંભળવા માંગે છે કે જેની પાસે તે છેલ્લા કેટલાંક વર્ષોથી ફક્ત 10, 50 અને 100થી વઘુ રૂપિયા જમા કરતા આવ્યા છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે હું આટલી નાની રકમની વાત કેમ કરી રહ્યો છું. જ્યારે બેંક ખાતેદારોના 11000 કરોડ રૂપિયા જમા કરતા આવી છે. ભારતીય રિઝર્વ બેંકના ગુરૂવાર બપોરના સંશોધિત આદેશને વાંચ્યો જેમાં લખવામાં આવ્યું છે કે ગ્રાહક પીએમસીથી આવનારા છ મહિનામાં માત્ર એક હજારની બદલે 10 હજાર રૂપિયા નીકાળી શકશે. તો તમે હવે સમજી શકો કે આટલી નાની રકમ પણ લોકો માટે કેટલી મોટી છે.    રિઝર્વ બેંકની તરફથી જાહેર કરવામાં આવેલા વાક્યમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ કદમ ( ખાતેદારો પોતાના એકાઉન્ટમાંથી 10 હજાર રૂપિયા કાઢવાના)ની પાછળ આ જ વિચાર છે કે 60 ટકાથી વધુ લોકો પૂરા પૈસા નીકાળી શકશે. તેનો અર્થ એ છે કે આ બેંકમાં વધુ પડતા લોકો એવા છે કે જેની બેંક બેલેન્સ મેટ્રો શહેરમાં એક ડ્રાઇવરની મહિનાની સેલેરી કરતા પણ ઓછી છે. આ કારણથી તમને આશ્ચર્ય થવું ન જોઇએ કે છેલ્લા 2 દિવસથી આ બેંકની શાખાઓની બહાર નજર આવતા વડાપાવ અને ચાની લારીઓ ગાયબ છે. મુંબઇમાં એટોપ હિલ પર ગુરૂ તેગબહાદુર નગર, પવઇમાં સાકી વિહાર રોડ અને અંધેરી ઇસ્ટમાં પુનમ નગરમાં તો આ જ સ્થિતિ છે. જેવું કે ગુરૂવારની સવાર સુધી આ નિયમ લાગુ હતો કે દરેક જમાકર્તા છ મહિનામાં ફક્ત એક હજાર રૂપિયા કાઢી શકશે અને બેંકની બહાર લાગેલી ભીડમાં એક પરેશાન ચહેરો મારો પણ હતો.    પોતાની જમા કરેલી રકમની ચિંતામાં ત્યાં એકઠા થયેલા લોકો ઉદાસ અને ગુસ્સાભર્યા હતા. આ પરિસ્થિતીમાં મારા મોબાઇલમાં અમેરિકાની એક ખબર ફ્લેશ થઇ જેમાં લખ્યું હતુ કે આ બુધવારે લોસ એન્જલસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પોતાની તરફથી પહેલી અને અનૂઠા દયાળુતા સંસ્થાન ( કાઇંડનેસ ઇન્સ્ટિટ્યુટ ) શરૂ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ લોકોને સશક્ત બનાવવું અને નેતાઓની દયાથી જોડાયેલા કામો, વિચારો, ભાવનાઓ અને સામાજિક સંસ્થાનોના અધ્યયન કરીને માનવતા ભરેલા સમાજ બનાવવાની દિશામાં પ્રેરિત કરવું છે.   આ સંસ્થાપકોનું માનવું છે કે આ દુનિયામાં આવી રહેલી કુદરતી આપદાઓ, હિંસા અને સંઘર્ષથી માનવતાને લાગેલા જખ્મોથી ભરેલા ઔષધિના રૂપમાં કામ કરશે. ગત વર્ષોમાં વૈજ્ઞાનિક અનુસંધાનોથી ખબર પડી છે કે જો તમે દયાની ભાવનાથી કોઇ કામ કરો છો તો તેનાથી તમારા શરીર અને મનનું સ્વાસ્થય સુધરે છે. આ પ્રકારે સારી ભાવના એવા જીન્સનો વ્યવહાર પણ બદલી શકે છે જે નકારાત્મકતા અને સંઘર્ષની માટે જવાબદાર હોય છે. આ ભીડમાં જ મેં વિચાર કર્યો કે શું કામ હું પણ કોઇ પરેશાન વ્યક્તિની મદદ ન કરૂ. મેં મારી બાજુમાં ઉભેલા મારા જ વિસ્તારના એક વ્યક્તિને પુછ્યું કે તમારા ખાતામાં કેટલા રૂપિયા જમા છે? તો તેણે જણાવ્યું કે 12 હજાર રૂપિયા અને પછી મેં વિચાર્યા વગર કીધુ કે ડરો નહિ, કાંઇ ખોટું નહિ થાય. તમને તમારા પૈસા પરત મળી જશે. જો કે હું જાણતો હતો કે આવનારા 6 મહિના સુધી 1 હજાર રૂપિયાથી વધુ પૈસા કાઢી શકશે નહિ.    મારૂ આશ્વાસન સાંભળીને તે બોલ્યા 'સર, તમે તો એવા પ્રોફેશનમાં છો કે જ્યાં તમને ઘણી જરૂરી વાતો અન્ય લોકો કરતા પહેલા ખબર પડી જતા હોય છે. તો પ્લીઝ મને જણાવો છો કે મારા પૈસા ક્યાં સુધી પાછા મળશે ? કારણ કે હવે જઇને મારે ઠેલો લગાવવો છે. કેમકે બે દિવસથી કાંઇ ધંધો થયો નથી. આ વાત સમયે મને એવું લાગી રહ્યું હતું કે તે લાંબા સમય સુધી પોતાના આંસુ રોકી શકશે નહિ. આથી મેં કીધું કે જલ્દી જ મળી જશે. અને તેના ખભા પર હાથ મુકીને આશ્વાસન પણ આપ્યું . તેને બસ આ સાંત્વના ભર્યા કેટલાંક શબ્દોની જરૂરત હતી. જેથી તેને વિશ્વાસ આવે કે હું છું ને. તારૂ કશું જ બગડશે નહિ. - અને આ એક પ્રકારની દયા છે. અને થોડા સમય પછી મને જાણકારી મળી કે રીઝર્વ બેંકે પૈસા કાઢવાની લિમીટ વધારીને 10 હજાર રૂપિયા કરી દીધી છે. ફંડા એ છે કે આ તમામને દયાભાવનો કોર્સ કરવાની જરૂરત છે કે જે બીજાના ભરોસે પોતાનો કારોબાર ચલાવે છે જેમકે બેંક, આથી તેઓ સમાજના ગરીબ વર્ગની મહેનતની બચત લાલચી હાથમાં ન આપી દે.

અન્ય સમાચારો પણ છે...