મેનેજમેન્ટ ફંડા / સફળ‌તાની મહોર સરકારના નહિં, તમારા હાથમાં છે

Seal of success is in your hands, not government

એન રઘુરામન

Jan 17, 2020, 07:59 AM IST
સામાન્ય રીતે આવું માનવામાં આવે છે કે સરકારી સંસ્થાઓ ક્યારેય સારૂ કામ કરતી નથી અને સરકારી સ્કૂલના બાળકો કોઇ શોધ કરી શકતા નથી. બંને બેઝિકથી આગળ જઇ શકતા નથી. અહીં એવા બે ઉદાહરણ આપવામાં આવી રહ્યા છે જે મિથ્યાને તોડે છે.
પહેલી સ્ટોરી : તે જોઇ શકતી ન હતી, અંદાજે ત્રીસ વર્ષ પહેલા, જ્યારે તે નોકરી શોધી રહી હતી, ત્યારે કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવી શકતી ન હતી. પરંતુ આ વાતથી દ્રષ્ટિહીન બેબી ગિરિજાને સરકાર દ્વારા ચાલતી દ્રષ્ટિહીન માટેની સ્કૂલમાં નોકરી મળી, ગિરિજા સ્કૂલના તમામ પુસ્તકોનો બ્રેઇલ લિપિમાં અનુવાદ કરવામાં મદદ કરી છે. આ પડકારજનક હતું આથી હતું કેમકે 1993માં કેરલના તિરૂવનંતપુરમની પાસે આ સ્કૂલ સાથે જોડાયેલી હવે 53 વર્ષીય દ્રષ્ટિહીન શિક્ષિકાનું કામ ત્યારે સીમિત સંસાધનોની વચ્ચે ભણાવવાનું હતું. ત્યારે ગિરીજાએ એક રીડરની મદદથી પુસ્તકોનો અનુવાદ કરવાનો નિર્ણય કર્યો. પહેલા તેણે બીજા શિક્ષકોનો લેસન્સ અને પરીક્ષાઓના પેપર્સને બ્રેઇલ લિપિ બનાવવામાં મદદ કરવાથી શરૂઆત કરી. સાથે જ તેની સ્કૂલના પુર્વ હેડમાસ્ટર જી. થુરાસીધરનને પણ તેને ખાલી સમયમાં અનુવાદમાં પ્રયાસ કરવા માટે પ્રેરિત કરી. પછી અન્ય હેડમાસ્તર અબ્દુલ હકીમે પણ ગિરિજાના પ્રયાસોમાં અત્યંત સપોર્ટ કર્યો. એકવાર જ્યારે તેની પાસે મદદ કરવાની માટે રીડર ન હતા, તો અબ્દુલે આ માટે ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપી. આજે બેબી ગિરિજા પ્રેરણાની રોશની છે, ખાસકરીને તે દ્રષ્ટિહીન શાળાની બાળકીઓ માટે, જે અા સુંદર દુનિયા વિશે પોતાના પેજના શબ્દો દ્વારા જાણી શકે છે. આ પ્રકારે તેણે બાળકોના જીવનમાંથી અજ્ઞાનતાનું અંધારૂ દૂર કર્યું છે. આથી તેમાં કોઇ આશ્ચર્ય નથી કે તેને પોતાના યોગદાનની માટે 2014માં માત્ર રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા એટલું જ નહિ, તેને સામાજિક ન્યાય એવં સશક્તિકરણ મંત્રાલયને રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
બીજી સ્ટોરી : જયાનગર, બેંગલુરૂના ગવર્નમેન્ટ હાઇસ્કૂલમાં નવમાં ધોરણના વિદ્યાર્થીઓ મનોહર અને મોહમ્મદ શરીફે એવી રોબોટિક કાર બનાવી છે, જે અલ્ટ્રાસોનિક સેન્સર્સનો ઉપયોગ કરીને અવરોધોને ઓળખી લે છે અને તેના આધાર પર દિશા બદલી લે છે. આ સેન્સર્સ ટક્કરથી બચાવશે અને તેને દ્રષ્ટિહીન લોકોના ચાલવા ફરવામાં મદદ કરવા માટે વિકસિત કરી શકાય છે. આ રોબોટિક કાર ડિઝનીની ફિલ્મ 'વોલ-ઇ'ના રોબોટિક પાત્ર જેવી દેખાય છે અને તેને તેના પ્રોટોટાઇપની ક્ષમતા તેના આગળ માત્ર પોતાની હથેળી રાખીને જ દેખાડી દીધી. ખાસ વાત આ છે કે મનોહરના પિતા સિક્યોરિટી ગાર્ડ છે, તો શરીફના પિતા ટેમ્પો ડ્રાઇવર. આ બેકગ્રાઉન્ડ હોવા છતા મનોહર અને શરીફે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, ગેમિંગ, કોડિંગ અને રોબોટિક્સમાં સારૂ કામ કર્યું છે. તેના પછી બેંગ્લોરની ડિજિટલ ટેક્નોલોજી અને બિગ ડેટા એનાલિટિક્સ કંપની બ્રિલિઓની સીએસઆર પહેલ 'બ્રિલીઓ બ્રિંગિંગ સ્માઇલ્સ'નો સહયોગ છે. આ પહેલ રાજ્યના 124 સ્કૂલોમાં કામ કરી રહી છે. તેની અન્ય એક ખાસ વાત એ છે આ બાળકોના સપના અત્યંત મોટા છે. એક મીડિયા ઇન્ટરવ્યુમાં મનોહરે કહ્યું, તેનું સપનું મંગલયાન અને ચંદ્રયાન જેવા મિશન પર કામ કરવું પણ છે. તે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના શબ્દોને પણ સાચા સાબિત કરી રહી છે, જેણે કહ્યું છે કે સપના તે નથી જે તમે ઉંઘતા જૂઓ છો, પરંતુ સપના તે છે કે જે તમને સૂવા દેતા નથી. ફંડા એ છે કે તમારી સફળતાના રિપોર્ટ પર એ મહોર દરેક જગ્યાએ લગાવી શકાતી નથી, જ્યાં તમે કામ કરો છો અથવા ભણો છો. મહોર ( ભણવું - સર્વશ્રેષ્ઠ કરવાનો ઉત્સાહ) તમારા જ હાથમાં છે.
X
Seal of success is in your hands, not government

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી