મેનેજમેન્ટ ફંડા / નવા વર્ષના સંકલ્પ હવે કોઇ વ્યક્તિના નહીં, સમાજના છે

New Year's Eve is now a society, not a person's

એન રઘુરામન

Jan 04, 2020, 07:20 AM IST
દેશના જુદા-જુદા ભાગોમાં બધાએ જુદી રીતે નવા વર્ષમાં પ્રવેશ કર્યો. કેટલાકે પાર્ટી કરી, તો કેટલાકે કોઇ પૂજાસ્થળે 2020 માટે પ્રાર્થના કરી. જોકે બેંગ્લુરુ ઉપનગરમાં કસ્તૂરી નગરના રહેવાસીએ આવું કશું પણ કર્યુ નહી અને નવા વર્ષને એકદમ નવી રીતે સેલિબ્રેટ કર્યુ. આ વિસ્તારમાં 'થર્ડ એ મેન' નામની નાનકડી ગલીના 50 રહેવાસીઓ સાથે આવ્યા અને તેના વિસ્તારના એક ખરાબ ભાગને સુંદર બનાવ્યું. મોટાભાગના રહેવાસીઓ ઘરની અંદર હતા અથવા ક્યાંય પાર્ટી કરવા ગયા નહીં ત્યારે આ 50 લોકોએ રાત્રે 6 કલાક કામ કરીને 2019માંથી 2020માં પ્રવેશ કર્યો. તેમણે માત્ર કચરો હટાવ્યો એવું નથી પરંતુ ત્યાં બનેલી દીવાલને પણ સૂર્યોદય પહેલા રંગી દીધી. આથી બીજા દિવસે જ્યારે લોકો કચરો ફેંકવા આવે તો તે આશ્ચર્યચકિત થઇ જાય કે કચરો ફેંકવાની જગ્યા ક્યાં ગઇ? ખરેખરમાં એવું થયું કે, જેવું તેમણે વિચાર્યું હતું એવું જ થયું.
લોકો ત્યાં પ્લાસ્ટિક બેગ લઇને ઉભા રહ્યા અને માથું ખજવાળતા જોવા મળ્યા. આ પહેલમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને યોગદાન આપ્યો, રહેવાસીઓએ સોફ્ટ ડ્રિંક અને રેસ્ટોરન્ટમાં મફત ખોરાકની વ્યવસ્થા કરી. હવે રહેવાસીઓએ કોર્પોરેશનને સીસીટીવી લગાવવાનું નિવેદન કર્યું છે, આથી કોઇ કચરો ન ફેંકે. અધિકારી તેના પર વિચાર કરે છે અને જ્યાં સુધી સીસીટીવી લગાવવાનો નિર્ણય ન થાય, ત્યાં સુધી તે સ્થાનનું સતત ધ્યાન રાખવા કર્યું છે. આ તે વિસ્તારના રહેવાસીઓને તે જ વિસ્તારના લોકોની એક મોટી ગિફ્ટ હતી. આ વિચારને વધારે લોકો સુધી પહોંચાડવા માટે કર્ણાટક રાજ્યે તમામ એન્જિનિયરિંગ અને પોલીટેક્નિક કોલેજોને 'યુથ એમ્પાવરમેન્ટ સેલ' બનાવવાનું કહ્યું છે.
આથી વિદ્યાર્થીઓ સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર બની શકે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સામાજિક જવાબદારીઓ નિભાવી શકે. ગત વર્ષે 30 ડિસેમ્બરે ઉપમુખ્યમંત્રી ડૉ. સીએન અશ્વથ નારાયણની અધ્યક્ષતામાં બેઠક કરી, જેમાં તેણે તમામ ટેક્નોલોજિકલ કોલેજમાં યુથ એમ્પાવરમેન્ટ સેલ બનાવવાનો નિર્દેશ કર્યો. ત્યારબાદ ટેક્નિકલી શિક્ષણ વિભાગના નિર્દેશકના તમામ કોલેજોને આ નિર્દેશ જાહેર કર્યો. હકીકતમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો સાથે સામાજિક મુદ્દાઓને ઉકેલવા ટેક્નિકના ઉપયોગને વધારો આપવા માટે આ માર્ગ સ્વીકાર કરવાનું કહે છે. ત્યાં સુધી કે કોલેજોને તેની આસપાસના કેટલાક ગામને દત્તક લેવાનો પણ નિર્ણય કર્યો છે. કેટલાક રાજ્ય પહેલાથી જ આવું કરી રહ્યા છે.
જેનાથી વિદ્યાર્થીઓ માત્ર ગ્રામીણ ક્ષેત્રમાં જશે એવું નથી અને ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને ભણાવશે. તેનાથી ટેક્નોલોજીમાં થઇ રહેલી ઉન્નતિ અને સમસામાયિક મુદ્દાઓ પ્રતિ જાગરૂકતા પણ વધશે. વૈજ્ઞાનિક ઉપાયોથી સમાજ માટે પ્રોગ્રામ અને પ્રોજેક્ટ બનાવવા અને લાગુ કરવા કોલેજો દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રશિક્ષિત છાત્રોને માર્ગદર્શન આપશે. ખાસ જ્યાં યોગ્ય ટેક્નોલોજીને અપનાવવા માટે જોડાયેલી ગતિવિધિ થશે. હું સંપન્ન લોકોના એક એવા સમૂહને પણ ઓળખું છું જેણે ગત વર્ષે નવા વર્ષની પાર્ટી પર જેટલો ખર્ચ કર્યો હતો. તેટલા જ રૂપિયા આ નવા વર્ષમાં એક ગામની સ્કૂલમાં બે રૂમ બનાવવા માટે આપ્યા છે. આ સમૂહના લોકો પોતાનું નામ સામે આવવા દેવા માંગતા નથી. તેના આ યોગદાનના બદલામાં ગામના લોકોએ નવા વર્ષની સંધ્યાએ સ્કૂલના વાર્ષિક કાર્યક્રમમાં તેની માટે સ્થાનિક ખોરાકની સાથે લોકનૃત્ય પ્રસ્તુત કર્યુ. સમૂહે દરવર્ષે બે ઓરડા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે આથી આવતા પાંચ વર્ષમાં આખી સેકન્ડરી સ્કૂલ તૈયાર થઇ ગઇ. નૂતન વર્ષ મનાવવાના અનેક ઉપાયો છે. આ આપણાં પર નિર્ભર કરે છે આપણે ક્યો વિકલ્પ પસંદ કરીએ છીએ, જેની અસર દાયકા પછી પણ રહે. ફંડા એ છે કે નવું વર્ષ અથવા કોઇ પણ સાર્વજનિક રજાઓને જુદી રીતે સેલિબ્રેટ કરીને સમાજના હિત માટે એક ઉદાહરણ રજૂ કરી શકાય છે. તેના માટે માત્ર કોઇને કંઈક આપવાની ઇચ્છા હોવી જરૂરી છે.
X
New Year's Eve is now a society, not a person's

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી