મેનેજમેન્ટ ફંડા / જિંદગીમાં સફળ થવા કામનું મેડિટેશન કરો

Meditate the work to succeed in life

એન રઘુરામન

Jun 11, 2019, 07:56 AM IST

રવિવાર સુધી હું આ અખબાર દ્વારા આયોજિત કાર્યક્રમો અંતર્ગત મધ્યપ્રદેશના પ્રવાસે હતો.મારે ભોપાલમાં રોકાઇને અલગ અલગ સ્થળો પર કાર્યક્રમમાં ભાગ લીધા બાદ હોટલ પરત આવવાનું હતું. મારી આ રોજીંદી યાત્રાના કાર્યક્રમની જાણ ભોપાલ સ્થિત એક જાણિતા બિઝનસમેનને થઇ તો દીકરીની કારકીર્દીને લઇને ચિંતિત પિતાએ મને કહ્યું કે તે મારા દરેક સેમિનારમાં હાજર રહેશે. યોજના મુજબ તે પ્રથમ દિવસ સેમિનારમાં હાજર રહ્યા અને ત્યારબાદ અંતમાં કહ્યું , ‘હવે મને થોડુ સ્પષ્ટ થયું છે’પણ અચાનક તેમણે મને પુછ્યું , શું કાલનો સેમિનાર પણ આ દીશામાં હશે? કારણ કે આ કરિયર સેમિનાર છે તો ઉદ્દેશ તો સમાન છે પણ તેનો સ્વર અને દ્રષ્ટાંત અલગ હશે.ત્યારબાદ તે બાય કહીને ગયા અને પછીના કાર્યક્રમોમાં તે નજરે ન પડ્યા.આ સોમવારે હું મધ્યપ્રદેશના ઉજ્જેનના અક્ષય અમેરિયાને મળ્યો જે પાછલા 161 દિવસથી પોતાના ટેબલ પર રાખેલા મની પ્લાંટની વેલનું સ્કેચિંગ કરી રહ્યા છે.તે સ્કેચિંગ ડિજિટલ માધ્યમથી નહીં પણ પેન્સિલ અને ફાઉન્ટન પેનથી કરી રહ્યા છે. તેમને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે તેમણે અભિનેતા સંજય દત્તના ઇન્ટરવ્યૂમાં વાંચ્યું કે યરવડા જેલમાં રહીને તેમણે આવશ્યક વસ્તુઓની સૂચિ બનાવવા સ્ટોર કીપરનું કામ કરવા માટે ના પાડી દીધી હતી. તેમણે જેલરને કહ્યું કે , ‘કાગળ અને કલમ સાથે મારો સંબંધ માત્ર ચેક લખવા પૂરતો છે.’અક્ષયને આશંકા થઇ કે ડિજિટલાઇઝેશન તરફ વધતી દુનિયામાં તે જો પેન્સિલને હાથમાં લેવાથી બચતા રહેશે તો ક્યાંક એવું ન બને કે તે એક કલાકારની કલા ગુમાવી બેસે.તેમણે તેમના આ સંકલ્પને રોચક વળાંક આપ્યો અને સમગ્ર વર્ષ એક જ વસ્તુને સ્કેચ કરવાનું નક્કી કર્યું.તેમણે આ વૃક્ષને સવારે 4 કલાકથી લઇને રાતના 11 કલાક સુધી અલગ અલગ સમયે સ્કેચ કર્યું છે જેથી તેનો મૂડ સમજી શકે. હકીકત એ છે કે તે આ પ્લાન્ટનું વર્ણન એ રીતે કરી રહ્યા હતા જેવી રીતે કોઇ મા પોતાના બાળકનું કરે છે. તેમણે આ પણ કહ્યું કે આ કવાયતથી તેમની પ્રતિબદ્ધતા વધી છે- કોઇની પાસે જઇને ચિત્રકળાના માધ્યમથી કોઇની પાછલા 24 કલાકની ઉપલબ્ધિની પ્રશંસા કરવાની પ્રતિબદ્ધતા.આ ગતિવિધિએ તેમના કામમાં વધુ શીસ્ત લાવી દીધી છે. તે કંટાળ્યા વગર કામ કરી શકે છે. અંતમાં વિદાય થતાં તેમણે મને કહ્યું ,મારા માટે અા જ મેડિટેશન છે.
ફંડાએ છે કે ફોકસમાં જે ઉદ્દેશ છે તેના માટે પૂરી જાગૃતિ સાથે વર્તમાનમાં બની રહેવું એક પ્રકારનું ધ્યાન છે અને આમ વ્યક્તિ પોતાના જીવનને પોતાના નિયંત્રણમાં લાવી શકે છે.

X
Meditate the work to succeed in life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી