મેનેજમેન્ટ ફંડા / 'દેવાના' વિચારથી મળશે શાંતિ અને સફળતા

રોહિત શર્માની ફાઈલ તસવીર
રોહિત શર્માની ફાઈલ તસવીર

Divyabhaskar.com

Jul 09, 2019, 08:00 AM IST

દરેક સ્તરે બેસ્ટ બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝ ગયા શુક્રવારે જ્યારે 100 રન બનાવીને શ્રીલંકાને ખરાબ સ્કોરથી બચાવતા મેદાનની બહાર આવ્યો તો તેને પીચ પર ટિપ્પણી આપવા માટે કહેવામાં આવ્યું જેના જવાબમાં તેણે કહ્યું, 'પીચ થોડી સ્લો, મુશ્કેલ, સખત અને વિન્ડિંગ છે.' તેના પછી જ્યારે રોહિત શર્મા બેટિંગ કરવા આવ્યો તો તે સખત, ધીમી અને મુશ્કેલ પીચ પર તેણે બધા શોટ એવી રીતે માર્યા જાણે કોઈ માખણ પર છરી ચલાવતું હોય. સચિન તેંડુલકરે પોતાની તમામ વર્લ્ડકપ મેચમાં કુલ 6 શતક લગાવ્યા છે જ્યારે રોહિત બે વર્લ્ડ કપમાં કુલ 6 શતક બનાવી ચૂક્યો છે. 2019 વર્લ્ડકપમાં તે અત્યાર સુધી 5 શતક બનાવી ચૂક્યો છે. એ પણ નથી ભૂલાવી શકાતું કે સચિને કુલ 45 વર્લ્ડકપ મેચ રમી હતી જ્યારે રોહિતે અત્યાર સુધી માત્ર 16 મેચ રમી છે. અત્યારે રોહિતને માત્ર 27 રનની જરૂર છે જેના પછી તે 2003 વર્લ્ડકપમાં બનેલા સચિને 673 રનના સ્કોરને પાછળ છોડી દેશે. આજ સુધી કોઈ ખેલાડીએ 365 દિવસોની અંદર 10 શતક બનાવવાનો રેકોર્ડ નથી બનાવ્યો. રોહિત વિશે મારો દ્રષ્ટિકોણ એ છે કે તેે રન લેવાની જગ્યાએ આપનાર ખેલાડીમાં બદલાઇ ગયો છે અને આવો ગુણ ટીમ માટે ખૂબ જરૂરી પણ છે. ન્યૂઝીલેન્ડના વિરુદ્ધ થનારી સેમીફાઇનલ મેચમાં પણ રોહિતનું પ્રદર્શન તેની આ મનોસ્થિતિ પર જ નિર્ભર કરશે કે તે લેનારો બનશે. મેં બૉબ બર્ગ અને જોન ડેવિડની લખેલી 'ધ ગો-ગિવર' નામની એક પુસ્તક વાંચી. આ પુસ્તક મૂળરૂપથી 'જો' નામના મહત્વકાંક્ષી યુવકની કહાણી છે. આ કહાણી વાંચીને સમજમાં આવ્યું કે તમે સફળતા પાછળ જેટલું ભાગો છો તેના માટે લક્ષ્યો હાંસલ કરવા એટલા જ મુશ્કેલ થઈ જાય છે. તે એક ખૂબ જ સફળ વ્યક્તિ 'પિંડર' પાસે સલાહ માંગે છે. પિંડર 'જો'ને પોતાના સિક્રેટ સફળતાના પાંચ સૂત્રોના રૂપમાં જણાવે છે. સિક્રેટ જણાવતા પિંડરની માત્ર એક જ શરત હોય છે કે 'જો' તમામ સૂત્રોને એક-એક કરીને પોતાના જીવનમાં અજમાવશે. આ પ્રક્રિયામાં 'જો'ને અહેસાસ થાય છે કે જો તે પોતાનું ધ્યાન માત્ર મેળવવાની જગ્યાએ આપવામાં લગાવશે, અન્ય લોકોની ઇચ્છાઓને સ્વયં કરતા વધુ આગળ રાખીને તેમના જીવનમાં કોઈ યોગદાન કરશે તો તેને અપેક્ષા કરતા સારા પરિણામ મળવા લાગશે અને અંતમાં સફળતા પણ પ્રાપ્ત થશે. લેખકો મુજબ, 'બી અ ગિવર'. 'દેનાર' બનવાથી લેખક બૉબ અને જોનનો અર્થ છે એવી વ્યક્તિ બનવું જે બીજાને પોતાના વિચાર આપે છે. પોતાનું ધ્યાન, સંભાળ, સમય, ઊર્જા અને બીજાને મહત્વ આપવું પણ તેમાં સામેલ છે. પુસ્તકમાં જણાવવામાં આવેલા આ 5 સૂત્રો છે- 1- મૂલ્યનો સૂત્ર - તમે જે કંઈ પેમેન્ટ લો છો, કામમાં તેના કરતા વધુ ગુણવત્તા આપવી. 2- વળતરનો સૂત્ર - તમારી કમાણી એ વાત ઉપર આંકવામાં આવે છે કે તમે કેટલા લોકોની સેવા કરો છો અને કેટલી સારી રીતે કરો છો. 3- પ્રભાવકરવાનો સૂત્ર - તમારો પ્રભાવ એ વાત ઉપર માપવામાં આવે છે કે તમે બીજાની ઈચ્છાઓને કેટલી પ્રાથમિકતા આપો છો. 4- પ્રામાણિકતાનો સૂત્ર - કોઈને આપવા માટે સૌથી સારી ભેટ તમે સ્વયં છો. 5- ગ્રહણશીલતાનો સૂત્ર - પ્રભાવી રૂપથી કંઈક આપવાની ચાવી, કંઈક મેળવવાના તાળામાં પણ લાગે છે. અને એકદમ આ જ ગુણ-સૂત્ર મને રોહિતમાં ત્યારે દેખાઇ છે જ્યારે તે મેદાનમાં હોય છે. તે આઇપીએલની સરખામણીમાં વધુ શાંત દેખાઈ છે, કદાચ આ ફેરફાર તેના ફોકસને બદલવાના કારણે જ આવ્યો છે. ફંડા એ છે કે પોતાનું ફોકસ મેળવવાની જગ્યાએ આપવા તરફ આપો અને જુઓ કે કેવી રીતે તમારા મનમાં શાંતિ છવાઈ જશે અને તમને સફળતાથી ખુશ કરી દેશે.

X
રોહિત શર્માની ફાઈલ તસવીરરોહિત શર્માની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી