મેનેજમેન્ટ ફંડા / કોઇ પરિસ્થિતિથી ભાગવું સરળ છે, સંઘર્ષ કરવામાં બહાદુરી છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Jul 08, 2019, 08:15 AM IST

એક કેફી પીણા માટે સૈફ અલી ખાનનું વિજ્ઞાપન કંઇક આ પ્રકારે છે. તે પોતાનું રાજીનામું બે શબ્દોમાં બૂટના સોલ પર લખે છે અને તે બૂટ પહેરીને પોતાના પગ ટેબલ પર રાખે છે, જેમાં એક બૂટના સોલ પર 'આઇ'અને બીજા પર 'ક્વિટ'લખ્યું હોય છે,અને તેમની સામે તેમનો બોસ બેઠો છે.તેમની આ ચેષ્ઠાથી અવિચલિત તેમનો બોસ વિજ્ઞાપિત ડ્રિંકની બોટલને ટેબલ પર રાખ્યા બાદ તે બુટ પહેરેલા બન્ને પગ એજ ટેબલ પર મૂકે છે અને બુટના સોલ પર સૈફના રાજીનામાની મંજૂરી શબ્દોમાં નહીં, માત્ર બે અક્ષરોમાં - 'ઓ' 'કે'!બોસની હોંશિયારી જોઇને સૈફ ભોંઠો પડીને હંસે છે. આ સ્ટાઇલ તો પડદાની ભૂમિકા સુધી ઠીક છે.વાસ્તવિક જિંદગીમાં તો જીદ્દી અને સંઘર્ષ કરનારા લોકોની જ પ્રશંસા થાય છે. વિજય વર્ધનથી વધુ સારુ ઉદાહરણ બીજુ કોણ હોઇ શકે, જમણે 2018ની UPSCની સિવિવલ પરીક્ષામાં 104મોં ક્રમ પ્રાપ્ત કર્યો.જો તમે એવી વ્યક્તિ છો, જે ક્યારે એક વખત સફળ ન થયા હો અને તે નિષ્ફળતા તમને હજુ પણ હેરાન કરતી હોય તો તમારે ચોક્કસ જાણવું જોઇએ કે વિજય કોણ છે અને તેમણે શું કર્યું.ઘણા લોકો UPSCની સિવિલ પરીક્ષામાં અનેક વખત નિષ્ફળ થયા હશે.માટે એજ પરીક્ષામાં પાંચ વખત નિષ્ફળ રહેવાના લીધે વિજયે હાર ન માની. પણ આ નાકામયાબી તેમની નિષ્ફળતાનો માત્ર સાતમો ભાગ છે અને એ વાત તેમને જરૂર અલગ બનાવે છે. UPSCમાં સફળ થતાં પહેલાં તે કેટલીક સરકારી પરીક્ષાઓ સહિત કુલ 35 પરીક્ષાઓમાં નિષ્ફળ થયા.આ બધુ તેમની સાથે પાંચ વર્ષમાં ઘટ્યું. વિજયની યાત્રા જુલાઇ 2013માં શરૂ થઇ, જ્યારે તે હરિયાણામાં પોતાના શહેર હિસારમાં ઇલેક્ટ્રોનિક્સ -કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યા બાદ UPSC સિવિલ સેવા પરીક્ષાની તૈયારી માટે દિલ્હી પહોંચ્યા. 2014માં તે સફળ ન થયા. ત્યારબાદ વિજયે ગ્રેડ એ અને ગ્રેડ બીની વિભિન્ન સરકારી પરીક્ષાઓ આપી.આ યાદીમાં યૂપી PCS, હરિયાણા PCS, પંજાબ PCS,SSC CGL ,LIC, નાબાર્ડ, ઇસરો, હરિયાણા એક્સાઇઝ ઇન્સપેક્ટર,RRB NTPC,RBI ગ્રેડ બી હતી. આમાંથી મોટાભાગની પરીક્ષાઓ તો પાસ કરી લીધી પણ , તેે મુખ્ય પરીક્ષા અથવા ઇન્ટરવ્યુમાં સફળ ન થયા. ઘણી વખત તો એવું પણ બન્યું કે તે મેડિકલ તપાસ અથવા દસ્તાવેજોની ખરાઇમાં સફળ ન થયા.પણ વિજયના સાહસ અને જીદે તેમના માટે ભારતીય પોલીસ સેવાના દ્વાર ખોલી દીધા. જો તમે એવું વિચારતા હો કે વિજય જેવો દૃઢ સંકલ્પ ક્યાંથી લાવવો તો તમારે અવિનાશ તલાવિયા અંગે પણ જાણવું જોઇએ. બિઝનસ પરિવારના 25 વર્ષિય યુવાને ગત મહિનામાં એક પ્રાયોગિક ધોરણે પોતાના પિતા શંભૂ તલાવિયા પાસે 18 દિવસ માટે ઘરથી બહાર રહીને શૂન્યથી કમાણીનો પ્રારંભ કરવાના પડકારને સ્વીકાર્યો.તેમને તમામ લક્ઝરીથી વંચિત કરાયા અને એવું કહેવામાં આવ્યું કે તે એવા સ્થળે જાય જે બિલકુલ અજાણ હોય,અને નાની મોટી નોકરી કરીને આજીવિકા મેળવે.13 જૂને અવિનાશે પોતાનું અમદાવાદનું ઘર છોડી દીધુ અને ગંટુર જવા માટે પૈસા માંગ્યા, વેટર, ક્લીનરનું કામ કર્યું, રોડસાઇડ ભોજનનો સ્વાદ ચાખ્યો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એવા સ્થળે ઉંઘ્યા જ્યાં એકસટર્નલ એસી યુનિટ ખુબ અવાજ કરી રહ્યા હતા. આવી જીંદગી નથી જીવી શકતા છતાં પણ તે ત્યાં સુધી ઘરે પરત ન ફર્યા જ્યાં સુધી તેમના પિતાએ પાછા આવવા માટે ન કહ્યું. યુવા મિકેનિકલ એન્જિ.ને બોધપાઠ મળી ગયો કે જીંદગી કેવી રીતે જીવાય છે અને તેના બીજા પાસાને કેવી રીતે ઓળખી શકાય છે.

ફંડાએ છે કે સમય પ્રમાણે આપણે આપણા 'ચશ્મા'બદલીએ એટલે આપણે રહેणाણાંક વિસ્તાર, પોતાના બિઝનેસ, ભટકી ગયેલા બાળકોને જે રીતે જોઇએ છીએ તે દ્રષ્ટિકોણને બદલીએ. જો તમને અત્યારસુધી એ 'ચશ્મા'નથી મળ્યા તો પોતાની આસપાસ નજર કરો અને જુઓ તમને અનુરૂપ શું છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી