મેનેજમેન્ટ ફંડા / ટેક્નોલોજી કાયમ જીવનના પાઠ ભણાવી શકતી નથી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Jul 10, 2019, 07:53 AM IST

પશ્ચિમના દેશોમાં બાળકોના ઉછેર સાથે જોડાયેલો એક રમૂજી કિસ્સો મેં ઘણા સમય પહેલા વાંચ્યો હતો અને તાજેતરમાં જ એ કિસ્સો મને વોટ્સએપમાં વાંચવા મળ્યો. કિસ્સો એમ છે કે, - એક છોકરાએ તાજતરમાં જ પોતાની ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી છે અને તે પોતાના પિતાને પૂછે છે કે, તે પોતે ક્યારે કારચલાવી શકે એ વાતની ચર્ચા ક્યારે કરી શકે છે? આ 'ચર્ચા' શબ્દ પર જરા ધ્યાન આપો તેનો મતલબ છે કે, છોકરો પોતાના પિતાને કહેવા માંગે છે કે, હવે તે બાળક નથી રહ્યો કેમ કે, તેણે સરકારી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી લીધું છે. પિતાએ ખૂબ ચતુરાઈ પૂર્વક દીકરા સાથે સોદો કરતા કહ્યું, 'બીટા, તું પહેલા પોતાના માર્ક્સ c માંથી b ગ્રેડ પર લઇ આવ, આખો દિવસ મોબાઈલમાં રહેવાની જગ્યાએ થોડી વાર બાઇબલ વાંચ અને વાળ પણ કપાવી લે. એ પછી આપણે તારા કાર ચલાવવા પર ચર્ચા કરીશું.' છોકરાએ ક્ષણભર વિચાર્યું અને પોતાના પિતાનો સોદો સ્વીકારવાનો નિર્ણય લીધો આ રીતે બંનેમાં 'ના તું જીત્યો ના હું હાર્યો' (વિન-વિન) વળી સહમતિ થઇ. છ અઠવાડિયા બાદ પિતાએ કહ્યું, 'બેટા તારા ગ્રેડસ તો સારા થઇ ગયા છે અને હું જોઈ રહ્યો છું કે, તું બાઇબલ પણ વાંચે છે પણ એ જોઈને નારાજ છું કે, તે સ્મરફોનનો ઉપયોગ ઓછો નથી કર્યો અને વાળ પણ નથી કપાવ્યા?' દીકરાએ કહ્યું, 'તમને ખબર છે પપ્પા, હું પણ એ જ વિચારી રહ્યો હતો અને બાઇબલ વાંચતી વખતે મેં ધ્યાન આપ્યું કે, સેમસનનાં વાળ લાંબા હતા, જોન ધ બાપ્ટિસ્ટના વાળ લાંબા હતા, મોજેટ્સના વાળ પણ લાંબા હતા અને એ વાતના પૂરતા પુરાવા છે કે, જીસસના વાળ પણ લાંબા જ હતા.' આ વાત પર પિતાએ આપેલો વળતો જવાબ તમને ખૂબ ગમશે।. તેમણે કહ્યું, 'શું તે એ વાત પર ધ્યાન આપ્યું છે કે, આ બધા જ્યાં જતા ત્યાં ચાલીને જતા હતા? તેમાંથી કોઈની પણ પાસે કાર ન હતી.' હવે આગળનો વાર્તાલાપ હું તમારી કલ્પના શક્તિ પર મૂકું છું કે, કેવી રીતે ચુપચાપ દીકરો રૂમમાં ગયો હશે અને પિતાને વળતો જવાબ આપવા ગૂગલ સર્ચ કરી રહ્યો હશે! અમારા રેડિયો પાર્ટનર 'માય એફએમ'ના આરજે અધિરાજ બાળકોને એક ક્વિઝ રમાડી રહ્યા હતા. આ એક કરિયર સેમિનાર હતો એટલે ક્વિઝ પણ શિક્ષણલક્ષી જ હતા. જેમ કે, લૉ ના શિક્ષણમાં ગ્રેજ્યુએશન માટે કેટલા વર્ષનો કોર્સ હોય છે? અથવા એન્જીનીયરીંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા શું કરવું પડે છે? બધા જ વિદ્યાર્થીઓને જવાબ શોધવા પોતાનો સ્માર્ટફોન ઉપયોગમાં લેવાની છૂટ હતી. સ્માર્ટફોન પર ગૂગલની મદદથી જવાબ શોધીને સૌથી પહેલા જે જવાબ આપે તે સ્ટેજ પાર પહોંચી જતા પણ, યાદ રાખો કે આ વિદ્યાર્થીઓ ઇન્ટરનેટની સ્પીડની મદદથી ક્વિઝમાં આગળ વધી રહ્યા હતા નહિ કે, પોતાના મગજની તાકાતથી. ત્યાં જ બારમા ધોરણની એક છોકરીએ મારું ધ્યાન ખેંચ્યું, જે પ્રિ-લેવલમાં જીતીને આગળ વધી હતી. મને તેનું નામ યાદ નથી પણ મેં જોયું કે તેની પાસે સ્માર્ટફોન ન હતો, તે બધા જ જવાબો પોતાના જ્ઞાન અને સમજથી આપી રહી હતી. પણ, તે ઇન્ટરનેટની સ્પીડ સામે વધારે વાર ટકી શકી નહીં અને ફાઇનલ રાઉન્ડ પહેલા જ ક્વિઝની બહાર થઇ ગઈ. પણ, 'માય એફએમ' તેને ટ્રોફી આપી શકે તેમ ન હતું કેમ કે, સ્પર્ધાની શરતોમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું હતું કે, સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકાશે. પણ, મારા મત મુજબ એ સ્માર્ટફોન વગરની છોકરી જ સાચી વિનર હતી કેમ કે, તેની પાસે સ્માર્ટફોન પર નિર્ભર બાળકો કરતા વધારે જીવનની શીખ હતી.

ફંડા એ છે કે, ટેક્નોલોજી આધુનિક જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે, તેમે તેને નજરઅંદાજ કરી શકો નહિ, કેમ કે, તે તમારા કામની સ્પીડ વધારે છે. પણ, જીવનના પાઠ 'પીપલ્સ યુનિવર્સીટી' (લોકોની વચ્ચે) રહીને જ શીખી શકાય છે 'ઓનલાઇન યુનિવર્સીટી'માં નહિ.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી