મેનેજમેન્ટ ફંડા / હવે ‘કોરોનાવાઈરસ’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓનેસ્ટી અને ઈન્ટેગ્રિટી ટેસ્ટ કરશે

latest article by N raghuraman

એન રઘુરામન

Mar 18, 2020, 07:48 AM IST

કોરોનાવાઈરસના કારણે આજકાલ યુવાનોના મોઢેથી કંઈક નવું સાંભળવા મળી રહ્યું છે. તેઓ ફોન પર એવું બોલતા સંભળાય છે કે, ‘હું ડબલ્યુએચએફ કરી રહ્યો છું’..! હવે તમે વિચારતા હશો કે તેનો અર્થ શું છે વળી? ડબલ્યુએચએફનો અર્થ થાય છે ‘વર્ક ફ્રોમ હોમ’. જો તમે તેમની વાતો સાંભળશો તો તમને ડબલ્યુએચએફનો નકારાત્મક પક્ષ પણ જોવા મળશે. એક તો વિજળી કાપ મુકાવા લાગ્યો છે. તેમાં વળી ઈન્ટરનેટ ચલાવવામાં પણ મુશ્કેલી પડવા લાગી તો ડબલ્યુએચએફ અંગે જાગેલો ઉત્સાહ એક સપ્તાહમાં જ ફીકો પડી ગયો. ઓછામાં ઓછું બેંગલુરુ જેવા શહેરમાં તો આવું થયું છે, જ્યાં આપણાં દેશના મોટાભાગના યુવાન ટેક્નીશિયનો કામ કરે છે. બેંગલુરુ એ શહેર છે, જ્યાં કોરોના વાઈરસના ડરથી યુવાનોએ ડબલ્યુએચએફના વિચારનો આગળ વધાર્યો હતો. માત્ર બેંગલુરુમાં જ નહીં, પરંતુ સિંગાપોરમાં પણ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (વીપીએન) ગેટવે પર વધી ગયેલા લોડના કારણે હોમ ઈન્ટરનેટની ગતિ ધીમી પડી ગઈ છે. હકીકતમાં ટેક્નીશિયનોનો એક મોટો સમુહ ડબલ્યુએચએફ કરી રહ્યો છે, પરંતુ આવી સ્થિતિમાં વધતા લોડનું પરીક્ષણ ક્યારેય કરાયું જ નથી. મોટાભાગના ઘરેલુ ઈન્ટરનેટ કનેક્શનમાં કેટલાક વિશેષ પ્રકારના કામનો લોડ ઉઠાવાની ક્ષમતા હોતી નથી.

આ ઉપરાંત અન્ય મુદ્દા પણ છે, કેમ કે ટીમના બધા સભ્યો દરેક સમયે ઓનલાઈન મળી શકતા નથી. કંપનીઓએ પોતાના એન્જિનિયરોને ઈન્ટરનેટનો ઉપયોગ અને ડબલ્યુએચએફવાળા સહકર્મચારીઓની ઉપલબ્ધતાનું શિડ્યુઅલ આપવાનું શરૂ કર્યું છે. સાથે જ એચઆર વિભાગ દરેક કર્મચારીના રહેઠાણ વિસ્તાર, કેબલ ઓપરેટર્સ દ્વારા આપવામાં આવેલી વીબીએન ઊર્જા અને કેટલાક સમય સુધી ઈન્ટરનેટમાં કાપ હોય છે, એ તમામ બાબતોને સ્કેન કરી રહ્યું છે અને તેના અનુસાર કર્મચારીઓનું ડબલ્યુએચએફનું શિડ્યુલ નક્કી કરી રહ્યું છે. કોઈ પણ આઈટી કંપનીમાં સૌથી વધુ વ્યસ્ત વિભાગ એચઆરનો હોય છે. હવે ટીમના લીડર્સને એ સવાલ પરેશાન કરી રહ્યો છે કે, આટલા અવરોધોની સાથે પહેલા જેવી પ્રોડક્ટિવિટી કેવી રીતે પ્રાપ્ત કરો. ટૂંકમાં કહીએ તો મોટા શહેર કોરોનાવાઈરસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે! આ બધી મુશ્કેલીઓ વચ્ચે આપણે પણ પોતાના કામ પ્રત્યે ઈમાનદારી દાખવવી અને સત્યનિષ્ઠાની પરીક્ષામાંથી પસાર થવું પડશે.

અમદાવાદમાં આવેલી જેમ્સ જેનેસિસ ઈન્ટરનેશનલ સ્કૂલ, જે સીબીએસઈ અને કેમ્બ્રિજ બોર્ડ સાથે સંકળાયેલી છે, તેમની સ્કૂલમાં જાપાન, અમેરિકા, ફ્રાન્સ અને ઈરાન સહિત 20 દેશના વિદ્યાર્થીઓ ભણે છે. ગુજરાતમાં સોમવાર સુધી કોરોનાવાઈરસનો એક પણ કેસ જોવા મળ્યો નથી. તેમ છતાં તેના વિદ્યાર્થીઓને તેમના વર્ષભરના પ્રદર્શનના આધારે માર્ક આપવાને બદલે ઘરે માતા-પિતાની દેખરેખમાં પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એટલા માટે લીધો, કેમ કે વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી હતી. આથી સ્કૂલ મેનેજમેન્ટ નથી ઈચ્છતું કે એક મહિના સુધી સ્કૂલ બંધ રાખવાના સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓની મહેનત બેકાર થઈ જાય.

આ સોમવારથી ધોરણ-3થી 8 સુધીના વિદ્યાર્થીઓએ ઘરે જ પોતાની વાર્ષિક પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે. જેમાં તેમની ઈમાનદારી અને સત્યનિષ્ઠાની પણ પરીક્ષા થશે. સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષકોએ પહેલાથી જ 250 કવરમાં પુસ્તકો, નોટ્સ, સ્ટડી મટિરિયલ અને આન્સરશીટ્સ પેક કરી દીધી છે. પરીક્ષા સવારે 11થી 1 દરમિયાન લેવાશે. માતા-પિતા પણ સ્કૂલને સહકાર આપી રહ્યા છે. પરીક્ષા પુરી થયા પછી વાલીઓએ ઉત્તરવહી ત્યાં સુધી સાચવવાની છે જ્યાં સુધી શિક્ષક તેમને લઈ ન જાય.

X
latest article by N raghuraman

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી