તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન અત્યંત કિંમતી છે,તેને સંપૂર્ણ રીતે જીવો

એક વર્ષ પહેલાલેખક: એન રઘુરામન
 • કૉપી લિંક

જો તમારી આસપાસ નાનકડું કોઇ આળસું બાળક હોય અને તેને પ્રેરિત કરવા ઇચ્છો છો, તો તમે તેને વિયેતનામના 10 વર્ષીય ડાંગ વાન ખ્યૂએનની સ્ટોરી સંભળાવી શકો છો, જે અત્યંત પ્રેરણાદાયી વાર્તા છે. બે વર્ષ પહેલાં 15 નવેમ્બરે જ્યારે ડાંગ ઉત્તરી તૂયેન ક્વાંગ પ્રોવિંસમાં પોતાની સ્કૂલના ક્લાસમાં હતો, ત્યારે અચાનક તેના અંકલ દોડતા ક્લાસમાં આવ્યા અને જણાવ્યું કે તેના પિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ડાંગ ધ્રૂજવા લાગ્યો અને પોતાના આંસુઓને રોકી દીધા. માથું ઝુકાવીને તેને પોતાના શિક્ષક પાસેથી ત્રણ દિવસની રજા માંગી, ત્યારબાદ તેણે ત્રણ કિલોમીટર પોતાની જૂની સાઇકલ દ્વારા ત્રણ પહાડો પાર કર્યા. ઘરે તેના અંકલ અને પાડોશીઓએ તેના પિતાની તસવીર શોધવામાં તેની મદદ કરી. કેટલાક લોકોનું કહેવું હતું કે નાની ઉંમરમાં તેની માતાનું મૃત્યુ થઇ ગયું, જ્યારે કેટલાંકનું કહેવું હતું કે તેની માતાએ પિતાથી અલગ થઇને બીજી વાર મેરેજ કરી લીધા હતા અને તેના ગામથી 60 કિમી દૂર રહેવા ચાલી ગઇ હતી. તો તેને પોતાની દાદી સાથે રહેવું પડ્યું હતું, જ્યારે તેના પિતા શહેરથી દૂર મજૂરી કરવા જતા હતા. ગામથી દૂર કામ કરતા તેને અંદાજે પાંચ વર્ષ થઇ ગયા હતા. ડાંગ પોતાની જરૂરત માટે પિતા પર અને ભોજન માટે પોતાની દાદી પર નિર્ભર હતો, પરંતુ થોડા જ વર્ષોમાં તેની દાદીનું નિધન થઇ ગયું. ત્યારબાદ તેની સંભાળ લેનાર ઘરમાં કોઇ વ્યક્તિ રહ્યું ન હતું, આથી તે ઘરમાં એકલો થઇ ગયો. પિતાના અચાનક મૃત્યુ પછી તે ખરેખર એકલો થઇ ગયો હતો. તે પોતાના અંકલને હેરાન કરવા ઇચ્છતો ન હતો કેમકે તે લોકો પણ તેના પરિવારની જેમ ગરીબ હતા. હકીકતમાં તેના શિક્ષકોએ શહેરમાંથી શબ લાવવા અને અંતિમ સંસ્કાર માટે પૈસા ભેગા કર્યા હતા. બંનેના મૃત્યુ પછી તેણે બધું જ કામ જાતે કરતા શીખી લીધું હતું. અત્યારે તે સવારે પાંચ વાગે ઊઠે છે. પિતાની તસવીર જુએ છે, પોતાનો ધાબળો અને ચટાઇને વ્યવસ્થિત વાળીને ખૂણામાં મૂકી દે છે. તેના ઘરમાં આ સિવાય કશું છે જ નહિ. ઘરની છતમાં પણ કાણાં પડેલા છે. તેની સંપતિમાં કેટલાંક વાસણ, ટોપલી અને અન્ય લોકો દ્વારા તાજેતરમાં જ આપવામાં આવેલી કટોરીઓ સામેલ છે. તે રૂપિયા કમાવવા માટે પાંચ કિલોમીટર દૂર એક પહાડ પર પાવડો લઇને જાય છે, કસાવા વૃક્ષના મૂળ ખોદે છે અને તેને વેંચે છે. પોતાની દુનિયામાં રહેવું અને પોતાના ભોજન માટે જાતે શાકભાજીઓ ઉગાડવા આ બધુ કામ કરવાની સમય સાથે તેને ટેવ પડી ગઇ છે. તે પોતાના સાદગીપૂર્ણ ઘરની આસપાસ આવેલા ખેતરમાં કામ કરે છે, પોતાના ભોજન માટે શાકભાજીઓ ઉગાડે છે અને જમવા માટે અન્ય વસ્તુઓ શોધે છે. અનેક વાર એવા દિવસ અને રાત હોય છે કે જ્યારે ઠંડીમાં પોતાની ગોદડીમાં ધ્રુજતો રહે છે અને તેના નાના ઘરની દિવાલની બહાર પવન ફૂંકાતો રહે છે. ડાંગના પાડોશીઓ, સગા સંબંધીઓ અને અજાણ્યા લોકોએ તેની આ પરિસ્થિતિ વિશે સાંભળ્યું છે, તેને દત્તક લેવાના અનેક પ્રસ્તાવ આવી ચૂક્યા છે, પરંતુ તે હંમેશા ના પાડી દે છે. ડાંગના શિક્ષકે સોશિયલ મીડિયા પર તેની સ્ટોરી શેર કરી, જે વાયરલ થઇ ગઇ અને વીડિયોએ વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું. ત્યારથી અનેક આર્થિક પ્રસ્તાવ અને વસ્તુઓની મદદ આવવાની શરૂ થઇ ગઇ છે. તેણે કેટલાંક દાન સ્વીકાર કર્યા, પરંતુ દત્તક માટે સ્પષ્ટ ના પાડી કેમકે તે પોતાની સંભાળ લેવા માટે સક્ષમ છે.હકીકતમાં આ રીતે જીવવું અઘરૂ છે, પરંતુ ડાંગ આવી રીતે જીવવા માટે ટેવાઇ ગયો છે. આટલા પડકારો છતાં તેણે એક દિવસ પણ સ્કૂલમાંથી રજા લીધી નથી. આજે પણ તે સવારે ઉઠે છે, સાઇકલ પર સ્કૂલ જાય છે, પોતાના ક્લાસમાં ભાગ લે છે અને ઘરે પરત આવીને રોજબરોજના કામ કરે છે. આટલી નાની ઉંમરમાં પણ ડાંગ ઘણો જવાબદારો સાબિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો