મેનેજમેન્ટ ફંડા / વધતા પૈસા એ શીખવાડે કે પગ જમીન પર કેવી રીતે રહે

Increasing money will teach you how to stay on the ground

એન રઘુરામન

Jan 10, 2020, 07:53 AM IST
હું ઘણા વર્ષો પહેલા જયારે તેમને પહેલી વાર મળ્યો ત્યારે મેં જોયું કે દિલ્હીમાં હિન્દી પુસ્તકોના એક મોટા પ્રકાશનના આ માલિકે એક વ્યક્તિને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો, જે બપોરે તેમના કર્મચારીઓને ચ્હા પીવડાવી રહ્યો હતો. ત્યારે માલિકની ઉંમર 80 કરતા વધારે હતી. તેમણે ટ્રેમાં રાખેલા ઘણા કપ જોઈને તેમાંથી એક કપ ઉઠાવી લીધો અને મને આપ્યો. પછી એક કપ પોતાના માટે ઉઠાવ્યો અને ચ્હા પીવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કેમ કે, જેમની સાથે સેંકડો કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, તે એ ટ્રેમાંથી ચા લઈને પી રહ્યા હતા, જેમાં કર્મચારીઓ માટે 20થી વધુ કપ મૂક્યા હતા. જયારે મેં તેને કારણ પૂછ્યું તો તરત તેમણે જવાબ આપ્યો કે, 'હું ક્યારેય પણ કેબિનમાં સ્પેશિયલ ચ્હાની ટ્રે મંગાવી શકું છું પણ, જો હું એવા કપમાંથી ચ્હા પીવું છું જે બધા કર્મચારીઓ માટે છે તો મારા કેન્ટીન કર્મચારી પર મારા બધા જ કર્મચારીઓને સારી ચ્હા આપવાનું દબાણ રહેશે કેમ કે, તેમને નથી ખબર કે, હું કયો કપ પસંદ કરીશ.
ત્યારબાદ મારી નજર એવા કેટલાક કર્મચારીઓ પર ગઈ જે ઉંમરલાયક લાગી રહ્યા હતા, તેમણે જાણે મારી આંખો વાંચી લીધી. તેમણે કહ્યું, 'શું તમે એમ વિચારી રહ્યા છો કે, કેટલાક કર્મચારીઓ આટલા વૃદ્ધ કેમ લાગે છે? કેમ કે તે વૃદ્ધ જ છે. તે ખુલીને બોલ્યા અને પછી ક્યુ, 'તેઓ મારા માટે 50 વર્ષથી કામ કરી રહ્યા છે. મારા ઘણા કર્મચારીઓ એવા છે જે મારી સંસ્થામાં ક્યારેય રીટાયર નહિ થાય. મને તેમના જીવનની ગુણવત્તા ખબર છે એટલે હું તેમને ક્યારેય રીટાયર નથી કરી શકવાનો. તેમના જીવનની ગુણવત્તા પ્રભાવિત થશે.' હું એમ વિચારી રહ્યો હતો કે, આ વૃદ્ધ વ્યક્તિએ એક તીરથી બે નિશાન માર્યા. તેમણે એવા લોકોનો ખ્યાલ રાખ્યો જેમને કામનું જનૂન છે અને તેમણે યુવા કર્મચારીઓને સંદેશ પણ આપ્યો કે તેમની કંપની મહેનતુ લોકોનો ખ્યાલ રાખે છે.
જયારે હું તેમના ત્રણ દીકરાઓમાંથી એકની સાથે તેમની આ ખૂબી વિષે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે દીકરાએ એક કિસ્સો સંભળાવ્યો, જેના વિષે માલિકોએ કદાચ વિચાર્યું નહિ હોય. આ એ દિવસોની વાત છે જયારે સંસ્થા પોતાના શરૂઆતી દિવસોમાં હતા અને પૈસાની મોટાભાગે કમી રહેતી હતી. અચાનક ઓફિસની સાફ-સફાઈ કરનાર એકમાત્ર કર્મચારી 15 દિવસ માટે પોતાના ગામડે ચાલ્યો ગયો કેમ કે, તેની માતાનું નિધન થયું હતું. વૃદ્ધ વ્યક્તિના કોઈ પણ દીકરા પાસે આ પ્રકારની કોઈ યોજના ન હતી કે, વોશરૂમની સાફ-સફાઈનું ધ્યાન કોણ રાખશે. ત્યારે તે વૃદ્ધ રોજ 30 મિનિટ પહેલા ઓફિસ આવતા અને વોશરૂમ સાફ કરતા હતા. પછી એક દિવસ અચાનક વહેલા આવી ગયેલા એક કર્મચારીએ તેમને જોઈ લીધા. એ જ કારણ છે કે, તેમની ઓફિસમાં વોશરૂમ કાયમ આટલા ચોખ્ખા રહે છે.
આ બુધવારે દિલ્હીમાં તેમના નિધન બાદ યોજાયેલી શોકસભામાં સામેલ થવા હું પહોંચ્યો. હું ત્યાં પરિવારને સાંત્વના આપવા પહોંચેલા લોકોની ભારે ભીડ જોઈને ભાવુક થઇ ગયો. જયારે તેમની પસંદની એવી વસ્તુઓ, જેનો ઉપયોગ તેમણે દાયકાઓ સુધી કર્યો હતો, નવી ખરીદીને પંડિતોને અપાઈ રહી હતી, ત્યારે દરેકની આંખોમાં આંસુ હતા. એવી માન્યતા છે કે, આત્મા ઈશ્વરના ચરણોમાં જાય તે યાત્રામાં આ બધી વસ્તુઓ કામ આવે છે. તેમાં ઘણી વસ્તુઓ સામેલ હતી. જેમ કે, ટોર્ચ, શાલ વગેરે. તેમાં દૈનિક ભાસ્કર અખબાર પણ હતું, જયારે તેઓ 13 જેટલા છાપા વાંચતા હતા. મને યાદ છે કે, તેમણે મને એક વાર કહ્યું હતું કે, 'જે લોકો પાસે ઓછઓ સમય હોય છે, તેમને હું ભાસ્કર વાંચવાની સલાહ આપીશ કેમ કે, તેમાં દરેક સમાચારનો સાર હોય છે અને નાના-નાના સમાચારો સાથે વૈશ્ચિક સમાચારોના સમાવેશનો પ્રયત્ન કરવામાં આવે છે.'
આ વ્યક્તિ હિન્દી સાહિત્યના સૌથી મોટા પ્રકાશનોમાંથી એક 'પ્રભાત પ્રકાશન'ના માલિક શ્યામ સુંદર જી, જેમનું તાજેતરમાં જ 92વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. ફંડા એ છે કે, આપણા પૂર્વજોને જીવન, કર્મચારીઓ અને વેપાર સંભાળવાની વધારે સારી સમજ હતી કેમ કે, તેમના ખાતામાં ભલે પૈસા ગમે તેટલા વધી ગયા હોય પણ તેમના પગ કાયમ જમીન પર જ રહ્યા.
X
Increasing money will teach you how to stay on the ground

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી