મેનેજમેન્ટ ફંડા / આજના યુગમાં સારી વ્યક્તિ હોવું સૌથી મોટી યોગ્યતા છે

In today's age, the best fit is to be a good person

એન રઘુરામન

Jan 16, 2020, 07:40 AM IST
કોલકાતા એરપોર્ટમાં અંદર આવી રહેલા આ બધા યાત્રીઓ જો શકતા હતા કે મમતા અગ્રવાલ બેગેજ ટ્રોલી પર સંપૂર્ણ રીતે ઝૂકેલી હતી એટલું જ નહિ પણ પોતાના પતિ તોલારામ પર પણ, જે કોઈ પણ હવાઈ યાત્રી માટે અસામાન્ય છે. તેમની કરોડરજ્જુ પર બરાબર કમર પર જાડો ઓર્થોપેડિક બેલ્ટ બંધાયેલો હતો, જેને જોઈને સ્પષ્ટ દેખાતું હતું કે તેમની કરોડરજ્જુમાં કોઈ મોટી મુશ્કેલી છે.
મમતાના એરપોર્ટ પરના ખરાબ અનુભવની શરૂઆત મંગળવારે સવારે લગભગ 10.15 વાગ્યેથી થઇ, જયારે તેઓ અને તેમના પતિ કોલકાતા એરપોર્ટ પર ડિપાર્ચર ગેટ 2a પર પહોંચ્યા. જયારે તેમણે ગેટ પર ઉભેલા સીઆઈએસએફના સુરક્ષાકર્મીને વ્હિલચેર વિષે પૂછ્યું તો તેણે તે લોકો જે એરલાઇનથી યાત્રા કરી રહ્યા હતા તેનો સંપર્ક કરવાનું કહ્યું. સહારા માટે તે સામાનની ટ્રોલી પર ઝૂકીને જ સ્પાઇસજેટ કાઉન્ટર પર પહોંચી. ત્યાંથી તેમને કાઉન્ટર નંબર 15 પર જવાનું કહેવામાં આવ્યું. જયારે તેમણે કાઉન્ટર પર વિનંતી કરી તો એકઝ્યુકેટિવે તેમને કહ્યું કે, તે શક્ય નથી. એ મહિલા એકઝ્યુકેટિવનો સીધો જવાબ હતો કે, 'તમે ટિકિટ બુક કરતી વખતે આ માટે રિકવેસ્ટ કેમ ના કરી? હવે વ્હીલચેર મળવું મુશ્કેલ છે.' મમતા અને તેમના પતિ દ્વારા કરવામાં આવેલી તમામ દલીલોને એ મહિલાએ સાંભળી-નાસાંભળી કરી દીધી. ત્યાં સુધી કે, તોલારામે તેમની પત્નીની કરોડરજ્જુની સમસ્યા વિષે પણ જણાવ્યું. એમ પણ જણાવ્યું કે, ગુરુવારે કોયમ્બતૂરની ગંગા હોસ્પિટલમાં ઓપરેશન છે અમે હોસ્પિટલ સર્જરીના કાગળ પણ બતાવ્યા, પણ એરલાઇન સ્ટાફ ટસનો મસ થયો નહિ. ત્યાં સુધી કે, બીજા યાત્રી દ્વારા તેમને સમજાવવું પણ બેકાર સાબિત થયું.
ત્યારે એક યાત્રી જે લાઈનમાં પાછળ ઉભો હતો, તે આગળ આવ્યો અને એરલાઇન સ્ટાફને વિનંતી કરી કે, બધી જ ઔપચારિકતાઓ ભૂલીને વ્હિલચેર ઉપલબ્ધ કરાવે કેમ કે, મમતા દુઃખમાં છે અને એ બધાને દેખાતું હતું કે તેમને મદદની જરૂર છે. એ યાત્રીએ કાઉન્ટર નંબર 16 પાસે, માત્ર 10 મિત્રની દૂરી પર રાખવામાં આવેલી ડઝનથી વધારે વ્હિલચેર તરફ ઈશારો કર્યો. પણ એરલાઇન સ્ટાફ પોતાની વાત પર અડેલો રહ્યો કે, એ વ્હિલચેર્સ એ યાત્રો માટે જ છે જેમણે પહેલેથી બુક કરાવી હોય અને તેને હટાવી શકાય નહીં. આટલું જ નહિ એકઝ્યુકેટિવે વધુમાં કહ્યું કે, 'તમે કોલ સેન્ટર પર ફોન કરો અને ત્યાં રિકવેસ્ટ કરો. હું તમને આ વ્હિલચેર આપી શકીશ નહિ. તમે એકબાજુ ખસી જાવ અને મારો સમય ના બગાડશો.' આ દરમિયાન એક અન્ય યાત્રીએ એરપોર્ટ સાયરેક્ટરની ઓફિસમાં ફોન કરી દીધો અને થોડી જ મિનિટોમાં એક સિનિયર એરલાઇન એકઝ્યુકેટિવ આવી ગઈ અને તેણે વ્હિલચેરની વ્યવસ્થા કરી. તેણે મમતાને પડેલી મુશ્કેલી માટે તેમની માફી પણ માંગી.
વરિષ્ટ અધિકારીએ એટલે પણ માફી માંગી કેમ કે, મામલો માત્ર ઉપરી અધિકારીઓ સુધી પહોંચ્યો હતો એટલું જ નહિ પણ યાત્રીઓ આ વિવાદનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી રહ્યા હતા. રોચક વાત એ છે કે, જે એકઝ્યુકેટિવે વ્હિલચેર આપવા માટે ના કહી હતી તેણે કોઈ પણ પ્રકારની માફી માંગી નહિ. હવે મારો પ્રશ્ન એ છે કે, શું એ સમજવું એટલું મુશ્કેલ હતું કે, યાત્રીને ચાલવામાં તકલીફ થઇ રહી છે અને અને તેને મદદની જરૂર છે? તે કદાચ નિયમ મુજબ વ્હિલચેર અગાઉથી બુક કરવાનું ભૂલી ગયા હશે, જે સુવિધા આમ પણ વિનામૂલ્યે અપાય છે. જો આ સુવિધા માટે પૈસા લાગતા હોત તો શું એરલાઇન કર્મચારીએ કંપનીની રેવન્યુ વધારવા માટે પૈસા ના લીધા હોત? આપણે જાણીએ છીએ, તેઓ આમ જરૂર કરત. વ્હીલચેર આપવાની ના કહેનારી આ યુવાન એકઝ્યુકેટિવનો વ્યવહાર આપણા સમાજના ઉછેરની પદ્ધતિ અને શિક્ષણ પર પ્રશ્નો ઉભા કરે છે. શું આપણે શાળામાં શિક્ષણ સિવાય કોઈના સારા કામોને સન્માનિત કરીએ છીએ? શું આપણે માર્ક્સની દોડમાં બાળકોને માનવતા પાઠ પણ શીખવીએ છીએ? જો આ સવાલોનો જવાબ ના છે, તો આપણે એ એકઝ્યુકેટિવ જેવા યુવાનો પાસેથી માનવતા સભર વ્યવહારની આશા કેવી રીતે રાખી શકીએ? ફંડા એ છે કે, તમે કઈ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે, તેનાથી કોઈ ફેર પડતો નથી. આ કળયુગમાં સારા માણસ હોવું તે જ સૌથી મોટી યોગ્યતા છે તે વાતમાં કોઈ શંકાને નથી.
X
In today's age, the best fit is to be a good person

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી