મેનેજમેન્ટ ફંડા / માનસિક સ્વાસ્થ્યને અવગણવું એ બુદ્ધિહીન છે

Ignoring mental health is irrational

એન રઘુરામન

Jan 07, 2020, 07:35 AM IST
છેલ્લા અઠવાડિયે એક પારિવારિક મિલનમાં મારી મુલાકાત દૂરના એક સંબંધી સાથે થઇ, જે છેલ્લા બે દાયકાથી કોલકાતાના મશહૂર સ્કૂલના પ્રિન્સિપાલ છે. આ દરમિયાન તેણે 7થી 9 ધોરણ સુધી બાળકો સાથે જોડાયેલી તેવી વાતો જણાવી કે હું અંદરથી હલી ગયો. મોટાભાગની ઘટનાઓ ભયાનક હતી અને જેમાં બાળકોએ પોતાનો જીવ દાવ પર લગાડી દીધો હતો. જેમ કે એક બાળકીએ હોમવર્ક ન કર્યું તો કારણ પૂછવા પર પોતાની નસ કાપી નાખી. અથવા તો ઝઘડો થવા પર એકબીજાનું ગળું દબાવી દીધું. કેટલીક ઘટના તો મૂર્ખામીથી ભરેલી હતી, જેમ આઠમાં ધોરણના બે બાળકોએ મેરેજ માટે એગ્રીમેન્ટ સાઇન કર્યું અને તે જ ક્લાસના છોકરાઓ સાક્ષી બન્યા. અમદાવાદના એક સ્કૂલની ટીચર સ્તબ્ધ થઇ ગઇ જ્યારે તેને એક નોટ મળી, જેના પર કોઇ છોકરીએ 'આઇ લવ યૂ' લખેલું હતું. જે છોકરા પર તેઓને શક હતો, તેની ટીચરને જણાવ્યું કે તે છોકરીને પસંદ તો કરે છે અને તેની માટે 'લાઇક'(પસંદ) અને 'લવ'(પ્રેમ) શબ્દ એક જ છે. છોકરીએ નોટનો અસ્વીકાર કર્યો. આ સ્કૂલમાં ત્રીજા ધોરણની છોકરીઓ પ્રેમ સંબંધ વિશે વાત કરી રહ્યા હતા અને એક-બીજાનું નામ છોકરાઓ સાથે જોડી રહી હતી. જ્યારે ટીચરે ક્લાસમાં વહેતી પ્રેમની લહેરને શાંત કરવાનો પ્રયત્ન કર્યો તો બાળકોને કહ્યું, 'તેઓને આમાં મજા આવે છે'. ઇન્ટરનેટની જેમ પ્રેમ પણ તેને નાની ઉંમરમાં પોતાનો શિકાર બનાવી રહ્યા છે.
હકીકતમાં બાળકોને આકર્ષણ અને પ્રેમ વિશે અનેક માધ્યમોથી જાણ થઇ રહી છે, મુખ્યરૂપથી મોબાઇલ ઇન્ટરનેટથી. પરંતુ તે આવી ભાવનાઓનો સામનો કરવા ક્યારેક જ કોઇ મોટી વ્યક્તિની મદદ લે છે. અમેરિકામાં થયેલું એક રીસર્ચ જણાવે છે કે 10 વર્ષની ઉંમર સુધી દરેક બાળક સેક્સ અને હિંસા સાથે જોડાયેલી ઓછામાં ઓછી 10 હજાર ઘટનાઓનો શિકાર થાય છે. એટલે કે રોજ આવી 3 ઘટનાઓનો સામનો કરે છે. અને આ કારણ હોય છે કે તે કેવો વ્યવહાર કરે છે, જેવી કોલકાતા અને અમદાવાદના બાળકો કરી રહ્યા છે. આ વ્યવહાર માત્ર આ શહેરો સુધી સીમિત નથી પરંતુ દરેક જગ્યાએ ઝડપથી ફેલઇ રહ્યો છે.
આ ટ્રેન્ડને સમજવા માટે મુંબઇની કેટલીક સ્કૂલોમાં હવે દર અઠવાડિયે કાઉન્સિલિંગ સેશન યોજાય છે, જ્યાં કોઇ પણ વિષયના ટીચરની જેમ કાઉન્સેલર ક્લાસમાં આવે છે અને બાળકો સાથે તે મુદ્દાઓ વિશે વાત કરે છે, જેના પર સામાન્ય રીતે ચર્ચા થતી નથી. સ્કૂલ જતા કોઇ બાળકો માટે પોતાના વિચારોને બધાની સામે ખુલીને વ્યક્ત કરવું મુશ્કેલ થાય છે કેમકે તેઓને ડર સતાવે છે લોકો તેના વિશે શું વિચારશે અથવા તે સ્કૂલ અથવા ક્લાસમાં એકલા ન પાડી જાય. કાઉન્સિલર સ્વસ્થ મનની માટે સારા ખોરાકથી લઇને આત્મહત્યા, સેક્સ્યુઆલિટી અને સંબંધો જેવા વિષયો પર વાત કરે છે.
કેટલાક પીરિયડ્સમાં કાઉન્સિલર બાળકોને હિંમતથી લડાઇ કરવાની, પોતાની સંભાળ રાખવાની અને ભાવનાઓ વિશે જણાવે છે. આ કારણોસર હવે કાઉન્સિલર સાથે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરે છે. આ બદલાવ આથી આવી રહ્યો છે કે કેમકે બીજા વિદ્યાર્થીઓ ચીડાવશે તે ડરથી અનેક વિદ્યાર્થીઓ સીધા કાઉન્સિલરની ઓફિસમાં જવાથી ડરે છે. બાળકો એ નથી સમજી શકતા કે માનસિક રોગ, તાવ અથવા શરદી-ઉધરસ જેવા જ હોય છે, જે બહારની પરિસ્થિતિઓ વધી શકે છે. સાથે જ જ્યારે કોઇ સાથીને કહે છે કે 'આ મેન્ટલ છે, મેં જોયું છે આ આજે કાઉન્સિલરની ઓફિસમાં ગયો હતો. તો તે દુ:ખી થાય છે.
શરીરમાં બાયોલોજિકલ પરિવર્તન થાય છે, આ કારણોસર મેન્ટલ હેલ્થ પ્રભાવિત થાય છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીઆઇએસએસ) દ્વારા સંચાલિત 'આઇકોલ' હેલ્પલાઇને તાજેતરમાં જ મુંબઇની કેટલીક સ્કૂલ સાથે જોડાણ કર્યું છે. ટીઆઇએસએસ એવા લોકોની મદદ કરે છે અને આલોચના વગરનો માહોલ બનાવે છે, જે પોતાને અસુરક્ષિત અનુભવ કરે છે અથવા જેનો આત્મહત્યાનો વિચાર આવે છે. આ માટે એક સમર્પિત પ્રોગ્રામ કોર્ડિનેટર હોય છે. વિદ્યાર્થીઓ સ્કૂલ પછી આ હેલ્પલાઇનનો ઉપયોગ કરે છે. તે ઇચ્છે તો તેનું નામ ગુપ્ત પણ રાખી શકે છે.
ફંડા એ છે કે પેરેન્ટ્સ અને શિક્ષક તરીકે આપણે આ દિશામાં કામ કરવું પડશે કે માનસિક રોગને શરમજનક અથવા કલંક ન માનવા કેમકે આ કોઇ પણ અન્ય બિમારીની જેમ છે, જે કોઇને પણ, ક્યારેય પણ થઇ શકે છે. જો આવું કરવામાં ન આવે તો આપણા ભવિષ્ય પર તેની ખરાબ અસર પડશે.
X
Ignoring mental health is irrational

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી