મેનેજમેન્ટ ફંડા / ગ્રાહકોની ઈચ્છાઓ ઓળખીને તેમને તેનો અહેસાસ વેચો

Identify customers wishes and sell them their senses

Divyabhaskar.com

Jan 19, 2020, 07:34 AM IST

જોન ડેનવરે 1966માં 'લિવિંગ ઓન આ જેટ પ્લેન' ગીત લખ્યું હતું અને તેને પ્રખ્યાત ગ્રુપ પીટર, પૉલ અને મેરીએ રેકોર્ડ કર્યું હતું. ગીતનું મૂળ શીર્ષક 'વેબ આઈ હેત ટુ ગો' હતું, પણ ત્યારે ડેનવરના પ્રોડ્યુસર રહી ચૂકેલા ઓકુને તેને ટાઇટલ બદલવા માટે મનાવી લીધો કેમ કે, તેઓ જાણતા હતા કે, એ વિકસિત દેશોમાં ત્યારે જેટ પ્લેનમાં સફર કરવાનું જનૂન હતું. અને મિલ્ટ સાચા હતા કેમ કે, જયારે ગીત 1969માં રિલીઝ થયું, ત્યારે અમેરિકામાં ગીતોની પ્રસિદ્ધિના આધારે રેટિંગ આપનારા 'બિલબોર્ડ હોટ 100'નું નંબર 1 ગીત બની ગયું. માત્ર અમેરિકામાં જ નહિ પણ આ ગીત કૅનેડામાં પણ નંબર 1 અને પછી બ્રિટન તેમજ આઈરિશ ચાર્ટ્સમાં પણ નંબર 2 પર રહ્યું.

આ ગીતને 51 વર્ષ પછી, ભારતમાંઆંત્રપ્રિન્યોર્સ અને ઉપભોકતા ભારતીય રેલવેની સાથે જોન ડેનવરના ગીતના રાસ્તે ચાલી રહ્યા હતા, જે તેજસ એક્સપ્રેસના માધ્યમથી એરલાઇન જેવી લકઝરી હવે ટ્રેનમાં આપી રહ્યા છે. રેલવેની સહાયક કંપની આઈઆરસીટીસી દ્વારા શુક્રવારે મુંબઈ-અમદાવાદ રૂટ પર બીજી તેજસ એક્સપ્રેસ શરૂ કરાઈ છે. પહેલી ટ્રેન લખનૌ-દિલ્હી વચ્ચે લગભગ સાત વર્ષથી ચાલી રહી છે. પણ રવિવારે આ લેખને રેલવેમાં ટ્રાવેલ અનુભવ સમજીને નકારી ના દેતા. કેમ કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, એરોપ્લેનમાં બેસવાનું સપનું હવે બહુ આગળ વધી ગયું છે. શું તમને યાદ છે કે, 1960ના દાયકામાં બોમ્બેના સાંતાક્રુઝ એરપોર્ટ પાસે બાળકોના પાર્કમાં પ્લેનનું પહેલું મોડલ બનાવામાં આવ્યું હતું, જેમાં બાળકો ચડીને રમી શકતા હતા.

ત્યારે એ દરેક બાળકનું સપનું હતું. હવે પ્લેનનું એ સપનું નાના શહેરોમાં પહોંચ્યું છે એટલું જ નહિ પણ રેસ્ટોરન્ટનું રૂપ લઈને નવા અવતારમાં આવી ગયા છે! જી હા, તમે સાચું જ વાંચ્યું. તમે ટૂંક સમયમાં જ પત્ની સાથે એરોપ્લેન રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઈટ ડિનર કરી શકશો. જો આજે જોન ડેનવર જીવતા હોત તો તેમણે પોતાનું ગીત ફરી લખવું પડત- 'ઈટિંગ ઓન અ જેટ પ્લેન!' કેમ કે, પ્લેનમાં જમવાની કલ્પના હવે સાચી થઇ રહી છે. પહેલું એરોપ્લેન હોટલ દહેરાદૂન પહોંચી ચૂક્યું છે અને ગુજરાતના વડોદરા માટે બીજું એરક્રાફ્ટ બની રહ્યું છે. આ પ્લેન રેસ્ટોરન્ટ બેંગ્લુરુમાં બની રહ્યા છે. આ એરોપ્લેન થીમ વાળા રેસ્ટોરન્ટમાં એરબસ એ320 મોડલની નકલ છે જે 123 ફુટ લાંબા છે અને પાંખોની પહોળાઈ 115 ફૂટ છે. દેશમાં આ પહેલા જે એરપોર્ટ રેસ્ટોરન્ટ બન્યા છે તે ભંગારમાંથી બન્યા હતા, પણ બેંગ્લુરુની રોયલ નાગ એવિએશન કંપની બિલકુલ નવા એરક્રાફ્ટ બનાવી રહી છે અને તેની અંદર રેસ્ટોરન્ટ ફિટ કરી રહી છે.

એક એરક્રાફ્ટની આખી બોડી બનાવવામાં ઓછામાં ઓછઓ 6 મહિનાનો સમય ;લાગે છે. તેનું ઇન્ટિરિયર અદ્દલ એરક્રાફ્ટ જેવું બનાવવામાં આવે છે, જેમાં સીટો પણ સામેલ છે. તે સિવાય આમ તે બધું જ હશે જે એરક્રાફ્ટમાં હોય છે, જેમ કે, કૉકપિટ, કાર્પેટ અને ત્યાં સુધી કે પ્લેનની અંદર સંભળાતો ઝીણોઝીણો અવાજ પણ હશે. એમાં 100 સીટ્સ છે. 50 ડાઈનર્સ માટે પંખા પર સીટ છે, જ્યાં તેઓ કુદરતી સૌંદર્ય જોઈ શકશે. સ્વાભાવિક છે કે, આ સીટ્સ માટે પ્રીમિયમ ચાર્જ હશે, જે રીતે સામાન્ય રેસ્ટોરન્ટ પણ એસી માટે વધારાના પૈસા લે છે. લગભગ 1.8 કરોડના બજેટમાં બનેલા આ પ્લેન રેસ્ટોરન્ટને અલગ-અલગ પાર્ટમાં ખોલીને, 4 ટ્રેલર્સ(મોટા ટ્રક) પર લાદીને મોકલવામાં આવશે અને વડોદરા પહોંચવામાં તેને 15 દિવસનો સમય ;લાગશે. પણ, જે રીતે જોન ડેનવર પોતાના ગીતમાં કહે છે 'મારી સાથે બેગ પેક છે, હું જવા તૈયાર છું' તે રીતે આ કલ્પનાઓની ઉડાન ભરનારા એરોપ્લેન રેસ્ટોરન્ટમાં જમવા માટે તમારે બેગ પેક કરવાની જરૂર નથી. તમે બેગ વિના જય શકો છો.

X
Identify customers wishes and sell them their senses
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી