મેનેજમેન્ટ ફંડા / ખુશી આપનારી ઇમાનદારી આદત બની જાય છે

Honesty becomes a habit of happiness

એન રઘુરામન

Jan 14, 2020, 08:28 AM IST

સોમવારે સવારે યુએઇ રજા માણવા ગયેલા મારા એક મિત્રએ ગભરાતા મને ફોન કર્યો. તેણે મને પૂછ્યું, 'હું શારજાહ, યુએઇના એક મોલમાં કેમેરો ભૂલી આવ્યો છું. શું તું કોઈને જાણે છે જે તેને પાછું મેળવવામાં મારી મદદ કરી શકે?' મેં કહ્યું કે તે શારજાહ પોલીસના લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઓફિસ જતો રહે અને રિપોર્ટ કરે. તેણે એવું કરવામાં થોડી શંકા થઈ રહી હતી. તેને મને પૂછ્યું, 'પાક્કું? હું અહીં થોડા જ દિવસ માટે આવ્યો છું અને પોલીસની માથાકૂટમાં ફંસાવા નથી ઈચ્છતો.'

ત્યારે મેં તેને જણાવ્યું કે કેવી રીતે એક સઉદી પ્રવાસી શારજાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિજિટલ કમેરો ભૂલી ગયો હતો અને તેને એ પાછો મળી ગયો. તેના માટે તે પ્રવાસી ખૂબ આભારી હતો અને 2018માં આ બાબત સમાચારમાં પણ રહી હતી. પછી મેં શારજાહ પોલીસનો ગર્વથી ભરેલો પસંદીદા ડાયલોગ રિપીટ કર્યો, 'જ્યાં સુધી શારજાહ પોલીસ કોઈ સામાન શોધી નથી શકતી ત્યાં સુધી તેને ગુમ થઈ ગયેલું ન માનો.'

જ્યારે હું પોતાના મિત્રને વોટ્સએપ પર આ ઘટના વિશે જણાવી રહ્યો હતો તો તેણે વ્યંગાત્મક રીતે પૂછ્યું, 'આપણાં દેશમાં આવું કોઈ પોલીસ સ્ટેશન અથવા પોલીસ ઓફિસર છે જે સતત આવું કામ કરી રહ્યા હોય અને શારજાહ પોલીસ જેવી વાત ગર્વથી કહી શકતા હોય?'

મેં આવા લોકોને શોધવાનું શરૂ કર્યુ અને મને અનેક લોકો મળ્યા. તેમાંથી એક છે રાંચીમાં ટ્રાફિક અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઇ) દેવેન્દ્ર કુમાર સિંહ, જેમણે સાબિત કર્યુ છે કે તે એવા પોલીસવાળા છે જેને જ્યારે કોઈ પણ સામાન મળ‌ે છે તો તે પોતાની ડ્યુટીની મર્યાદાઓ પાર કરીને પણ મદદ કરે છે.

હાલમાં 4 જાન્યુઆરીના સ્પેશિયલ ઓક્જિલરી પોલીસમાં હજારીબાગમાં તૈનાત કોન્સ્ટેબલ લિબનસ તિર્કે પોતાની કિસ્મતને ધુત્કારી રહ્યા હતા, જ્યારે તેમણે રાંચીમાં પોતાનું વોલેટ ગુમાવી દીધું જેમાં કેશ, એટીએમ ડેબિટ કાર્ડ, આર્મી કેન્ટીન કાર્ડ અને આધાર કાર્ડ હતું. તેમની કિસ્મત સારી હતી કે વોલેટ એએસઆઇ દેવેન્દ્રના હાથ લાગી ગયું. જોકે, વોલેટમાં કોઈ કોન્ટેક્ટ નંબર અથવા ઇ-મેલ ન હતું એટલે દેવેન્દ્રને તેના માલિકને શોધવામાં સમય લાગ્યો. પહેલા તેણે વોલેટ વિશે ટ્રાફિક પોલીસના વોટ્સએપ ગ્રૂપમાં પૂછ્યું પરંતુ કોઈને પણ ગુમ થયેલા વોલેટની ફરિયાદની માહિતી ન હતી એટલે દેવેન્દ્રએ નક્કી કર્યુ કે વોલેટમાં રાખેલા કાર્ડ્સથી માલિક વિશે જાણવામાં આવે. તે પહેલા આધાર નામાંકન કેન્દ્ર ગયા અને ત્યાંના સ્ટાફને પૂછ્યું કે શું વોલેટમાં મળેલા આધાર કાર્ડથી કોઈ મોબાઇલ નંબર જોડાયેલો છે પરંતુ એવો કોઈ નંબર ન હતો. પછી તે એસબીઆઇ ગયા અને ડેબિટ કાર્ડના માલિકની માહિતી મેળવવાના પ્રયાસ કરવા લાગ્યા. અહીં સદનસીબે તેમને તિર્કે સાથે જોડાયેલી માહિતી મળી ગઈ. પછી 9 જાન્યુઆરીના તિર્કે તે સમયે ઉછળી ગયા જ્યારે તેમને એસબીઆઇથી ફોન આવ્યો. ટેલિફોન લાઇન પર મોજૂદ વ્યક્તિએ પૂછ્યું, 'શું તમારું વોલેટ ખોવાઈ ગયું છે જેમાં ડેબિટ કાર્ડ પણ હતું?' તિર્કે 11 જાન્યુઆરીના દેવેન્દ્રના ટ્રાફિક પોસ્ટ ગયા જ્યાં તેમને વોલેટ આપવામાં આવ્યું જેમાં એ તમામ વસ્તુઓ એવી જ હતી. દેવેન્દ્ર કુમાર સિંહ પોતાના હસમુખ અને મદદગાર સ્વભાવ માટે જાણીતા છે અને તેમના સાથી તેમને નેક બંદા કહીને પોકારે છે.

દેવેન્દ્ર 2000માં પોલીસ ફોર્સ સાથે જોડાયેલા હતા અને 2016માં તેમનું રાંચી ટ્રાફિક પોલીસમાં ટ્રાંસફર થયું. તેમને અનેક પર્સ અથવા વોલેટ, પેપર્સ કે મોબાઇલ ફોન મળતા રહ્યા છે. તે માત્ર માલિકની તપાસ કરે છે પરંતુ એ પણ સુનિશ્ચિત કરે છે કે સામાન સુરક્ષિત પહોંચી જાય. આ સિવાય ટ્રાફિકમાં ફંસાયેલા વૃદ્ધ, બાળકો અને દર્દીઓને પણ કાયમ દેવેન્દ્રની મદદ મળતી રહી છે. એટલે તેમાં કોઈ આશ્ચર્ય નથી કે રાજ્ય અને જિલ્લા પોલીસે ઓછામાં ઓછું 72 વખત તેમને તેમની સેવાઓ માટે રોકડ પુરસ્કાર અને પ્રશંસા પત્રોથી સન્માનિત કર્યા છે. ગયા વર્ષે તેમને પોતાની વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિના પોલીસ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા.

X
Honesty becomes a habit of happiness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી