મેનેજમેન્ટ ફંડા / અતિથિ દેવો ભવ:શીખવાનો યોગ્ય સમય!

Guest Gods: Time to learn!

એન રઘુરામન

Mar 20, 2020, 07:42 AM IST
મહાભારતમાં એક નાનકટો અધ્યા છે, જેનું નામ છે - ‘આશ્વમેધિક પર્વ ના વૈષ્ણવ ધર્મ પર્વનો અધ્યાય 92’. જેનો શ્લોક ‘અભ્યાગતં શ્રાન્તમનુવ્રજન્તિ દેવાશ્ચ સર્વે પિતરોગ્નયશ્ચ. તસ્મિન દ્વિજે પૂજિતે પુજિતા: સ્યુ-ર્ગતે નિરાશા: પિતરો વ્રજન્તિ. એટલે કે, જ્યારે થાકેલો અતિતિ ઘરે આવે છે, ત્યારે તેની પાછળ-પાછળ સમસ્ત દેવતા, પિત્રદેવ અને અગ્નિ પણ પદાર્પણ કરે છે. જો એ અતિથિની પૂજા કરવામાં આવે તો તેની સાથે એ તમામ દેવતાઓની પણ પૂજા થઈ જાય છે અને તેના નિરાશ પરત ફરવાની સ્થિતિમાં દેવતા પણ હતાશ થઈને પાછા ફરે છે’. જોકે, આ અશ્વમેઘ યજ્ઞ પછી ભગવાન શ્રીકૃષ્ણનો યુધિષ્ઠિરને આપવામાં આવેલો ધર્મોપદેશ હતો. મને આ શ્લેક અને પ્રસંગ મુંબઈમાં મારા એક મિત્રના કારણે યાદ આવ્યો.
મારો આ મિત્ર ગુરુવારે સવારે એટલા માટે ચીડાઈ ગયો હતો, કેમ કે એક દૂરના સંબંધિએ વહેલી સવારે 5 કલાકે તેના ઘરે આગમન કર્યું હતું. કારણ એટલું જ હતું કે, એ સંબંધીના ઘર સુધી જનારી બસ કોરોનાવાઈરસના કારણે રદ્દ કરી દેવાઈ હતી. આ સાંભળ્યા પછી મિત્રને સમજાવ્યું કે, ‘એ બિચારો શું કરતો. કેમ કે કોફી શોપથી માંડીને હોટલ સુધી તમામ બંધ છે. આવવા-જવા માટે પણ ગાડીઓ નથી મળી રહી.’ મિત્રએ કહ્યું, ‘હું તેની મુશ્કેલી સમજું છું, પરંતુ ફોન કર્યા વગર કોઈના ઘરે કેવી રીતે પહોંચી જવાય?’ મેં દલીલ આપતા કહ્યું, ‘માની લે, જો એ તને ફોન પણ કરતો તો એ સમયે રાતના 3.30 વાગ્યા હોત અને ત્યાર પછી તારી દોઢ કલાકની ઊંઘ ખરાબ થઈ જતી.’ આ સાંભળીને તે શાંત તો થયો, પરંતુ તે એક વણનોતર્યા અતિથિના આગમનથી ખુશ ન હતો. આપને જણાવી દઉં કે તેનું ઘર મુંબઈમાં 20 કરોડની કિંમતનું સી-ફેસિંગ એપાર્ટમેન્ટ છે. આટલા મોંઘા ઘરમાં રહેવા છતાં પણ એક અતિથિના કારણે તે ખુશ ન હતો.
એ જ સમયે મેં ઉપર લખેલો શ્લોક સંભળાવ્યો, જે ઉજ્જૈનમાં રહેતા મારા એક બીજા મિત્રએ મોકલ્યો હતો. મેં મારા મુંબઈવાળા મિત્રને સમજાવ્યો કે, ‘તિથિ’નો અર્થ થાય છે કે, નક્કી થયેલો સમય, જ્યારે ‘અતિથિ’નો અર્થ થાય છે કે એક એવો વ્યક્તિ જે કોઈ પણ આગોતરી સુચના વગર પહોંચી જાય. મેં કહ્યું, તારો સંબંધી થાકેલો હતો અને મુંબઈ જેવા મહાનગરમાં અહીં-તહીં ભટકી રહ્યો હતો, એટલે એ તારી પાસે મદદની આશા લઈને પહોંચ્યો હતો. તારે તો ખુદને નસીબદાર સમજવો જોઈએ, કેમ કે આટલી ભાગંભાગવાળી તારી જિંદગીમાં કદાચ જ તને કોઈ અતિથિના સ્વાગતની તક મળતી હશે. આથી જો આજે તને આ તક મળી છે તો તારે કંઈક સારું કરવું જોઈએ. જોકે, આજના યુગમાં જો આપણે બાળકો સાથે આમ કરીએ તો તે આપણા પર એમ કહીને ગુસ્સે થઈ જશે કે, અમે તેમના અંગત જીવનમાં હસ્તક્ષેપ કર્યો છે. આજની ‘મોર્ડન કોડ ઓફ કન્ડક્ટ’વાળી દુનિયામાં કોઈ અજાણ્યા અતિથિનું સૂર્ય નિકળતા પહેલાં ઘરે આવી જવાને ખોટા વ્યવહાર તરીકે ગણવામાં આવે છે. મુસાફરી પર પ્રતિબંધ, વેપાર-ધંધા બંધ અને લોકોને અનિવાર્ય જરૂરિયાત વગર ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ કોરોનાવાઈરસના ફેલાતા ચેપને રોકવાના ઉપાય છે. જોકે, આ રોગચાળાનું અસલી સમાનધાન (એન્ટીડોટ) લોકોને એક-બીજાથી અલગ કરવા (સેગ્રિગેશન) નહીં, પરંતુ એક-બીજાનો સહયોગ કરવો (કો-ઓપરેશન) છે.
એવો સહયોગ, જે માનવીયતાનું માથું ઊંચું કરે, એવો સહયોગ જે સદીઓથી આપણા દેશની ઓળખ આપી રહેલા ‘અતિથિ દેવો ભવ:’ના અર્થને સાબિત કરે. આવા રોગચાળાએ કરોડો લોકોનો જીવ લીધો છે. તેમ છતાં જે વસ્તુએ દુનિયાને ફરીથી ઊભી કરી અને ધરતીને ફરીથી જીવવાને લાયક બનાવી રાખી, એ સહયોગની ભાવના છે અને એટલા માટે જ આપણાં પૂર્વજોએ આપણને માનવીયતાથી સૌથી ઊંચે રાખવાનું શીખવાડ્યું છે, જેનો સીધો અર્થ અલગ રહેવું અને એકાંતવાસ નથી, સાથે મળીને મુસિબતોનો સામનો કરવાનો છે. આજે અલગ રહેવાનો સ્પષ્ટ અર્થ સરકાર દ્વારા અસ્થાયી રીતે લગાવવામાં આવેલા એવા પ્રતિબંધ છે, જેનાથી આ રોગચાળા પર કાબુ મેળવી શકાય.
ફંડા એ છે કે, આજની મુશ્કેલ સ્થિતિને જોતાં દરેક વ્યક્તિએ ખુદને અલગ રાખવામાં સમજદારી રાખવી જોઈએ, પરંતુ યાદ રાખો કે આ બાબત માત્ર થોડા સમય માટે જ હોવી જોઈએ, નહીં કે આપણે તેને પોતાની કાયમી ટેવ બનાવી લઈએ.
X
Guest Gods: Time to learn!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી