મેનેજમેન્ટ ફંડા / બાળકોને 'નો સ્માર્ટફોન' ચેલેન્જ આપીને જુઓ!

Give kids a 'no smartphone' challenge!

એન રઘુરામન

Oct 10, 2019, 07:35 AM IST

આજની દુનિયામાં જ્યાં ઘણાં લોકો સ્માર્ટફોન વગર જીવવાની કલ્પના નથી કરી શકતા, ત્યાં જ ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારની 29 વર્ષની ઇલેના મુગડને સંકલ્પ કર્યો છે કે તે ક્યારેય સ્માર્ટફોનને હાથ પણ નહીં લગાવે. મને ખરેખર આશ્ચર્ય નહીં થાય જો ઇલેના આગામી વર્ષ સુધી 'સ્માર્ટફોનના વ્યસનને છોડાવનારી ગુરુ'ના રૂપે પ્રખ્યાત થઇ જાય.જો કે ઇલેના સ્માર્ટફોન પર રોજ ત્રણ કલાક ફાળવતી હતી. ડિસેમ્બર 2018માં કોકા કોલાની સહયોગી કંપની 'વિટામીનવૉટર'એ ઇલેનાને એક અનોખા ચેલેન્જ માટે પસંદ કરી. ચેલેન્જમાં પૂરા એક વર્ષ સ્માર્ટફોન વગર રહેવાનું છે અને તેને પુરુ કરવા પર 1,00,000 ડોલરનું ઇનામ મળશે. ચેલેન્જને વ્યવહારિક બનાવતા વિટામીનવૉટરે ઇલેનાના એપલ આઇફોન 5Sને ક્યોસેરાના ફ્લિપ ફોનથી બદલી દીધો,જેમાં માત્ર કોલ કરવા અને ટેક્સ્ટ મેસેજની સુવિધા છે. તે ચેલેન્જના આઠ મહિના પુરા કરી ચુકી છે અને ફેબ્રુઆરી 2020માં પુરુ થશે.ત્યારબાદ ઇનામની રકમ પર દાવો કરતા પહેલા ઇલેનાને એક લાઇ ડિટેક્ટર ટેસ્ટ હેઠળ પસાર થવું પડશે.

ખરેખર, સ્માર્ટફોન વગર રહેવું નિશ્ચિતરૂપે પ્રશંસનીય છે જે તે બાકીના ચાર મહિના પોતાના સંકલ્પ પર અડગ રહી તો તેના બેંક એકાઉન્ટમાં એક લાખ ડોલર એટલે લગભગ રૂ.71 લાખની ઇનામની રકમ જમાં થશે. ઇલેનાનું માનવું છે કે સ્માર્ટફોનથી દૂર થવું એક રીતે પોતાના આઝાદ કરવા જેવું છે અને હવે તેની આંખ ખુલી ગઈ છે. તે પોતે સ્વાસ્થ્ય પ્રતિ ખરાબ ટેવોને લઇને જાગૃત બની છે.હવે તે ધીરે ધીરે પોતાની જિંદગીને દરેક રીતે બદલાવા માંગે છે. પણ સંકલ્પની સાથે, રોજિંદા જીવનમાં ગેજેટ્સ વગર તે સંતુલન બનાવી રહી છે. તે કહે છે, હું પુરી રીતે સ્માર્ટફોન ડિટોક્સ પર છું અને મને હવે તેની બિલકુલ જરૂર નથી.

મેં નક્કી કર્યું છે કે હવે હું ફરી સ્માર્ટફોન તરફ નહીં વળું. હું તેના વગર 125% વધુ પ્રોડક્ટિવ બની ગઇ છું. આ વર્ષે અત્યાર સુધી મેં 30થી વધુ પુસ્તક વાંચી છે. તેનાથી મને અનહદ આનંદ મળ્યો છે. જે લોકોથી હું દૂર થઇ ગઇ હતી તેમની સાથે ફરી જોડાવાના પ્રયાસ કરી રહી છું.હવે જ્યારે તે વિતેલા વર્ષોમાં પોતાના સ્માર્ટફોનના ઉપયોગને યાદ કરે છે તો કહે છે કે હું મારો સમય બરબાદ કરવા સિવાય વાસ્તવમાં કશું નહોતી કરતી. મને તેનું વ્યસન થઇ ગયું હતું,ખરેખર મેં તેનો દુરુપ્યોગ કર્યો. પહેલા તેને આખો દિવસ ફોન ચેક કરવાની ટેવ હતી અને રાત્રે પણ તે પોતાની સાથે તેને રાખતી. ક્યારેક ક્યારેક જો તેને ઉંઘ ન આવતી તો સવારે 4 વાગ્યા સુધી તે ફોન પર રહેતી. જોકે, ક્યારેક તેને આ રીતે સમય બરબાદ કરવાનો અફસોસ છે.

ઇલેના યાદ કરતા કહે છે, હું દિવસમાં ત્રણ કલાક કશું કર્યા વગર બરબાદ કરતી હતી. ગણતરી કરો તો વર્ષના કુલ કલાક ગણો તો 1100 કલાક નકામા જાય છે.આટલા સમયમાં તો હું એક પુસ્તક લખી શકત. પણ હવે તે વાત જુની થઇ ગઇ છે અને હું વિચારુ છું જે બની ગયું તે બની ગયું. ઇલેના એકલી એવી સ્માર્ટફોન યુઝર નથી. મોટા હોય કે નાના બાળકો દરેક સ્માર્ટફોન સાથે જોવા મળે છે.વિજ્ઞાનિકોમાં સ્માર્ટફોનના કારણે લોકોની સામાજિક અને માનસિક પીડાને લઇને ચિંતા વધતી જાય છે.અહીં સુધી કે એપલના સીઇઓ ટિમ કુકે બધાની વચ્ચે સ્વીકાર કર્યું છે કે તેમનો મોટાભાગનો સમય આઇફોન પાછળ પસાર થઇ રહ્યો છે.

13 વર્ષ પહેલા સ્ટીવ જોબ્સે દુનિયાની સામે પ્રથમ આઇફોન રજુ કર્યો હતો. પણ હવે સ્માર્ટફોન આપમી જિંદગીની સાથે એટલો ગાઢ રીતે જોડાઇ ગયો છે કે હવે ઇલેના લોકોને કહે છે કે તેણે લાઇફસ્ટાઇલ વ્યવસ્થિત કરવા માટે પોતાના સ્માર્ટફોનને ત્યજી દીધો છે, તો યુવાનો તેની વાત સાંભળીને અચરજ પામે છે. ધ્યાન રાખો એવા ઘણાં યુવાનો છે જે આ પ્રકારનું ચેલેન્જ લેવા માંગે છે અને જિંદગીને સ્માર્ટ-ટેક્નોલોજી વગર જીવવાનો અનુભવ કરવા માંગે છે, તે રાહ જોઇ રહ્યા છે કે કો તેમને પડકાર ફેંકે અને પછીથી તેમને સન્માનિત કરે.બધા પેરેન્ટસે આ અજમાવવા જેવી વાત છે. ફંડા એ છે કે પોતાના બાળકોની સામે એક આકર્ષક પ્રોત્સાહન સાથે આ પ્રકારના ચેલેન્જ મૂકો અને તેમને પોતાને સમજવા દો કે એક સ્માર્ટફોનની સરખામણીએ તે વધુ સ્માર્ટ છે.આ તમારા બાળકો માટે મહામૂલુ રોકાણ હશે.

X
Give kids a 'no smartphone' challenge!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી