મેનેજમેન્ટ ફંડા / ડ્યુટી કોઈના જીવ કરતા મહત્વની નથી

Duty is more important than one's life

એન રઘુરામન

Jan 08, 2020, 07:35 AM IST
30 ઓક્ટોબર, 2019ના દિવસે 60 વર્ષના રીક્ષા ડ્રાઈવર અશોક રાજારામ વાડેકરે પુણેના કલ્યાણીનગરથી એક સવારી લીધી. સવારીને તરત હોસ્પિટલ જવું હતું. અડધા રસ્તે અશોકને ખૂબ બેચેની થવા લાગી. તેમણે ઓટો ઉભી રાખી અને સવારીને બીજી ઓટો લેવા માટે કહ્યું કેમ કે, તેઓ આગળ જવાની સ્થિતિમાં ન હતા. મહિલા યાત્રી દયાળુ હતી. તે ઓટોમાથી ઉતરી ગઈ. પણ, અશોકની હાલત વધારે કથળી રહી હતી.
અશોક ત્યાં જ બેસી ગયા. થોડી મિનિટોમાં એક અન્ય વ્યક્તિ આવી અને તેમને ચાલવા કહ્યું. અશોકે પોતાની હાલત કહીને તેમને ના કહી દીધી. તેમણે ત્યારે જ પોતાના દીકરા સાથે વાત કરવા તે વ્યક્તિ પાસે ફોન માંગ્યો. તે સારા વ્યક્તિએ ફોન આપ્યો. અશોકે તરત જ પોતાના દીકરાને એ જગ્યાએ આવવા માટે કહ્યું, જ્યાં તે બેઠા હતા. જો કે, તેમને ખબર હતી કે, ભારે ટ્રાફિકમાં દીકરાને આવતા 45 મિનિટનો સમય તો લાગશે જ. એ સમયે અશોક હતાશા અનુભવી રહ્યા હતા.
તેમને મોટો હાર્ટ એટેક આવ્યો હતો. જેવું તેમને લાગ્યું કે, તેઓ હવે નહિ છે, ત્યારે જ ત્રણ પોલીસવાળા વિનોદ કાયગુડે, મણીનાથ ભાગવત અને રાહુલ ઢમઢેરે અશોકની ગાડી પાસેથી પસાર થયા અને તેમાંથી એકનો હાથ તેમને અડ્યો. અશોકે સંપૂર્ણ તાકાતથી તેના હાથ પર માર્યું. તેઓએ પાછા વળીને જોયું ત્યારે અશોકે ઈશારો કર્યો કે તેમને મદદની જરૂર છે. ભીડ વાળા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાપન કરનાર એ પોલીસમેને એક પળની પણ વાર કર્યા વિના એ જ કર્યું જે તેમણે કરવું જોઈએ. ત્યાર પછી અશોકને એ જ યાદ છે કે, કોઈ બીજી ઓટોમાં બેસાડીને તેમને સસૂન જનરલ હોસ્પિટલ લઇ જવાય. બે સિપાહી તેમની સાથે ઓટોમાં બેઠા. ત્રીજો પોતાની સાયરન વાળી બાઈક પર બેસીને ઓટોની આગળ ચાલી રહ્યા હતા અને આ જુગાડથી રસ્તો ખાલી કરાવી રહ્યો હતો. હોસ્પિટલમાં સ્ટાફે પહેલા પેપરવર્ક કરવા કહ્યું પણ પોલીસે દબાણ કર્યું કે, ડ્રાઇવરના ઈલાજમાં વાર થવી જોઈએ નહિ. અશોકની સ્થિતિ જોઈને હોસ્પિટલમાં સ્ટાફને લાગ્યું કે, સમય ઓછો છે અને તેમને આઈસીયુમાં ભરતી કર્યા. તેમનું બ્લડપ્રેશર પેહેલથી જ ખૂબ હાઈ હતું. એવું લાગી રહ્યું હતું કે, તેમનું બચવું મુશ્કેલ છે. તેમના હૃદયમાં ઘણાં બ્લોક્સ હતા.
આગામી ત્રણ મહિને હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલ્યો. ડિસેમ્બરમાં અશોકને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા અને કેટલાક વીક આરામ કરવાની સલાહ આપવામાં આવી. આ જાન્યુઆરી પુણેના કોરેગાંવ પાર્કના ટ્રાફિક યુનિટમાં એક વ્યક્તિ હાથ જોડીને પહોંચી. પોલીસવાળાઓને અશોક રાજારામ વાડેકરને ઓળખવામાં જરા પણ વાર ના લાગી. જેવા અશોક પોતાના પગ પર ફરી ઉભા થયા તેમણે નક્કી કર્યું કે, સૌથી પહેલા તેઓ પોતાની જાણ બચાવનારને મળશે. તેમના માટે તેઓ માત્ર ટ્રાફિક પોલીસવાળા નહિ પણ ભગવાન હતા. તેમને લાગતું હતું કે, કોઈ પણ પોલીસમેન આમ બધું જ મૂકીને તેમના જેવા સામાન્ય માણસને હોસ્પિટલ ના લઇ જાય. પણ, આ ત્રણ પોલીસમેન તેમને હોસ્પિટલ લઇ ગયા એટલું જ નહિ પણ, પેપરવર્ક વિના ઈલાજ માટે પોતાના પોલીસ પાવરનો ઉપયોગ પણ કર્યો. અશોક ત્યારથી એમ જ કહેતા આવ્યા છે કે, 'જો એ લોકો ના હોત તો હું જીવતો ના હોત.' હા, પછી પેપરવર્ક પૂરું કર્યું જ હતું.
જયારે પોલીસવાળાઓએ અશોક તરફથી મળેલી આ પ્રશંસાને ખાળી. તેમાંથી એકે કહ્યું, 'અશોકની હાલત ખરાબ હતી, તેમણે મદદ માંગી તો અમે સમજી ગયા કે તેઓ મુસીબતમાં છે. અમારે તેમની મદદ કરવી અથવા ટ્રાફિક સાંભળવો તે બેમાંથી એક પસંદ કરવાનું હતું. તો અમે ત્રણેવે નિર્ણય કર્યો કે, તેમને હોસ્પિટલ લઇ જઈશું અને પરત આવીને ટ્રાફિક સંભાળીશું. અમે એ જ કર્યું જે નાગરિકે જરૂરિયાતમંદ માટે કરવું જોઈએ. એમાં કોઈ મોટી વાત નથી.' બાકી બંને સાથીઓએ પણ તેમાં સૂર પૂરાવ્યો. ફંડા એ છે કે, કોઈ પણ જાન બચાવવામાં જે ગર્વનો અનુભવ થાય છે તે સારા કરિયરના ગર્વથી અનેક ગણો વધારે છે.
X
Duty is more important than one's life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી