મેનેજમેન્ટ ફંડા / બાળકો માટે શિક્ષણ બોજો ન બને એ ખાસ ધ્યાન રાખો

Be careful not to over-educate children

એન રઘુરામન

Jan 06, 2020, 07:32 AM IST
'બાળકોને ભગવાનની દેન કહેવાય છે. તેમ છતાં માતા-પિતા અને શિક્ષકો તેમને પરફેક્ટ બનાવવાનો પ્રયાસ શા માટે કરતા રહે છે? જો ઉપહાર સારો છે તો પછી તેને સુધારવાની ક્યાં જરૂર છે? દરરોજ સ્કૂલે જવા માટે વહેલી સવારે ઉઠવાનું મને બિલકુલ ગમતું નથી. દરરોજ સવારે મા બકવાનું શરૂ કરી દે છે - 'જલદી બ્રશ કર, જલદી ન્હાઈ લે, જલદી-જલદી નાશ્તો કરો અને પછી દોડતા-દોડતા સ્કૂલ બસ પકડો.' અને સ્કૂલમાં પહોંચ્યા પછી પણ એ જ સ્થિતિ. ત્યાં જઈને પણ નવા-નવા આદેશો હોય છે. જેમ કે, 'અામ ન કરો, અહીં ના ઊભા રહો અને હસો નહીં.'
મારી મમ્મીએ મને કહ્યું કે હું મોટોભાઈ બનવાનો છું. હું હંમેશાં મારી નાની બહેન સાથે રમવા માગતો હતો. પરંતુ હે ભગવાન, તેને અહીં ન મોકલજો. આ લોકો તેને મારા જેવો રોબોટ બનાવી લેશે. મેં અગાઉ પણ તમને પત્રો મોકલ્યા છે, ખબર નહીં એ તમને મળે છે કે નહીં. હવે હું વધુ રાહ જોઈ શકું એમ નથી.' બાળક આમ બોલે છે પછી રેલવે ટ્રેક પર ચાલતો દેખાય છે. ડૂબતા સૂર્યના કિરણો કેમેરાના લેન્સ પર પડી રહ્યા છે અને ઝાંખા પડી રહેલા દૃશ્ય સાથે 'ધ લોસ્ટ ગિફ્ટ' નામની આ ફિલ્મ પુરી થાય છે.
અર્ચના પરસાઈ ગેહલોત અને તેમના પતિ મનીષ ગેહલોતની આ ફિલ્મે 2017માં નવી દિલ્હીમાં શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ એવોર્ડ જીત્યો હતો. સ્કૂલે જતા બાળકોની વાસ્તવિક્તાને દેખાડતી આ ફિલ્મ અમેરિકાના ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે આધિકારીક રીતે પસંદ થઈ હતી. આ ફિલ્મ મને એટલા માટે સારી લાગી, કેમ કે અર્ચના અને મની એ જીવન જીવી રહ્યા છે, જે તેમણે ફિલ્મમાં દર્શાવ્યું છે. આઈઆઈટી બોમ્બેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી બંને 1998માં અમેરિકા જતા રહ્યા હતા. તેમણે ઓરેકલમાં ડિરેક્ટર પદ પર કામ કર્યું, પરંતુ પોતાના બાળકોને ક્યારેય સ્કૂલે મોકલ્યા નથી. તેમની 20 વર્ષની દીકરી મૈત્રેયી અને 15 વર્ષનો પુત્ર અત્રી, બંને બાળકો ક્યારેય સ્કૂલે ગયા નથી.
આજે મૈત્રેયી શિકાગો યુનિવર્સિટીમાં સાઈકોલોજીમાં બેચલર ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે, જ્યારે અત્રી પ્રોગ્રામિંગ, ફિલ્મ મેકિંગ અને પોસ્ટ પ્રોડક્શન-ગેમ ડિઝાઈન શીખી રહ્યો છે. આ એવોર્ડ વિજેતા ફિલ્મ બનાવવામાં તેમની પણ મહત્ત્વની ભૂમિકા હતી. પરિવારે અમેરિકા છોડી દીધું છે અને 2014થી ઈન્દોરમાં રહે છે. તમે એમ વિચારતા હશો કે આ લોકો જીવન કેવી રીતે ગુજારતા હશે? તેમની પાસે ઘણા કામ છે. મૈત્રેયી બે સ્ટાર્ટઅપ ચલાવી રહી છે. પ્રથમ, લોકોને કોઈ અન્યના ઘરમાં ભોજનનો આનંદ આપે છે, જ્યાં દાદી-નાની કોઈ પ્રાચીન વ્યંજન જમાડે છે.
બીજું, લગભગ 50 ખેડુતોને સીધા ગ્રાહક સાથે જોડવાનું કામ કરી રહ્યું છે. તેઓ અસ્માકમ્ (સંસ્કૃતમાં 'હમારા') નામની એક એનજીઓ ચલાવે છે, જે બાળકોને વ્યવહારિક રીતે શીખવાનું એક ખુલ્લું સ્થાન ઉપલબ્ધ કરાવે છે. તેઓ 'સ્વશોધ' નામનો એક પ્રોગ્રામ પણ ચલાવે છે, જ્યાં જીવન સાથે જોડાયેલા કૌશલ્યો શીખવાડમાં આવે છે. જેમાં તેમણે અનેક રોજગારદાતાઓને પણ પોતાના સહયોગી બનાવ્યા છે, જે એવા વિદ્યાર્થીઓને નોકરી આપે છે જેમની પાસે કોઈ ડિગ્રી નથી. આ ગ્રેજ્યુએશનના બદલે બે વર્ષનો વૈકલ્પિક પ્રોગ્રામ છે. જે વાલીઓ એવું ઈચ્છતા હોય કે તેમના બાળકોને પણ ડિગ્રી મળે તેમને તેઓ ઈગ્નૂ જેવી ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાની સલાહ આપે છે.
હોલકર સામ્રાજ્ય દરમિયાન શિક્ષણ મંત્રી રહેલા વિશ્વનાથ સખારામ ખોડેની પ્રપૌત્રી અર્ચના આ મુલ્યો સાથે જ શિક્ષણને એક અલગ સ્તેર લઈ જઈ રહી છે. અર્ચના અને મનીષ એ વાતને સાબિત કરી રહ્યા છે કે જો તેમના બાળકો સ્કૂલમાં ગયા વગર અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે છે તો બીજા બાળકો પણ આમ કરી શકે છે. તેમણે પોતાના બાળકોને ક્યારેય કશું પણ શીખવાડ્યું નથી, માત્ર તેઓ જે કરવા માગતા હતા તેમાં તેમને માર્ગદર્શન આપ્યું છે. ફંડા એ છે કે, શિક્ષણનો અર્થ માત્ર માર્ક લાવવાનો નથી. બાળકો પોતાની પ્રકૃતિ અને આજુબાજુના વાતાવરણમાં જે કરવા માગે છે એવું તેમને કરવા દેવું અને પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવા દેવું પણ શિક્ષણ છે. તમે પણ આમ કરી શકો છો.
X
Be careful not to over-educate children

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી