2019ની ગરમીઓમાં પોતાની તબિયત જાતે સંભાળો!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરમી ફૂલ જોશમાં આવી પહોંચી છે. તડકો ચામડી ચીરી રહ્યો છે. છોડ કરમાવા લાગ્યા છે, ફૂલો ખરવા લાગ્યા છે. પંખીઓ બપોરે દેખાતા બંધ થઇ ગયા છે અને માત્ર સવારના કલાકોમાં જ ખાવાનું શોધમાં નીકળે છે. આવા વાતાવરણમાં જ્યારે હું ગયા રવિવારે ભોપાલ પહોંચ્યો ત્યારે મારા આંટી એર કૂલર સાફ કરી રહ્યા હતા. એપ્રિલથી જુલાઈ સુધી પૂર ઝડપે કૂલર ચાલશે જ. પણ, આવા જ કોઈ મિડલ ક્લાસ પરિવારના ઘરની બહારના રસ્તાઓ સૂમસામ પડ્યા છે, જ્યાં લારીઓમાં ઠંડક માટેની વસ્તુઓ વેંચાય છે, જેમાંથી એક બાળકોને ગમતી વસ્તુ છે, 'બરફના ગોળા' જયારે મોટેરાઓ 'લીંબુ પાણી કે શિકંજી' પસંદ કરે છે. ગરમીના ત્રાસથી બચવા લોકો આવી લારીઓ પર ઉમટી પડે છે કેમ કે, તેમને લાગે છે કે,આ સરળ ઉપાય તેમને ઠંડક આપશે પણ તે સત્ય નથી. તમને લાગશે કે, હું આવું કેમ કહી રહ્યો છું? કારણ કહું, માત્ર મુંબઈની જ વાત કરીએ તો અહીંના 24 વોર્ડમાંથી લીધેલા લીંબુ પાણીના 77 ટકા નમૂનાઓમાં કોલેરાના બેક્ટેરિયા મળી આવ્યા છે.
આ બેક્ટેરિયાનું કારણ ગંદુ પાણી હોય છે. 'બરફના ગોળા'ની સ્થિતિ પણ વખાણવા લાયક નથી. ગોળાની મુખ્ય સામગ્રી એટલે કે બરફના 250 નમૂનાઓમાંથી માત્ર 40ને જ માણસો માટે ખાવાલાયક દેખાયા. અહીં લેવાયેલા 204 લીંબુ પાણીના નમૂનાઓમાંથી માત્ર 47 સુરક્ષિત હતા. સૌથી ખરાબ વાત એ હતી કે, લાયસન્સ પ્રાપ્ત રેસ્ટોરાં અને જ્યુસ સેન્ટર્સમાં વપરાતા બરફના નમૂનાઓ પણ 98 ટકા સુધી ઈન્ફેક્ટેડ હતા. જો તમે વિચારી રહ્યા છો કે, જો પરિસ્થિતિ આટલી ખરાબ છે તો, સરકારનું ખાદ્ય અને ઔષધિ નિયંત્રણ વિભાગ (એફડીએ) શું કરી રહ્યું છે? તો એનો જવાબ હું તમને આપું છું, એફડીએનાં અધિકારીઓ ઓન રેકોર્ડ કહે છે કે, તેમના 95 ટકા અધિકારીઓ અત્યારે ચૂંટણી ડ્યુટીમાં વ્યસ્ત છે, એટલે જ આવી દુકાનોનું પરીક્ષણ થઇ રહ્યું નથી. બાકીના 5 ટકાની મદદથી તેઓ કાર્યવાહીની વાત કરી રહ્યા છે.
મને નથી ખબર કેવી રીતે? જો મુંબઈ જેવા મેટ્રો સિટીમાં જ્યાં ગ્રાહકો પોતાના અધિકારો માટે આટલા જાગૃત છે ત્યાં આવી સ્થિતિ છે તો જરા વિચારો ભારતના અંતરિયાળ વિસ્તારોમાં શું થતું હશે જ્યાં સરકારી લોકોની અછત છે અને તેઓ પણ ચૂંટણી ડ્યૂટીમાંથી મુક્ત નથી. બંનેમાં વધારે જરૂરી શું છે, એ તો ચર્ચાનો વિષય બની શકે છે પણ, હકીકત એ છે કે, આપણી તંદુરસ્તી દાવ પર લાગેલી છે.
અત્યારે જર્મન-અમેરિકન રાજકીય વિજ્ઞાની યાશા માઉન્ક્નું એક પુસ્તક વાંચી રહ્યો છું. યાશા રાજકારણે 'ધ પીપલ વર્સેસ ડેમોક્રેસી' નામના પોતાના પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, 'વોટર્સને એ વિચારવું પસંદ નથી કે, દુનિયા જટિલ છે. તેમને એ પણ નથી ગમતું કે, કોઈ તેમને એમ કહે કે, તેમનું સમસ્યાઓનું તાત્કાલિક કોઈ નિવારણ નથી.' આ જટિલ બનતી જતી દુનિયામાં ઓછામાં ઓકસિ ક્ષમતાવાળા લોકોને પણ પારખી ચૂકેલી જનતા એવા કોઈ પણ વ્યક્તિને વોટ આપવા ઈચ્છે છે જે માત્ર એક જ સરળ સમાધાનનું વચન આપે.
આ જ કારણ છે કે, હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે, રસ્તા પર મળનારા આ તમામ ઠંડાપીણા ઠંડક માટેનું સરળ સમાધાન ના હોઈ શકે, 2019માં તો નહિ જ. કેમ કે, આવા અસંગઠિત અને મોસમી માર્કેટ પર કોઈનો અંકુશ નથી. એ વાત અલગ છે કે, ચૂંટણી ના હોય તો પણ તેમની પર નજર રાખતી નથી. આ બેક્ટેરિયા ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થી માંડીને ડાયેરિયા અને મૂત્ર માર્ગ સુધી સંક્ર્મણ કરી શકે છે કે અને ટાઇફાઇડ પણ આપી શકે છે. ભેળસેળ વાળા બરફની સાથે સ્વચ્છતાની કમી પણ ઈ કોલાઈ બેક્ટેરિયા માટે જવબદાર હોઈ શકે છે.
ફંડા એ છે કે, એટ લિસ્ટ આ વર્ષે તો પોતાની મુશ્કેલી જાતે સંભાળતા શીખો, કેમ કે, બની શકે કે, તમારા વિસ્તારનો સરકારી અધિકારી અન્ય જગ્યાએ વ્યસ્ત હોય!
raghu@dbcorp.in