મેનેજમેન્ટ ફંડા / પનિશમેન્ટથી બને છે પરફેક્ટ પેરેન્ટિંગ

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 10:30 AM
aRTICLE BY n rgahuraman
ગુરુવારની સવારે જ્યારે દુનિયાના ઘણા વિસ્તારોમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન હોવાની ખબરો આવી રહી હતી, હું મધ્યપ્રદેશના ઇટારસીમાં રેલ્વે જંકશન પાસે બનેલા અટલ પાર્કમાં મોર્નિંગ વૉક કરી રહ્યો હતો. મેં જોયું કે આ શહેરમાં મોર્નિંગ વૉક પર નીકળેલા યુવાનો, ગૃહિણીઓ અને બાળકો બહુ અનુશાષિત છે. ટી-શર્ટ પહેરેલા યુવાનોમાં એક સ્વેગ હતો, પરંતુ એ ટીશર્ટ્સ પર ન્યુયોર્ક, ટોકિયો જેવા કોઈ ઇન્ટરનેશનલ સિટીનું નામ નહોતું. તેઓ જમીન પર બે ઈંટો લગાવીને પુશ અપ્સ કરી રહ્યા હતા, અમુક જ મિનિટોમાં એ ઈંટો એમના માટે ડમ્બલ્સ બની ગઈ અને તેઓ બંને હાથે પોતાના બાઈસેપ્સ બનાવવા લાગ્યા. બીજી તરફ ગૃહિણીઓ અમુક એવી કસરતો કરી રહી હતી, જેનાથી મને મારી માની યાદ આવી ગઈ કે એ જ્યારે પથ્થર પર ઇડલીનું મિશ્રણ તૈયાર કરતી હતી ત્યારે તેમનો પણ ધડ ભાગ એકસાથે આગળ-પાછળ થતો હતો. બગીચાના બીજા ભાગમાં મેં 3થી 6 વર્ષની ઉંમરના બાળકોને જોયા, જેમને ઊંઘમાંથી ઉઠાડીને પાર્કમાં એટલે લાવવામાં આવ્યા કે જેથી તેઓ દોડી શકે અને એવી કસરત કરી શકે જે વાસ્તવમાં તેઓ નથી કરવા માંગતા, અને આ વાત મને અત્યંત પસંદ પડી. હું એ જોઈને પણ હેરાન હતો કે ઇટારસી જેવા નાના શહેરમાં, પેરેન્ટ્સ વચ્ચે જાગૃતિ વધી છે. તેઓ જાણે છે કે ઉનાળાની રજાઓમાં મોટાભાગનો સમય ટીવી સામે પસાર કરતા હતા એટલે તેઓને થોડા ડરાવીને અને જબરજસ્તીથી એમને પાર્કમાં લઈને પહોંચતા હતા અને બાળકો પાસે એ બધું જ કરાવતા જે એમને યોગ્ય લાગતું. આ જ સમયે મારી નજર ત્યાં લાગેલા એક ફ્લેક્સ બોર્ડ પર ગઈ, જેના પર લખ્યું હતું ‘બદલશે આદત, બદલાશે ભારત!’ નિશ્ચિત જ જયારે વાત પર્સનલ હેલ્થની હોય ત્યારે ભારત ખરેખર અંદરથી બદલાઈ રહ્યું છે. હું જે સમયની વાત કરી રહ્યો છું એ સમયે સ્કૂલી વિદ્યાર્થી અતુલ પોતાના નાનાજીના ઘરે રજાઓ મનાવી રહ્યો હતો. એ એક લાડકો બાળક હતી અને એને નાનાને ત્યાં એ બધું કરવાની છૂટ મળી હતી જેના પર એના પેરેન્ટ્સના ઘરે પાબંદી હતી. અતુલની છબિ એક બદમાશ છોકરાની હતી કારણકે એનું ધ્યાન અભ્યાસને છોડીને બાકીની બીજી વસ્તુઓમાં વધારે રહેતું. એના નાનાજીએ સવારે અને સાંજે, અને ઓફિસ પહેલા અને પછી, બહુ જ કોશિશ કરી કે એનો રસ અભ્યાસમાં વધી શકે અને તેઓ અમુક હદ સુધી સફળ પણરહ્યા કારણકે તેઓ તેના રૂપાંતરણથી ખુશ નહોતા. મેથેમેટિક્સમાં એનો રસ વધારવા માટે, એમણે ‘કરંટ એન્ડ સ્ટિક ( લાલચ અને સજા ) વાળી રીત અજમાવી હતી જેમાં એમણે અતુલને કહ્યું કે જો તે બપોર સુધી મેથ્સના અમુક સવાલો સોલ્વ કરશે તો તેને અને તેના મોટા ભાઈને સાંજ સુધી મુવી ટિકિટ લઈને આપશે. કારણકે અતુલ લાડકો નાતિન હતો, તો એણે વિચાર્યું નાનાજીએ મને ક્યારેય કોઈ દંડ નથી આપ્યો અને હવે પણ નહીં આપે. એવું વિચારીને તેણે સવાલો સોલ્વ ના કર્યા. સાંજે જયારે નાનાજી ઓફિસથી પરત ફર્યા તો જોયું કે મોટા ભાઈએ તો સવાલો સોલ્વ કરી દીધા છે પણ અતુલે તેને નજરઅંદાજ કર્યા હતા. નાનાજીએ આની પ્રતિક્રિયામાં એક શબ્દ પણ ના કહ્યો. તેઓ બહાર જવા માટે તૈયાર થયા. એમને જોઈને અતુલ પણ તૈયાર થઇ ગયો. પરંતુ જેવું ફિલ્મના ક્લાઈમેક્સમાં થાય છે એવું જ અહીં પણ થયું, નાનાજીએ અતુલને ઘરમાં લોક કરી દીધો અને એના મોટા ભાઈને ફિલ્મમાં લઈને ગયા. તેને એ એકલતાના ચાર કલાક આજે પણ યાદ આવે છે, કારણકે ત્યાં એની સાથે કોઈ વાત કરનારું પણ નહોતું, કે ના એ ઘરેથી બહાર જઈ શકે તેમ હતો. એને સમજાય ગયું કે બહાર જઈને ફિલ્મ જોવાની ઈચ્છા એટલે અધૂરી રહી ગઈ કારણકે તેણે અનુશાશનનું પાલન નહોતું કર્યું. હવે સીધા 2019માં પાછા આવીએ. મળો અતુલ ભટનાગરને જે સેન ફ્રાન્સિસ્કો, અમેરિકાના કેમ્બિયમ નેટવર્કર્સનાં પ્રેસિડેન્ટ અને સીઈઓ છે. આ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરનારી અગ્રણી ગ્લોબલ કંપની છે અને તેનું કાર્યક્ષેત્ર એવા સમયમાં મોબાઈલ નેટવર્ક સેવા પ્રદાન કરે છે જ્યારે ભૂકંપ જેવી પ્રાકૃતિક વિપદાના કારણે સમગ્ર નેટવર્ક ઠપ થઇ જાય છે.
ફંડા એ છે કે પનિશમેન્ટ ( દંડ ) પેરેન્ટીંગનો જરૂરી ભાગ છે. એને પોતાની જરૂરિયાત અનુસાર અમલમાં લગાવો કારણકે ઘણી વાર તે આપને એક પરફેક્ટ પેરેન્ટ બનાવી શકે છે.

X
aRTICLE BY n rgahuraman
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App