તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રાન્ડ જીવંત અને વિકસિત થતું રહે ત્યારે જ વેચાય છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક પારિવારિક કાર્ય માટે જેવો હું ચેન્નઈ પહોંચ્યો, પહેલા તો મારી ઈચ્છા આજુબાજુ ફરીને જોવાની ઈચ્છા હતી કે, જયલલિતાની ખૂબ પ્રખ્યાત અમ્મા કેન્ટીનના શું હાલ છે, જ્યાં સાંભર ભાત માત્ર 5 રૂપિયામાં અને ઈડલી માત્ર 1 રૂપિયામાં ખાઈ શકાય છે. કેટલાંક વર્ષો પહેલા આ જ અમ્મા કેન્ટીનની સક્સેસ સ્ટોરી ત્યારે લખી હતી જયારે તામિલનાડુના આ સફળ પ્રયોગને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં અમલમાં મૂકાયો.મને યાદ છે કે, હું ત્યાં હાજર હતો જયારે ચંદીગઢથી સરકારી કર્મચારીઓની એક ટીમ કેન્ટીનના સંચાલન, માનક સંચાલન પ્રક્રિયા અને નફો તેમ જ તેની લોકપ્રિયતાનું અધ્યયન કરવા આવી હતી.

એ એ વખતે મોટી સંખ્યામાં સેલ્સના લોકોને, ખાસકરીને ચેન્નઈમાં રોજ અપડાઉન કરતા સૂટ-ટાઈ ધારી લોકોને ભર ગરમીમાં આ કેન્ટીનમાં ફટાફટ જમવા જતા જોયા, કેમ કે ત્યાં જમવાનું સસ્તું હતું એ સિવાય ત્યાં જમવાનું જલ્દી પતિ જતું હતું તો એન લીધે હંમેશા તાજું જમવાનું મળતું હતું. હું પોતે પણ ત્યાં જમવા જતા રોકી ના શક્યો અને જાણ્યું કે ખરેખર, કિંમતની સરખામણીએ જમવાની ગુણવત્તા ઘણી સારી હતી. એક અન્ય વાત જેણે મને આકર્ષિત કરી તે હતી જમવાની ફ્રેશનેસ.

જેની પાછળનું કારણ એ હતું કે, ત્યાં જે વાસણમાં ઈડલી રાખવામાં આવતી હતી તે હંમેશા ખાલી રહેતું હતું અને કાઉન્ટર પર બેઠેલો ક્લાર્ક ગ્રાહકને રાહ જોવાનું કહીને કિચનના સ્ટાફને તરત ગરમ બનાવવા કહેતો હતો.પણ, આ વખતે એ જ કેન્ટીનમાં પહોંચ્યા પછી ખબર પડી કે, એક સમયે ખૂબ લોકપ્રિય રહેલી બ્રાન્ડ અમ્મા, હવે પહેલા જેવી નથી અને તેના એટલા પ્રશંસકો પણ એટલા નથી અને હવે હંમેશા જમવાનું મળી રહે છે. કેન્ટીનના વર્તમાન આંકડાઓ પણ આ વાતની સાક્ષી પૂરે છે.

2015માં 245 અમ્મા કેન્ટીન હતી અને તેના માધ્યમથી 7.45 કરોડ રોટલી અને 11.35 કરોડ ઈડલી વેચાતી હતી. જો કે, ઓગસ્ટ 2017થી જુલાઈ 2018 દરમિયાન કેન્ટિનોની સંખ્યા વધીને 407 થઇ ગઈ પણ, રોટલીની સંખ્યા ઘટીને 3.7 કરોડ અને ઈડલીની સંખ્યા 9.98 કરોડ થઇ ગઈ. આ કેન્ટીનના બ્રાન્ડ એમ્બેસેડર અને તમિલનાડુના સીએમ જયલલિતાના નિધન બાદ કેન્ટીનની સંખ્યા પણ 407થી વધી નથી. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આ કેન્ટીનને સાંભળનારા ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશને મેનુમાં બદલાવ કરીને તેમાં મોસમી શાક-ભાજી સામેલ કરી અને દરેક પ્રકારના વ્યંજન બનાવવા માટે  સ્ટાફને પણ એક જગ્યાએ થી બીજી જગ્યાએ મોકલ્યો. જો કે, હજી સુધીમાં એક પણ કેન્ટીન બંધ કરવામાં આવી નથી પણ, અધિકારીઓનું કહેવું છે કે, ખાનારાઓની સંખ્યા ઘટી ગઈ છે.

આ આંકડાઓના કારણે હું કરણ જાણવા પ્રેરાયો. મને ખ્યાલ આવ્યો કે, એક ચહેરો જે દરરોજ એક કેન્ટીનની રોનક હતો તે હવે ત્યાં નથી. મારો ઈશારો જયલલિતા તરફ હતો જેમનું 5 ડિસેમ્બર 2016ના રોજ નિધન થયું હતું. મારા એમબીએના દિવસોમાં હું શીખ્યો હતો કે, કોઈ પણ બ્રાન્ડની પ્રગતિ માટે તેના બ્રાન્ડ એમ્બેસેડરનું જીવિત રહેવું જરૂરી છે, સાથે જ સમાજના બદલાતા ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને પોતાને વિકસિત કરવા પણ જરૂરી છે. આ સમજવા માટે નવરત્ન તેલનું જ ઉદાહરણ લો જેનો પ્રચાર શરૂઆતમાં ગોવિંદાએ ‘કૂલ-કૂલ’ તેલના નામથી કર્યો.

પણ, જયારે એક ઘટનામાં તેમણે પોતાની કૂલનેસ ગુમાવીને ખુલ્લેઆમ એક માણસને લાફો મારી દીધો અને તેમની આ હરકત વાયરલ થઇ ગઈ. ત્યારબાદ બ્રાન્ડ ઓનરે તેમને એકદમથી હટાવી દેવાના બદલે ધીમે-ધીમે અમિતાભને તેમની જગ્યાએ લાવ્યા જેમની સાર્વજનિક છવિ હંમેશા ‘કૂલ-કૂલ’ રહી છે. આ રીતે રિવાઇટલ ટેબ્લેટ પ્રમોટ કરનાર યુવરાજ સિંહને જયારે કેન્સર હોવાની વાત સામે આવી ત્યારે તેની જગ્યા સલમાન ખાને લીધી. બ્રાન્ડ માર્કેટમાં આવા બીજા ઘણા ઉદાહરણો છે જ્યાં બ્રાન્ડને પ્રમોટ કરનાર ચહેરો માત્ર જીવિત હોય તે સિવાય તે ચહેરો સતત એ બ્રાન્ડ પ્રોડક્ટ અથવા સેવા તત્વોનું પ્રદર્શન કરતો રહે તે પણ જરૂરી છે.

કદાચ આ જ કારણ હતી કે, જયલલિતાની અમ્મા કેન્ટીનમાં પ્રવેશતા જ મને એ સકારાત્મકતા ના અનુભવાઈ જે તેઓ જીવિત હતા ત્યારે અનુભવાતી હતી. હું ત્યાં કશું ખાઈ પણ ના શક્યો અને પરત ફરી ગયો. ફંડા એ છે કે, ગ્રાહકના મગજમાં બ્રાન્ડ ઇમેજ મજબૂત બનાવવા માટે તેનું જીવિત અને હંમેશા વિકસિત રહેવું જરૂરી છે કેમ કે, ગ્રાહકનો ટેસ્ટ પણ બદલાતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો