મેનેજમેન્ટ ફંડા / શિક્ષણમાં તાજગી હોવી જોઈએ, તેને ડબ્બાની જેમ બંધ ના રાખો

DivyaBhaskar | Updated - Mar 14, 2019, 10:36 AM
n raghuraman column management guru on education

હું હાલમાં મધ્યપ્રદેશના હોશંગાબાદ શહેરમાં અલગ-અલગ ઉંમરના ગ્રુપ્સ અને કોમ્યુનિટીઝ સાથે બ્રેઈન સ્ટોર્મિંગ સેશન કરી રહ્યો છું, જેનો ઉદ્દેશ્ય એ છે કે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં એવી કઈ-કઈ નવી વસ્તુઓ જોડવી જોઈએ, જેનાથી નવી પેઢી સારી રીતે સશક્ત બની શકે. મંગળવારે હું ઇટારસી પહોંચવા માટે રાહ પરથી યાત્રા કરી રહ્યો હતો અને મેં ભોપાલ-ઇન્દોર હાઇવે પર સિહોર પાસે એક હોટેલ - રિસોર્ટમાં રાત આખી રોકવાનો નિર્ણય કર્યો. મેં હોટેલ વ્યવસ્થાને સૂચના આપી દીધી હતી કે હું રાત્રે લગભગ 1 વાગ્યે પહોંચી જઈશ અને સવારે 7:30 વાગ્યે નીકળી જઈશ. રાતના હોટેલ પહોંચ્યો ત્યારે એમણે ગેટ ખોલવાની મનાઈ કરી દીધી અને કારણ જણાવ્યું કે હું 20 મિનિટ લેટ પહોંચ્યો છું.
મેં એમને સમજાવવાની બહુ જ કોશિશ કરી કારણકે મને સમજાય નહોતું રહ્યું કે હવે અડધી રાત્રે ક્યાં જવું જોઈએ? આખરે હું ત્યાં એક રૂમ મેળવવામાં સફળ રહ્યો. મને ફક્ત પાણીની બોટલ આપવામાં આવી, જેમાં નળનું પાણી ભરેલું હતું. સવારે 7:40 એ મેં એમની પાસે કંઈક ખાવાનું માંગ્યું તો એમણે મનાઈ કરી દીધી એમ કહીને કે નાસ્તાનો સમય સવારે 8 વાગ્યે શરૂ થાય છે. મારી પાસે એ જગ્યા પરથી નીકળી જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો.
આ સમગ્ર અપ્રિય અનુભવે મને એ વિચારવા પર મજબૂર કર્યો કે રાતથી લઈને સવાર સુધી મારો જેટલા પણ લોકો સાથે સંપર્ક થયો એ બધા જ યુવાનો હતા, જેમને પોતાના ફિલ્ડમાં અમુક ઔપચારિક શિક્ષણ મળ્યું હતું. પરંતુ એમાંથી કોઈ શિક્ષિત વ્યક્તિની જેમ વાત નહોતા કરતા અને કોઈનો વ્યવહાર પણ એવો નહોતો.
રસપ્રદ વાત એ છે કે આવી આખી બટાલિયન મિજબાનીના વ્યવસાયમાં કામ કરી રહી છે. મારા ફોનમાં એક ખબરનું નોટિફિકેશન ફ્લેશ થયું જેમાં લખ્યું હતું કે 10 વર્ષના એક બાળકે ઓસ્ટ્રેલિયન ઍરલાઈન કાંટાસના સીઈઓ એલન જૉયસને એક ચિઠ્ઠી લખીને મદદ માંગી છે કારણકે એ પોતે પોતાની એરલાઇન શરૂ કરવા માંગે છે. હાથેથી લખેલી આ ચિઠ્ઠીમાં બાળકે કહ્યું કે, 'હું એલેક્સ જેકો, 10 વર્ષનો બાળક છું ( પ્લીઝ મને સિરિયસલી લો ) અને હું એક ઍરલાઇન શરૂ કરવા માંગુ છું.'
એલેક્સ નામનો આ છોકરો પોતાને 'ઓશિનીયા એક્સપ્રેસ' નો સંસ્થાપક અને સીઈઓ કહે છે અને એક એરલાઇન ચલાવવા માટે ઉપયોગી સલાહ માંગી રહ્યા છે. કાંટાસના સીઈઓ એલને જવાબમાં લખ્યું, 'મને તમારી નવી એરલાઇન વિશે જણાવવા બદલ ધન્યવાદ. સ્વાભાવિક રીતે આનો જવાબ દેવા માટેનો એક જ રસ્તો છે અને એ છે કે એક સીઈઓને એક સીઈઓ જવાબ આપે.'
ચિઠ્ઠી પછી એલેક્સને મિટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જ્યારે હું 'મંથન' નામના એ વિચાર-મંથનમાં જોડાવવા પહોંચ્યો, તો આ બંને છેવાડાના વિચારો મારા મગજમા ચાલતા હતા. આ કાર્યક્રમ હોશંગાબાદના એક સ્પ્રિંગગડેલ સ્કૂલે આયોજિત કર્યો છે. મેં અનુભવ્યું કે ત્યાં દરેક પેરેન્ટની એ જ ઈચ્છા હતી કે એમનું બાળક દરેક ક્લાસમાં ફર્સ્ટ રેંક લાવે અને તેને સારી નોકરી મળી જાય.
તેઓ એનામાં માનવીયતા, ઉદ્યમિતા, અવલોકન અને નિર્ણય લેવાની ક્ષમતા જોવા માંગે છે કે જેથી તેઓ અસફળતાઓની સ્પર્ધા કરી શકે અને એવું પણ કોઈએ ના કહ્યું કે તેઓ પોતાના બાળકને એવો સફળ માણસ બનાવવા માંગે છે જે પોતાની રોજમરાની જિંદગીના પાઠ શીખે ના ફક્ત પુસ્તકમાંથી કારણકે જયારે તમે જીવનના અનુભવોમાંથી શીખો છો ત્યારે એલેક્સ જેવા બાળકો ઉદ્યમી બને છે, ના કે એ રિઝોર્ટના યુવાનો જેવા બને છે.
ફંડા એ છે કે શિક્ષણ માનવ જાતિના વિકાસ માટે રોજનો ખોરાક છે. આમાં નવા નવા વિષય રોજ બદલતી દુનિયા સાથે જોડાવા અને બદલાવવા જોઈએ, એવી જ રીતે જેમ દરરોજ તાજું જમવાનું બનાવવામાં આવે છે. હા, પરંતુ એ પણ જરૂરી છે કે તમારી અંદર વિકાસ અને ઉન્નતિ ખાવાની એ દિવસે ભૂખ હોય.
raghu@dbcorp.in

X
n raghuraman column management guru on education
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App