તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાત સાથે મોટેથી વાત કરવી વિજ્ઞાન છે!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણે ઘરના મુખ્ય દરવાજે મોટું પિત્તળનું તાળું મારીએ છીએ અને તે બરાબર બંધ છે તે તપાસવા તેને જોરથી ખેંચીએ છીએ. તેનાથી તાળું મારનારને સંતોષ થાય છે અને વિશ્વાસ બેસે છે કે, હા, તેણે ઘર બરાબર બંધ કર્યું છે. મહિલાઓ પણ ઘણી વાર જાતને જ પૂછે છે,શું મેં ગેસ, વોટર ફિલ્ટર કે લાઈટ બધું વ્યવસ્થિત બંધ કર્યું હતું?
હું મારા વિશે કહું તો, ખાસ કરીને જયારે હું જવેલરી કાઢવા માટે બેંકમાં લોકર ખોલવા જાઉં છું. મારા મગજમાં પણ આવા જ સવાલ આવે છે કે, ‘શું મેં બધી જ વસ્તુઓ લોકરમાં વ્યવસ્થિત મૂકી? કશુંક ટેબલ પર તો નથી રહી ગયું ને?’ બે ચાર વાર તો એવું પણ બન્યું છે કે, અધવચ્ચેથી બેંકમાં પાછા ફરીને બેંક મેનેજરને લોકર ફરી તપાસવા વિનંતી પણ કરી હોય. 
હવે જરા 80ના દાયકામાં આંટો મારીએ, તો મને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે જાપાન યાત્રાએ જવાની તક મળી અને અમે ત્યાં ટ્રેનમાં યાત્રા કરી. ત્યાં ટ્રેનની ડ્રાઈવર કૅબિન અને પેસેન્જર બોગી વચ્ચે કાચની દીવાલ હોય છે, જેનાથી દરેક જોઈ શકે કે, ડ્રાઈવર શું કરી રહ્યો છે. ટ્રેન જયારે પણ કોઈ ગ્રીન સિગ્નલને પાર કરે છે ત્યારે એન્જિન ડ્રાઈવર પોતાનો જમણો હાથ ઉઠાવીને કહે છે, તું ગ્રીન છે એટલે હું જઈ રહ્યો છું’. જયારે મેં આ દૃશ્ય જોયું તો મને સમજ ના પડી કે, કૅબિનમાં એકલો ડ્રાઈવર પોલ સાથે શું વાત કરી રહ્યો છે, મેં મારી જિજ્ઞાસા જાહેર કરી ત્યારે જાણવા મળ્યું કે,  જયારે તમે મોટેથી પોતાને કશુંક કહો છો ત્યારે તમે ક્યારેય ખોટું પગલું નથી ભરતા. ઉદાહરણ તરીકે, જો સિગ્નલ રેડ છે તો તમે ક્યારેય એવું નહિ કહી શકો કે, ‘તું ગ્રીન છે એટલે હું જઈ રહ્યો છું.’ આવું એટલા માટે થાય છે કેમ કે, તમારું મગજ શરીર અને વિચાર આ એક્શન લેવા માટે એક લાઈનમાં આવશે નહી. જાપાન રેલવે એ આ પદ્ધતિ અપનાવી તેનું કારણ એ છે કે, ડ્રાઈવર જયારે આવું કરે છે ત્યારે રેલવે નેટવર્કમાં ભૂલોની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ તરકીબ મને કામમાં આવે છે.
હાલમાં મુંબઈમાં સેન્ટ્રલ રેલવેના મોટરમેન નારાજ છે કેમ કે, તેમને જાપાનની જેમ દરેક સિગ્નલ પર મોટેથી બોલવાનો આદેશ મળ્યો છે પછી ભલે તે પોતાની કૅબિનમાં એકલા જ કેમ ન હોય. મોટરમેનને આવું કરવામાં શરમ લાગે છે. તેમની દલીલ છે કે તેઓ એકલા એકલા આવું બોલે તો લોકો તેમને જોઈને હસી શકે છે.
ફંડા એ છે કે, જાત સાથે મોટેથી વાત કરવામાં હંમેશા પાગલપન હોય એ જરૂરી નથી, તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ હોય છે.
અન્ય સમાચારો પણ છે...