તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરેકનો ઍડ્રિનલિન હોર્મોન અલગ હોય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો ક્રિકેટ મેચ જોવી તમને બીજા દિવસની જરૂરિયાતનો ઍડ્રિનલિન હોર્મોન( શરીરમાં ઉત્સાહ જગાવનાર કેમિકલ)આપે છે,તો બુધવારની રાત તમારા માટે યાદગાર રહી હશે.જયારે ઘડિયાળમાં રાતના 12 વાગવાની તૈયારી હશે ત્યારે આઇપીએલમાં મેચ જોઈને તમે  નિશ્ચિત સ્વરૂપે સોફા માંથી પડવાના હશો. કેમકે મુંબઈના કેપ્ટ્ન કિરોન પોલાર્ડે 3 ચોગ્ગા અને 10 છક્કા મારીને કઠિન લક્ષનો પીછો કરી રહેલી ટીમને અસંભવનું સંભવ કરીને જીતાડી દીધી હતી.યાદ કરો જયારે ત્રિનિનાદના ખિલાડી પોલાર્ડની રનવર્ષા ઉપર કેવી રીતે બૂમો પડી રહ્યા હતા.

બની શકે છે તમારી આ બૂમોના લીધે પરિવારજનોની ઊંઘ બગડી હોય અને તમને ચેતવણી મળી હોય કે,’બૂમો ના પાડશો અને ટીવીનો અવાજ ઓછો કરો.’ એ એટલા માટે કેમકે જે અવાજ તેમને હેરાન કરતો હતો તે જ તમારી જરૂરિયાતનો ઍડ્રિનલિન પ્રદાન કરી રહ્યો હતો. ઘણીવાર એવું પણ થતું હોય કે અવાજ ના જ કારણે ઊંઘ આવે.જો તમે એક મુંબઈકર છો અને તમે લોકલ ટ્રેઈનમાં સફર કરી રહ્યા છો,તો તમને  આ દાવા ઉપર શંકા નહિ જાય. જે લોકોએ મુંબઇનો કદી અનુભવ નથી કર્યો,તેમના માટે આ બે વાર્તાઓ ઉપયોગી થશે. વાર્તા 1-  આ એક પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે.

જે લોકોએ બચપણમાં આઘાત સહન કર્યો હોય, વંધ્યત્વ પીડિત, રમતા વાગેલો ઘા અને ક્યારેક કોમા પીડિત માટે પણ આ અસરકારક સાબિત થશે. તમારે આંખ બંધ કરીને સાઉન્ડ હીલિંગ સ્ટુડિયો અથવા ખુરશી ઉપર બેસવું પડશે. સ્ટુડિયોમાં ઉપચાર લઇ રહેલા વ્યક્તિઓની આસપાસ તિબ્બતી વાટકા(સિંગિગ બાઉલ) મુકાય છે. જયારે એ વાટકા ઉપર માયા ધામી જેવા પ્રોફેશનલ હિલર ,જેમનો ઋષિકેશમાં સ્ટુડિયો છે,એક ઉપયુક્ત દબાણ સાથે વગાડે છે ત્યારે તેમાંથી નીકળેલો ધ્વનિ અને કંપન ત્યાં ઉપચાર લઇ રહેલા વ્યક્તિના શરીરને ભેદે છે અને નિષ્ક્રિય પડેલી કોષિકાઓને સક્રિય કરે છે. જે આંખોને દેખાય છે તે સ્ટુડિયોને ભરી દે છે અને મસ્તિષ્ક તરંગોને શિથિલ કરી દે છે. તેના કારણે તે  વધુ સક્રિય અવસ્થા (બીટા)માંથી સાપનો વળી શિથિલ અવસ્થા (આલ્ફા)માં ચાલ્યું જાય છે.

દરેક વ્યક્તિને તેનો અલગ જ અનુભવ મળે છે અને જયારે ધ્વનિ વ્યસ્થિત રીતે પેદા થાય છે તો થોડીક જ વારમાં નસ્કોરાનો અવાજ આવવા લાગે છે. પહેલી વાર આ પ્રકારનું સેહસં લેવા વાળો લોકો આ ઉપચાર અને મ્યુઝિક થેરેપીને લઈને થોડા શંકામાં હોય છે. પરંતુ મોટાભાગના હિલર્સ કહે છે કે સામાન્ય માણસો માટે આ એક મસાજ કરાવવા જેવો અનુભવ છે અને તેમને તાજગી અનુભવ કરાવવા જેટલો ઍડ્રિનલિન પૂરો પડે છે. વાર્તા 2 - વેકેશન ફક્ત આરામ કરવા અને સોશ્યિલ મીડિયા ઉપર સેલ્ફી મુકવા માટે નથી હોતું.કેમકે કેટલાક લોકો તેમની યાત્રા સાથે નવો ઉદેશ્ય લઈને પણ ચાલે છે. મારા એક ડોક્ટર મિત્ર આ વખતે વોટ કર્યા બાદ પરિવાર સાથે ઉત્તર-પૂર્વના પહાડી વિસ્તારમાં જશે જ્યાં જ્યાં તબીબી સુવિધાઓ દુર્લભ છે.

ત્યાં તેઓ સ્થાનિક લોકોની તબીબી સમસ્યાઓને ચિહ્નિત કરશે,તેઓ તેમના પરિવાર સાથે સ્થાનિક લોકો સાથે તેમના ઘરોમાં રહેશે, પાક પદ્ધતિ શીખશે અને સંસ્કૃતિને સમજીને તેમની જીવનશૈલી જાણશે. તેની સાથે આસપાસના પર્યટન સ્થાળોની યાત્રા પણ કરશે. બીજાઓ માટે કંઈક કરવા માટેના હેતુથી તેઓને  પોતાની ઍડ્રિનલિન જરૂરિયાત પૂરી થશે. મને ધ્યાનમાં છે કે 2017માં હૈદરાબાદની એક કંપની ‘ઓફબીટ ટ્રેક્સે’ એક ઉદેશ્ય સાથે પર્યટન સેવાની શરૂઆત કરી હતી. જેમાં અમેરિકાના 14 નાગરિકો લદ્દાખના ચંગટાગની ટ્રીપ ઉપર ગયા હતા અને ત્યાંના 10 દૂરસ્થ ગામોમાં સોલાર પેનલ લગાવી હતી.  આ જગ્યા તેમની પશ્મિના બકરીઓ માટે પ્રખ્યાત છે અને ત્યાં વર્ષના 300 દિવસ સૂરજ ચમકે છે. ત્યારબાદ મોટા ભાગે તાપમાન ઝીરો ડિગ્રી આસપાસ બન્યું રહે છે. ફંડા એ છે કે પોતાની મરજીથી દરેક માણસ અલગ કામ કરીને પોતાનું એડ્રિનલિન મેળવી શકે છે. આપણે બસ તેની કદર કરતા શીખવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...