મેનેજમેન્ટ ફંડા / 2019માં અજમાવો 1969ની ખાણીપીણીની આદતો

DivyaBhaskar.com

Mar 12, 2019, 08:04 AM IST
Article by N Raghuraman

શનિવારની રાત્રે મેં સાંજે 6:30 વાગ્યે ડિનર કરી લીધું અને જલ્દી સુવા ચાલ્યો ગયો, કારણકે મારે રવિવારે યાત્રા પર જવાનુ હતું. હંમેશાની જેમ ‘દુધવાલા’ ફલાઇટ ( સવારે બધા જાગે તે પહેલાની ફ્લાઇટ )થી. બહુ જ લાંબા સમય બાદ હું મારા બાળપણના સમય પર સુવા ગયો. મારો મતલબ છે 9:15 વાગ્યે હવા મહલ કાર્યક્રમ પહેલા, જે એ સમયે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થતો હતો. મારી ઊંઘ રાત્રે 11:30 વાગ્યે અચાનક તૂટી અને કારણ શોધ્યું તો ખબર પડી કે મારી ભત્રીજી અને દીકરી કિચનમાં નુડલ્સ બનાવી રહી છે. કારણ એ હતું કે એમને ભૂખ લાગી રહી હતી.

કારણકે નેક્સ્ટ ડે સન્ડે હતો એટલે એમનું કહેવું હતું કે અમે તો ‘ચીલ’ કરી રહ્યા છીએ. નવી પેઢીની ડિક્શનરીમાં ‘ચીલ’ કરવાનો મતલબ છે, ‘કારણ કે નેક્સ્ટ ડે રજા છે તો આજે અમે જે ઇચ્છીએ તે કરી શકીએ.’ જ્યારે અમે એમની ઉંમરના હતા તો અમને આ ‘ચિલિંગ’ વાળી આઝાદી જરાય નહોતી. એ સમયે અમારા ઘરમાં, ખાસ કરીને રસોઈ ઘરને લઈને બહુ કડક કાયદાઓ હતા. રસોઈ સાંજે 7 વાગ્યે બંધ થઇ જતી અને એવું ભાગ્યે જ બન્યું હશે કે તે 7:30 સુધી ખુલ્લી રહી હોય. ત્યાં સફાઇ માટે એકપણ ગંદુ વાસણ નહોતું રહેતું, કારણકે એ સમયમાં સિંક જેવું કઈં જ નહોતું. વાસણ નીચે બેસીને ઊટકવામાં આવતા.

( તમે આને મહિલાઓની કસરત કહી શકો છો ) બે સ્ટવ હતા - એક નૂતન અને બીજો પમ્પ સ્ટવ અને બંને અમારા ડિનર ખતમ થવા સુધી સાફ થઇ જતા હતા. એ સમયે ખાવાનું બનાવવાના સાધનોને ઉર્જા પ્રદાન કરતા ભગવાન માનવામાં આવતા હતા અને જયારે તેઓ એક વાર સુઈ જાય તો એમને પરેશાન કરવું સારું નહોતું. જેવી રીતે આપણે મોટાઓને પગે લાગીએ છીએ, મારી મા હંમેશા સ્ટવને અડીને નમસ્કાર કરતી હતી, પછી રસોઈથી કામ પતાવીને જતા સમયે મિનિટભર માટે ધીમા સ્વરે પ્રાર્થના કરતી હતી અને આ જ પ્રક્રિયા પછીના દિવસે સ્ટવને પ્રગટાવતા સમયે પણ થતી હતી.

જયારે અમારા ઘરમાં સ્ટવની જગ્યાએ બર્મા શેલ ગેસ કંપનીના ગેસ ચુલ્હા આવ્યા, જેનો હવે બીપીસીએલમાં બદલાવ થઇ ગયો છે, પરંતુ છતાંય 10 વર્ષ સુધી આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવતી હતી. જમવામાં હંમેશા ત્રણ વસ્તુ રહેતી. શાક, દાળ અને રોટલી અથવા તો રોટલીની જગ્યાએ ભાત. રાતના દહીં-ભાત નહોતા અપાતા. જો કે દક્ષિણ ભારતીય પરિવારોમાં દહીં-ભાત મુખ્ય આહાર હોય છે, પરંતુ ત્યાં પણ તેને જલ્દી જ ખાઇ લેવામાં આવતું, કારણકે દહીંને પચવામાં સમય લાગે છે અને આવામાં જો રાતના 7:30 વાગ્યા પછી ખાવાનું થાય તો દહીંની જગ્યાએ છાશ રહેતી.

એ સમયે કોઈ ડાયેટીશ્યન નહોતા અને કોઈ હેલ્થ એક્સપર્ટ પણ નહીં. ડૉક્ટર પણ ફક્ત એક જ સલાહ આપતા હતા અને એ હતી કે જલ્દી જમવાનું જમો. મોર્નિંગ વૉકનું ચલણ પણ બહુ ઓછું હતું, કારણકે મોટા ભાગના લોકો કામ પર ચાલીને જ આવતા જતા હતા. સાઇકલ ચલાવનારા પણ ઘણા હતા અને તેઓ પણ બહુ પરસેવો પાડતા. એ સમયમાં બે વાતનું ધ્યાન રાખવામાં આવતું, એક જલ્દી ખાવાનું ખાઈ લેવું અને બીજું કામ પર ચાલીને અથવા સાઇકલ લઈને જવું. હું જયારે એક વાર બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને મળ્યો હતો ત્યારે મને સારી રીતે સમજાયું હતું કે આ બે એક્ટિવિટી કરવામાં આવે તો વજન પર કાબુ રાખી શકાય છે, કારણકે અક્ષય કુમાર પાછલા 20 વર્ષથી આના પર અમલ કરી રહ્યા છે. ફંડા એ છે કે, જો તમને તમારા શરીરને લઇને કોઈ તકલીફ થાય તો બસ એટલું કરો કે 1969ની લાઇફસ્ટાઇલ અપનાવી લો, એટલિસ્ટ જયારે વાત ખાવાની અને કામ પર જવાની હોય, તો તમને નિશ્ચિત જ બદલાવ જોવા મળશે.

X
Article by N Raghuraman
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી