તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ અને વ્યક્તિગત પ્રગતિ માટે વિચારસરણી બદલવી જરૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

8 માર્ચ 2019ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે તે મહિલા એક એવી જગ્યા એ રેડ કાર્પેટ પર ચાલી રહી હષવ જેના માટે કોઈ લાંબા સરનામાની જરૂર નથી, માત્ર બે જ શબ્દો પૂરતા છે! એ બે શબ્દો છે- રાષ્ટ્રપતિ ભવન. એ જગ્યાએ તે ડેશનબા પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે ભારતનું સૌથી મોટું મહિલા નાગરિક સન્માન - ‘નારી શક્તિ પુરસ્કાર 2018’ મેળવશે. ઝારખંડની રાજધાની રાંચીથી 108 કિમિ દૂર લાતેહર જિલ્લાના ઉદયપુરા ગામ, જે એ હદે પછાત હતું કે, ત્યાં મહિલાઓને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડતું હતું પણ, ગામલોકોને કશો જ ફરક પડતો ન હતો.

પણ, જો કોઈ શૌચાલય બનાવવાની વાત કરે તો તેમના માથાના વાળ ખેંચાઈ જતા હતા. ગામમાં જો કોઈ આ વિચારસરણી બદલવાનો પ્રયત્ન કરે તો પણ લોકો તેના વિરુદ્ધમાં પંચાત કરીને તેને ખરાબ કહેતા હતા. આ જ કારણે જયારે 23 વર્ષની સુનિતા દેવીએ શૌચાલય બનાવવા માટે રાની-મિસ્ત્રી(મહિલા સુથાર)નો  અને બાકીની મહિલાઓને પણ સાથે આવવા કહ્યું ત્યારે આખું ગામ તેની વિરુદ્ધમાં ઉભું થઇ ગયું અને ખુલ્લેઆમ તેની નિંદા કરવા લાગ્યા. તેનો પતિ શરૂઆતમાં તેની સાથે હતો પણ, પછીથી ગામલોકોના ટૉન્ટથી એટલો હેરાન થઇ ગયો કે આ કામ કરવા માટે પત્નીને મારવા લાગ્યો.

તે લોકો આટલે જ અટક્યા નહિ. તેમણે સુનિતા અને તેના પરિવારને ગામની બહાર નીકળી જવાનું પણ કહી દીધું.રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગેજ્યુએટ અને બે બાળકોની માતા સુનિતાએ પોતાના પતિને સમજવ્યા કે, આપણા અને આખા સમાજ માટે શું મહત્વનું અને સારું છે. પતિએ પત્નીની આ વાત સમજી અને ધીમે-ધીમે લોકોને પણ તેની વાત સમજાઈ. સુનિતાએ પોતાના પ્રયત્નો વધાર્યા અને 300થી વધુ મહિલાઓને રાની મિસ્ત્રીના રૂપમાં ઘડી અને ગ્રામીણ શૌચાલય સ્વચ્છતા અભિયાનની પ્રણેતા બનીને સામે આવી.દર વર્ષે કેન્દ્રીય મહિલા એવમ બાલ વિકાસ ખાતું લગભગ 40 મહિલાઓ અને સંસ્થાનોને મહિલા સશક્તિકરણની દિશામાં ઉલ્લેખનીય કાર્ય કરવા માટે નારી શક્તિ પુરસ્કાર આપે છે.

આ વખતે સુનિતા તેમાંથી એક છે જેમને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને રાષ્ટ્રપતિના હાથે આ કાર્ય માટે સન્માન પત્ર મળશે કે તેમણે પુરુષોનો એકાધિકાર તોડ્યો એટલું જ નહીં આખા ગામની વિચારસરણી બદલી દીધી. વિચારસરણી બદલવાની આ દિશામાં એક પહેલ ભારતીય રેલવેએ કરી છે. પોતાની ફ્લેગશિપ ટ્રેન  ‘વંદે ભારત’ને પથ્થરબજોનાં હુમલાથી બચાવવા માટે રેલવે અધિકારી ચોકલેટ લઈને તેમની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા જ્યાંથી આ કામ શરૂ થયું છે.

આ સિવાય ટ્રેનની સામે ઢોર ના આવી જાય તે માટે ‘કેટલ ગાર્ડ’ લગાવાયા છે જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારનું નુકસાન ન થાય. શુભારંભ પછીથી વંદે ભારત ટ્રેન પર એક પછી એક પથ્થર ફેંકવાની ઘટનાઓ સામે આવી છે. ભારતની એન્જીન વગરની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન છે, જેને ટ્રેન 18નામથી ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્શનના સિદ્ધાંત પર લગભગ 180 કિમિ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. 15મી ફેબ્રુઆરીએ પીએમ મોદીએ તેને લીલી ઝંડી બતાવી હતી.

તાજેતરમાં જ દિલ્હીના રસ્તે તેના ડ્રાઇવરની વિન્ડ સ્ક્રીન અને કેટલાંક કોચીસની બારીઓ પથ્થર બાજીના કારણે તૂટી ગઈ હતી.એ પછી જે વિસ્તારોમાં આમ થવાની ખબર મળી હતી ત્યાં રેલવે સુરક્ષા બળે પથ્થરબાજોની વિરુદ્ધમાં કાર્યવાહીની બનવી પદ્ધતિ અપનાવી છે. તે લોકો ચોકલેટ અને રમકડાં સાથે દિલ્હીની શકૂરબસ્તી, ટુંડલા અને કાનપુર બસ્તીમાં પહોંચ્યા અને બાળકોને પોતાની વિચારસરણી બદલવા પ્રોત્સાહિત કર્યા. જાપાનમાં આ કામ શાળા સ્તરે કરવામાં આવે છે ખાસ કરીને પોતાની રાષ્ટ્રીય અને સાર્વજનિક સંપત્તિનું સન્માન કરતા શીખવાડાય છે. આ જ કારણે ત્યાં પર્યટકો પણ જાય તો સામેની સીટ પર પગ લાંબા કરીને બેસી શકતા નથી.  
ફંડા એ છે કે, વ્યક્તિગત પ્રગતિની સાથે દેશહિત માટે પણ વિચારસરણી બદલવી આવશ્યક છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો