તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં કેટલા લોકો પ્રમાણિક છે તેના પર શહેરનું સૌંદર્ય નિર્ભર છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

‘અધમા: ધનમિચ્છન્તિ ધનં માનં ચ મધ્યમા: | ઉત્તમા: માનમિચ્છન્તિ માનો હિ મહતામ ધનમ |’ આ સુભાષિતમ્ કાવ્યનું 108મું સુભાષિત છે, જેનો અર્થ છે, ‘કોઈ જીવન મૂલ્યવાળા ગરીબ લોકો હંમેશા રૂપિયા પાછળ ભાગે છે (અધમા: ધનમિચ્છન્તિ), તે લોકો જેમને રૂપિયાની જરૂર હોવા પર પોતાના મૂલ્યો સાથે સમજૂતી કરવામાં તકલીફ નથી થતી, તે સામાન્ય રીતે મધ્યમ વર્ગના હોય છે (ધનં માનં ચ મધ્યમા), જ્યારે જે લોકો પાસે જીવન મૂલ્ય હોય છે અને તે એ મૂલ્યોનું સન્માન કરે છે તે સૌથી ધનિક હોય છે.

(ઉત્તમા માનમિચ્છન્તિ). આ હું છું અને હું માનું છું કે સારા જીવન મૂલ્યની વાસ્તવિક સમૃદ્ધિ દર્શાવે છે (માનો હિ મહતામ્ ધનમ્)’ હું જ્યારે પણ વિવિધ સ્તર પર ભ્રષ્ટ કર્મચારીઓને જોઉં છું તેમને પ્રાથમિક  રૂપે સમાજમાં ખરાબ કામોનો પ્રસાર અટકાવવા માટે નિયુક્ત કરાયા હોય છે ત્યારે મને આ સુભાષિત યાદ આવે છે.
 ટ્રાફિક પોલીસ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમનું કામ ટ્રાફિકના નિયમો તોડનારાની સંખ્યા ઘટાડવાનું છે, કારણ કે સરળ ટ્રાફિક સમાજની જરૂર છે. તેથી તેમને કાયદો તોડનારા એવા લોકોને દંડ કરીને આ પ્રવૃત્તિ અટકાવવાનો અધિકાર અપાય છે.  તેમાંથી કેટલાક લોકો દંડની રકમની સરખામણીમાં લાંચ લઈ કાયદો તોડનારાને જવા દે છે તો શહેરમાં આવા લોકોના કારણે થનારી ટ્રાફિકની સમસ્યાઓથી શહેર પરેશાન થઈ જાય છે. મોટાભાગની ભાવી નોકરીઓ ટ્રાફિક કોન્સ્ટેબલ જેવી જ થવાની છે - એવી અસ્વીકાર્ય પ્રવૃત્તિઓ રોકવી, જેને આપણા સમાજ માટે સારી મનાતી નથી.

યાદ રહે કે આવી પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સમાજમાં મૂલ્ય વ્યવસ્થાના પતનથી પણ થાય છે. મુંબઈ શહેરમાં ‘ક્લીન અપ માર્શલ્સ’ એવી નવી નોકરીઓમાંથી એક છે, જેમને વિશેષરૂપે આ ઉદ્દેશથી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પાસેથી એવી અપેક્ષા હોય છે તકે તેઓ મુંબઈ જેવા ગેટવે મેટ્રોને શક્ય હોય તેટલું સ્વચ્છ રાખે. મુંબઈ મહાનગર પાલિકાનું પ્રાથમિક કામ દરેક વ્યક્તિને સારો અનુભવ કરાવવાની સાથે આંતરરાષ્ટ્રીય મહેમાનો પર સારી છાપ છોડવાનું છે, તો 2007માં સૌથી પહેલા આ નવું પદ લવાયું.

2011માં તેને ખતમ કરાયું અને 2016માં તે ફરી લવાયું. આજે મુંબઈના વિવિધ વોર્ડ્સમાં 700થી વધુ માર્શલ છે. તેમનું મુખ્ય કામ કચરો ફેલાવનારા પાસેથી દંડ વસૂલવો અને એ નિશ્ચિત કરવું કે શહેર હંમેશા સાફ-સુથરું રહે, સાથે જ લોકોમાં જાહેર સ્થળો પર કરચો ન ફેલાવવાની આદત બને. તેથી તેમને ટ્રાફિક કોન્સ્ટેબલની જેમ અધિકાર અપાયા છે. તેમનું કામ જે પણ કચરો ફેલાવે તેને દંડ કરવાની સાથે તેમની પાસેથી બધા સામે તે જગ્યા પણ સાફ કરાવવાનું છે. તેનો આશય તેમને શરમજનક સ્થિતિમાં મૂકવાનો નહીં, પરંતુ તે મેટ્રોમાં અસ્વીકાર્ય કૃત્યોનું પુનરાવર્તન ન કરે તેવો છે.
પરંતુ, કોઈ પણ મુંબઈકરને પુછો કે આ માર્શલ રસ્તા પર શું કરે છે. આ માર્શલ કચરો ફેલાવનારા પાસેથી રૂપિયા વસૂલ કરવા પહોંચી જાય છે, સાન્ય રીતે દંડની નિશ્ચિત રકમથી  પણ વધુ. આ શનિવારે મીડિયા રિપોર્ટોએ તેની પુષ્ટી કરી. આ જ કારણ છે કે કચરો ફેલાવીને નિયમ તોડનારા સોદાબાજી પર ઉતરી આવે છે. સોદાબાજી પછી નિશ્ચિત રકમ દંડ કરતા ઓછી હોય છે તો માર્શલ લીધેલા રૂપિયાની રસીદ નથી આપતા,. ત્યાં સુધી કે નિયમ તોડનારા પણ તેના દ્વારા ફેલાવેયાલી ગંદકીને સાફ કરવાનો ઈનકાર કરી દે છે.
સ્વાભાવિક છે તેમાંથી બધા ભ્રષ્ટ નથી, કારણ કે કેટલાક લોકો યોગ્ય રકમ વસૂલ કરે છે અને નિયમ તોડનારા તેની ચૂકવણી પણ કરે છે. એવું ન હોત તો માત્ર 2017માં જ બીએમસી આ માર્શલો મારફત 4.7 કરોડ રૂપિયા એકત્ર ન કરી શકત. 2018ના આંકડા હજી જાહેર નથી થયા. પરંતુ અસલી ઉદ્દેશ દંડ વસૂલ કરવાનો નથી, પરંતુ શહેરને સ્વચ્છ રાખવાનો છે. આ ઉદ્દેશને ત્યારે ધક્કો લાગે છે જ્યારે ભ્રષ્ટ માર્શલ, જેમના જીવનમાં કોઈ મૂલ્ય નથી, તે પોતાના ખીસ્સા ભરવામાં લાગેલા રહે છે.
 ફંડા એ છે કે જો તમારું શહેર સુંદર હોય તો તેનો અર્થ છે કે તમારા શહેરમાં એવા અનેક પ્રમાણિલક લોકો છે, જે પોતાની જવાબદારી સંપૂર્ણપણે પૂરી કરે છે - તેમાં માર્શલ અને નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો