મેનેજમેન્ટ ફંડા / 5 હોય કે 105, રેકોર્ડ કોઇ પણ ઉંમરે બની શકે છે

5 or 105, records can be made at any age

Divyabhaskar.com

Jul 11, 2019, 07:35 AM IST

જો તમે કોઈને કહેતા સાંભળો કે 'અરે આ બાળક ખૂબ નાનું છે અથવા આ વ્યક્તિ ખૂબ વૃદ્ધ છે. તો આ મિથ તોડવા માટે નીચે આપેલા 5 વર્ષ અને 105 વર્ષના વ્યક્તિના જીવનના આ ઉદાહરણ પૂરતા હશે. પાંચ વર્ષની બાળકીની વાર્તા: અંગ્રેજીમાં બાળકોની આ રમતને 'હુલાહુપ્સ' કહેવાય છે. આ રમત મને બાળપણની યાદોમાં લઇ જાય છે. દાયકાઓ પહેલા ફિઝિક્સ ભણાવનાર શિક્ષક આખા ક્લાસ વચ્ચે મને કહેતા કે, સાયકલનું પૈડું લઈને પોતાની કમરમાં પહેરી લે અને ગોળ-ગોળ ફેરવ. આ રીતે તેઓ અમને ઓસિલેશન શીખવાડતા હતા. હુલાહુપ્સ મારા મનમાં બાળપણની યાદોની સાથે નાદાની તાજી કરી જાય છે.

છેલ્લી સદીથી આ રમત ભણવાના ભાગરૂપે ઉપયોગમાં લેવાય છે સાથે જ ફિટનેસ પ્રેમીઓ માટે પણ એક સાધનની જેમ છે જેમાં કમરને સારો આકાર અને માંસપેશીઓને તાકાત મળે છે. નવા સમયમાં પ્રચલિત થયેલું હુલાહુપ્સની શોધ કરવાનો શ્રેય આર્થર સ્પડ મિલીન અને રિચર્ડ નેરને જાય છે. પણ, કર્ણાટકના મેંગલુરુ જિલ્લાના માટડકની નામના કસ્બામાં રહેતી પાંચ વર્ષની છોકરી આદ્યાએ આ રમતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જૂનના એ મહિનામાં ઘૂંટણિયે બેસીને 34 મિનિટ અને 25 સેકન્ડ સુધી 4000 વાર હુલા હૂપને પોતાની કમરમાં નાખીને ફેરવ્યું. તે એક નહિ પણ તે ત્રણ રિંગ નાખીને સરળતાથી ફેરવી શકે છે.

આદ્યાની પ્રતિભા તેના ડાન્સ ટીચરે પારખી અને તેના માતા પિતાને સલાહ આપી કે ઇન્ડિયા સ્ટાર બુક્સ ઓફ રેકોર્ડમાં અરજી કરે. મજાની વાત એ રહી કે, રેકોર્ડ નોંધાવ્યા બાદ આ નાનકડી છોકરીએ હુલાહૂપ ફેરવવાની સંખ્યા વધારીને 5000 સુધી કરી લીધી છે. 105 વર્ષના વૃદ્ધની વાર્તા: 'હું રિટાયર્ડ છું' વાક્યથી તેમને નફરત છે. જયારે તેઓ કોઈને આમ કહેતા સાંભળે છે તો ગુસ્સે થઇ જાય છે અને કહે છે, 'રિયાયર થવાનો અર્થ શું છે? પથારીમાં પડ્યા રહેવું? ખેડૂત અને સિપાહી ક્યારેય નથી મરતા.' અને આજે બંને રૂપોમાં એક ઉદાહરણ છે મેજર બખ્તાવરસિંહ બરાર. ભારતીય સેનાના આ ડેકોરેટેડ વેતરન સિપાહી 68 વર્ષની ઉંમરે 1980માં અમેરિકા જઈને વસી ગયા હતા.

એક વાર એક મહિલાએ તેમને કહ્યું, 'આ ઉંમરે તો તમારે પેંશન માટે અરજી કરવી જોઈએ' અને તેમણે તરત જ જવાબ આપ્યો 'તમારો ખૂબ આભાર મેડમ, મને તેની જરૂર નથી.' જયારે પૂછવામાં આવ્યું કે, આવું કેમ કહ્યું તો તેમનો જવાબ હતો, 'મેં હજી સુધી દેશ માટે શું કર્યું છે, કશું જ નહીં. હું અહીં ભાર બનીને રહેવા નથી માંગતો. મને પૈસાની જરૂર હશે તો મારા દમ પર કમાઈ લઈશ.' ત્યારબાદ તેમણે ખેતરમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. સમય બદલાયો અને 2006 બાદ બરાર પોતાના દીકરાની કેલિફોર્નિયા ખાતેની એગ્રિકલ્ચર કંપનીનું કામ સાંભળી રહ્યા છે. આ કંપની 180000 એકરમાં દ્રાક્ષ અને બદામની ખેતી કરે છે.

ગયા નવેમ્બરમાં તેમણે વર્ક ડેસ્ક પર પોતાનો 105મોં જન્મ દિવસ મનાવ્યો.પોતાના અનુભવોની શીખ આપતા બરાર કહે છે કે, 'લાંબી અને સ્વસ્થ ઝિંદગીની છે, જીવનમાં એક મધ્યમ માર્ગ પર ચાલવું. કોઈ ફરક નથી પડતો કે તમે જીવનમાં શું સારું કરો છો કે શું ખરાબ, જે પણ કરો, તે અતિ ના કરો.' તે કાયમ પોતાના ડેસ્ક પર હાજર હોય છે અને પોતે જ ગ્રાહકોને ફોન પર જવાબ પણ આપે છે. શતાયુ હોવા છતાં બરાર સ્વસ્થ છે. ફંડા એ છે કે, માણસ જાતની સુંદરતા એ વાતમાં છે કે, ઉમર ભલે 5 હોય કે પછી 105, તે કોઈ પણ રીતે રેકોર્ડ બનાવવાનો દમ રાખે છે. અને તેની પાછળ શિસ્ત સાથે તેમની મનોસ્થિતિ છે અને એવામાં ઉંમર એક સંખ્યા માત્ર છે.

X
5 or 105, records can be made at any age
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી