માનસ દર્શન / સનાતન ધર્મ-વૈદિક ધર્મ એ વટવૃક્ષ છે

Sanatan Dharma-Vedic religion is a tree

  • કોઈ બુદ્ધપુરુષ આપણને આકાશ બતાવી શકે છે, કેમ કે આપણે ઓરડામાં કેદ છીએ

મોરારિ બાપુ

Oct 20, 2019, 07:27 AM IST

ઋગ્વેદમાં કહેવાયું છે કે હે સાધક, હે મનુષ્ય, તારા બે પ્રકારના દુશ્મનો છે. કેટલાક અંતરંગ દુશ્મનો છે, કેટલાક બહિરંગ છે. આપણા આંતરિક ત્રણ દુશ્મન છે. એનાં નામ છે પ્રમાદ-આળસ; અક્રિયતા-નિરુત્સાહ અને વિવેકહીનતા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ ષડરિપુ આપણે ત્યાં છે અને મારી જે સ્વાભાવિક સમજ છે એ મુજબ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એ બધા ઓછા થઇ જાય તો સારી વાત છે, પરંતુ એની બહુ ચિંતા ન કરવી જોઇએ. આપણે ત્યાં બહુ ભારપૂર્વક કહેવાયું છે કે કામને મારો, ક્રોધને મારો. ક્રોધને મારવા માટે પહેલાં તમારે ક્રોધી બનવું પડશે. કામની જેટલી ચર્ચા કરશો એટલા કામના વિષયમાં તમે ઊંડા ઊતરશો. રૂપિયાનો લોભ છૂટશે તો અનેક પ્રકારના લોભ તમને પકડી લેશે. એટલા માટે વેદ બહુ નિકટ પડે છે અને કહે છે, પ્રમાદ જ તારો દુશ્મન છે; નિરુત્સાહ તારો દુશ્મન છે; વિવેકશૂન્યતા તારો દુશ્મન છે. એનો મતલબ એ છે કે નિરુત્સાહ સારી સ્થિતિ નથી, પરંતુ કોઇ પણ સ્થિતિમાં ઉત્સાહથી સભર થઇ જવું એ અમંગલ નથી, સુમંગલ છે.

સકલ સુમંગલ દાયક રઘુનાયક.

અમંગલ શું છે? આપણે ઉત્સાહ ગુમાવી દઇએ, ડિપ્રેશ થઇ જઇએ. અમે શું કરીએ? હવે અમારાથી કંઇ નહીં થાય! હવે અમે કોઇ કામના નથી રહ્યા! આવું થાય એ નિરુત્સાહ છે. એ અમંગલ છે. બહારગામ જાઓ તો એવા નિરુત્સાહીનાં શુકન ન કરવાં. નિરુત્સાહ અમંગલ છે, પરંતુ નિરુત્સાહની જગ્યાએ ઉત્સાહથી સભર થઇ જાઓ તો ઉત્સાહ સુમંગલ, નિરુત્સાહ છે અમંગલ. જિસસ કહે છે, રોજ નવાં કપડાં પહેરો. નવાં કપડાં પહેરવાનો મતલબ તમારો ઉત્સાહ રોજ નવો હોય, નિતનૂતન હોય. માણસ રોજ નવો હોવો જોઇએ. આપણે વાસી છીએ. જિસસનું એક વાક્ય મને બહુ જ પ્રિય છે. જિસસ ક્રાઇસ્ટ, ભગવાન ઇસુ કહે છે, માણસ કેવળ રોટીથી નહીં જીવે, મારાં પવિત્ર વચનોથી જીવશે. આપણે કેવળ રોટીથી નથી જીવતા, સંતોનાં વચનોથી જીવી રહ્યા છીએ અને કોઇ સાધુ સાથે તમારો સંગ થઇ જાય અથવા તો એમના માર્ગદર્શનમાં આપણે જીવીએ છીએ; એની સાથે વાત કરીએ કે એ આપણા ખભા પર હાથ મૂકીને બે શબ્દ કહી દે તો પછી કોઇ ચિંતા ન કરો.

સાધુ તમને લોટરી નહીં લગાવી દે, પરંતુ બેટરી ચાર્જ કરી દેશે; ઉત્સાહથી ભરી દેશે. નિરુત્સાહી જીવન અમંગલ છે, ઉત્સાહી જીવન સુમંગલ છે. પ્રમાદી જીવન અમંગલ છે. માણસ કર્મયોગી હોવો જોઇએ. કબીરસાહેબ કહે છે, ‘કહ કબીર કછુ ઉદ્યમ કીજે.’ ‘શિવસૂત્ર’માં લખ્યું છે, ‘ઉદ્યમો ભૈરવ.’ શંકર પાસે જે ભૈરવ રહે છે એ માણસનો પુરુષાર્થ, માણસનો ઉદ્યમ જ ભૈરવ છે. પ્રમાદી જીવન બરાબર નથી, એ અમંગલ છે. કામ કરવું જોઇએ. રમણ મહર્ષિને કોઇએ કહ્યું કે આપ અરુણાચલની ગુફામાં એકલા બેઠા રહો છો! આપે નેત્રયજ્ઞ કરાવવા જોઇએ. આપે સમાજસેવા કરવી જોઇએ. રમણ મહર્ષિએ કહ્યું, તમે જાહેરમાં કરો છો અને હું એક ખૂણામાં બેસીને કરી રહ્યો છું એ લોકોની સેવા જ કરી રહ્યો છું. સૌની પોતાની રીત હોય છે. એક સાધુ ચૂપચાપ હરિસ્મરણ કરે એનાથી જગતને બહુ ફાયદો થાય છે.

માણસે કર્મ કરતા રહેવું જોઇએ. આ આખી દુનિયા કર્મમાં છે. ઋગ્વેદમાં પણ વધુ ને વધુ મંત્રો કર્મકાંડના છે. તો પ્રમાદ છે અમંગલ, કાર્યશીલતા છે સુમંગલ અને ત્રીજી વસ્તુ, વિવેકશૂન્યતા અમંગલ છે. વિવેકની સંપન્નતા સુમંગલ છે. હે સાધક, તારા ત્રણ પ્રકારના જે આંતરિક દુશ્મન છે એને તું માર નહીં, પરંતુ તું એવું કંઇક કર કે એને લાગે કે હવે આની અંદર હું રહી નહીં શકું. તો આ જે અંદરના દુશ્મન છે એ ત્રણ પ્રકારના અમંગલ છે. એનાથી ઊલટા બધા સુમંગલ છે. ઋગ્વેદ કહે છે, હે સાધુ! હે મનુષ્ય! હે સાધક! તારા અંદરના તેજને વધાર. ‘અંતરા અમિત્રાન્’, તારા અંત:કરણના જે ત્રણ અમિત્ર-દુશ્મન છે એને તું તૃપ્ત કર. એને તું હલાવી દે એટલે એ ભાગી જાય અને તારા અંદરના તપથી એને તું તૃપ્ત કરી દે, એ તેજને તું એટલું વધાર કે એનાં કિરણો આખા સંસારમાં ફેલાઇ જાય અને આખા સંસારને એનું અજવાળું મળે. એવું સુમંગલ જીવન જીવવાનો તું શિવસંકલ્પ કર. તો આ વચન આપણને સુમંગલ તરફ પ્રેરિત કરે છે. અમંગલ હટે. હટાવવાં ન પડે; હટી જાય. આપણે આપણી જાતને અંદરથી એવી કરીએ. કોઇ સાથે દુશ્મની નહીં, પરંતુ આપણે આપણું તેજ વધારીએ કે આપણા અંત:કરણમાં સુમંગલતા ડેરો નાખે અને એ સુમંગલતા પેલી અમંગલતાને હટી જવા માટે મજબૂર કરી દે.

સકલ સુમંગલ દાયક રઘુનાયક ગુન ગાન.
સાદર સુનહિં તે તરહિં ભવ સિંધુ બિના જલજાન.

ગોસ્વામીજી કહે છે, ભગવાન રામના ગુણની કથા શું કરે છે? ‘સકલ સુમંગલ દાયક’ એ તમામ સુમંગલના દાતા છે. ‘રઘુનાયક ગુનગાન’ અને રઘુનાયકના ગુણગાન સમસ્ત સુમંગલ પ્રદાન કરે છે. એનાથી અમંગલ ચાલ્યાં જાય છે. પછી લખ્યું છે કે જે શ્રદ્ધા સાથે શ્રવણ કરશે, આદર સાથે શ્રવણ કરશે; આદરનો મતલબ અહીં શ્રદ્ધા, ગુણાતીત શ્રદ્ધા. ભવસાગર તરવા માટે કોઇ સાધન જોઇએ. કાં તો તરતા આવડવું જોઇએ કાં તો નૌકા જોઇએ. તુલસી કહે છે, જે આદર સાથે સકલ સુમંગલ આપનાર રઘુનાયકની ગુણકથા સાંભળશે એ નૌકા વિના આ ભવસાગર તરી જશે.

હું મારાં ભાઇ-બહેનોને એમ કહેવા માગું છું કે વિદેશમાં રહીને નાના-નાના ગ્રૂપમાં વહેંચાઇને તૂટી ન જવું! એકબીજા સાથે જોડાઇ રહેવું. તમારી દીવાલોમાં દરવાજા રાખજો, નહીંતર તૂટી જશો! મંદિર રહે, સંપ્રદાય રહે, ધર્મના ગ્રૂપ રહે. બધા પોતપોતાની મોજમાં પોતાની બંદગીની સાધના કરે. મંદિર રહે, મસ્જિદ રહે, ગુરુદ્વાર રહે, ચર્ચ રહે. બધું રહે, પરંતુ મળીને રહેવું. એક આકાશની નીચે રહેવું અને આકાશ છે સનાતન ધર્મ. મારા કહેવાથી આકાશ નહીં થઇ જાય અને આકાશ થવાતું નથી. આકાશ બતાવાય છે. હું ઇચ્છું કે હું આકાશ થઇ જાઉં તો એમ નથી થઇ શકાતું. કોઇ બુદ્ધપુરુષ આપણને આકાશ બતાવી શકે છે, કેમ કે આપણે ઓરડામાં કેદ છીએ. આપણે દીવાલોમાં આબદ્ધ છીએ.

માત્ર હિન્દુ ધર્મ એવો છે જેણે વિશાળતાથી વાત કરી છે, બાકી બધાએ પોતાના દરવાજા બંધ કરી દીધા છે! આપ સૌની શુભકામનાથી મારો પ્રયાસ એ જ છે કે દરવાજા ખુલ્લા રહે. જરૂર બધા પોતપોતાના સંપ્રદાય, ધર્મ, પંથ એન્જોય કરો; પોતાના ઇષ્ટની સાધના કરો; પોતાના ઇષ્ટના ગ્રંથ વાંચો, પરંતુ ભેદ ન કરો. પોતપોતાના સંપ્રદાયમાં-પંથમાં મોજ કરો, પરંતુ દરવાજા રાખો, બંધિયાર ન બનો. એકબીજાને કાપશો નહીં. સનાતન ધર્મ, વૈદિક ધર્મ, વૈદિક પરંપરા એ વટવૃક્ષ છે. એની છાયામાં બધા મોજ કરો. નહીંતર આપણે ધર્મના નામે વિભક્ત થઇ જઇશું. તૂટી જઇશું.

બધા પોતપોતાના સ્થાનમાં પોતાનું સ્થાન બનાવીને પોતપોતાની જે જે સાધના કરતા હો એ મુબારક, પરંતુ વિશાળતા છોડશો નહીં. હું અહીં શરૂઆતથી જ સૌને ભેગાં કરવાની કોશિશ કરી રહ્યો છું. મારા માટે અસ્પૃશ્ય કોઇ નથી. હું જિસસને આટલા આદરથી પોકારું છું અને મોહમ્મદને આટલી મહોબ્બતથી પોકારું છું. મારા માટે અહીં કોઇ અસ્પૃશ્ય નથી. આ બધા મારી પાસે સ્વીકાર્ય છે. એટલે વેદ અને સૂફી બંનેની વાત કરું છું. ભાવનગરના પ્રોફેસર મહેબૂબ દેસાઇ હજ પઢવા ગયા અને હજ પઢીને તેઓ પાછા આવ્યા. મને મળીને કહ્યું, બાપુ, આપના માટે ખજૂર અને

X
Sanatan Dharma-Vedic religion is a tree

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી