મહાભારત 2019 / હઠ-બંધનની ચપેટમાં ગઠબંધન આવી ગયું

Article by kumar5 vishwas

DivyaBhaskar.com

Mar 25, 2019, 09:32 AM IST

‘યાદી આવી ગઈ ! યાદી આવી ગઈ !’ હાજી પંડિત હાથમાં એક કાગળ લઈને દાખલ થયા. હું ઉત્સુક થઈ ગયો. પછી મેં કહ્યું, ‘અરે હાજી! યાદી તો અખબારોમાં પણ છપાઈ છે. તમે કઈ નવી વસ્તુ લઈને ફરી રહ્યા છો ?’ હાજીએ કહ્યું, ‘આ યાદી તો કોઈની પાસે નથી મહાકવિ! એકદમ તાજી!’ કુતુહલવશ મેં હાજી પાસેથી લગભગ કાગળ આંચકી લીધું. વાંચ્યું તો કરિયાણુ અને શાકભાજીના નામ લખઅયા હતા. મેં કાગળ હાજી તરફ ફગાવ્યો અને કહ્યું, ‘મારી તરફથી બધું બરાબર છે. જાહેરાત કરી દો.!’ હાજી સ્થાન ગ્રહણ કરતા કહ્યું, ‘હું એ જ ચેક કરી રહ્યો હતો. તમે એવું નાટક કરો છો કે રાજકારણમાં તમને ખાસ રસ નથી. અને યાદીના નામ પર આટલી વ્યાકુળતા?’ મેં વાત બીજે વાળી, ‘અચ્છા છોડો, એ જણાવો, હોળીના દિવસે કેમ આવ્યા નહીં ?’ હાજીએ કહ્યું, ‘તમે ટીવી પર છવાયેલા રહ્યા, અમે પથારી પર.’
મેં કહ્યું, ‘હાજી, હવે તો ચૂંટણી માથા પર આવી ગઈ. શું થશે, કેવી રીતે થશે, કંઈક તો કહો.’ હાજી અચાનક જ્ઞાન આપવાની મુદ્રામાં આવી ગયા. કહ્યુ, ‘જુઓ ભાઈ, એવું છે, ગઠબંધન તો હઠ-બંધનની ઝપેટમાં આવી ગયું છે, કોંગ્રેસ પણ રેસમાં ક્યારેક બહાર, ક્યારેક અંદર થઈ રહી છે, પરંતુ સમસ્યા એ છે કે સામેવાળા ખેલાડી પણ કોન્ફિડન્સમાં નથી કે કેટલા રન બનશે. એ બધું છોડો તમે જણાવો, હવે તો ચૂંટણી આવી ગઈ. તો તમે તમારી ભૂમિકા વિચારી છે ? મેં હસીને હાજીથી બમણા જ્ઞાનની ભંગીમા બનાવી કહ્યું, ‘હેવ ભૂમિકા, પ્રસ્તાવનાનું જવા દો હાજી, હવે લખીશ તો ઉપસંહાર જ લખીશ. હું પણ ‘બિસ્મિલ’નો જૂનો બિસ્મિલ છું.
‘વક્ત આને દે બતા દેંગે તુઝે એ આસમા!
હમ અભી સે ક્યા બતાએ ક્યા હમારે દિલ મેં હૈ!!’
X
Article by kumar5 vishwas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી