મહાભારત 2019 / ધુમાડો દેખતા જ આગનો અહેવાલ લખવાનો ધર્મ

article by kumar vishwas

DivyaBhaskar.com

Mar 18, 2019, 09:03 AM IST

ઓરડામાં દાખલ થતાં જ કંઈ પૂછ્યા વિના હાજી કોઈ ગુસ્સે થયેલા ટ્રાફિક કોન્સ્ટેબલની જેમ હાથ ઊંચા કરીને બોલ્યા, ‘ના, ના બિલકુલ નહીં. તું જે પૂછવાનો છું, તે ના પૂછતો.’ મેં કહ્યું, ‘તમને શું ખબર કે, હું શું પૂછવાનો હતો.’ હાજી બોલ્યા, ‘તુ એ જ પૂછવાનો છું ને કે, કયા પક્ષની ટિકિટ પર ચૂંટણી લડું? આ સવાલ ના પૂછતો.’ મેં મોબાઈલ બાજુમાં મૂકીને હાજી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, ‘તમે કેમ મીડિયા પર ઉતરી આવ્યા છો હાજી? તમે ધડ-માથા વગરની વાતો તો કરતા હતા, પરંતુ આ વખતે તો ધડ વિનાની જ કરી દીધી.’ હાજી હસ્યા અને સરસ અંગભંગિમા બનાવીને બોલ્યા, ‘યાર, મહાકવિ. તમે પણ કમાલના માણસ છો.

રોજ નવા પક્ષના સમાચાર છપાય છે, તમારા વિશે. બધા પક્ષો તમને ટિકિટ આપી રહ્યા છે. પહેલીવાર ઉમેદવાર નક્કી છે, બેઠક નક્કી છે, લડવાનું પણ નક્કી છે પણ પક્ષ નક્કી નથી થઈ રહ્યો. હું પોતે જ મીડિયામાં આવા સમાચાર વાંચી વાંચીને થાકી ગયો છું.’મેં કહ્યું, ‘ભાઈ, હાજી તપાસ કરો. આ લોકોના એ વિશ્વસનિય સૂત્રો કયા છે, જે સમાચાર લાવવાના બદલે સમાચાર ઊભા કરવામાં વિશ્વાસ રાખે છે. આ‌વા સમાચારો બનાવનારા નવલકથા લખે તો મોટા મોટા ચેતન જડ થઈ જાય.’ હાજી અચાનક મનુષ્યવાદી થઈને બોલ્યા, ‘અરે શું વાત કરો છો મહાકવિ. તેમનો ધર્મ છે કે, ધુમાડો જોતા જ આગનો અહેવાલ લખવો, પરંતુ કુદરત જબરી ચીજ છે.

એક તમે છો જેણે દરેક પક્ષમાં એટલા બધા મિત્રો બનાવ્યા છે, જેથી ખબર નથી પડતી કે, તમે કયા મિત્રની ખીરને ‘હા’ કહી દેશો. અને પેલો તમારો મિત્ર છે, જે ઘરે ઘરે જઈને ગઠબંધનની ભીખ માંગી રહ્યો છે અને દરેક ઘરેથી તેને ધુત્કારાઈ રહ્યો છે. મારું માનવું છે કે, કોઈને કે કોઈને ‘હા’ કહી જ દો. દરેક મિત્ર દુષ્ટ નીકળે એવું તો ના જ હોય.’ત્યાર પછી હાજીએ પેંતરો બદલ્યો અને કહ્યું, ‘પરંતુ આ પણ કમાલ જ છે. દેશ મજા લઈ રહ્યો છે. એકને લગભગ બધા મનાવી રહ્યા છે અને એકને બધા ‘ના’ પાડી રહ્યા છે. ખેર છોડો, બહાર હોલિકાદહનની તૈયારી થઈ રહી છે.

ચિંટુ હોળી સાથે સળગાવવા કેટલાક પંચર થયેલા ટાયર ઉઠાવી લાવ્યો હતો. જોકે, મહોલ્લા સમિતિએ ના પાડી દીધી કે, પંચર થયેલા ટાયરને હોળીમાં નાંખવા નહીં દઈએ. હવે ટાયર બિચારા રસ્તાની બાજુમાં પડ્યા છે, જે નથી ચાલવાના અને નથી સળગવાના. કેવા કેવા દિવસ જોવા પડી રહ્યા છે. તેં આપેલા પુસ્તકમાં જ મેં અમીર મીનાઈનો શેર વાંચ્યો હતો.’
‘હુએ નામવર બેનિશાં કૈસે કૈસે, જમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે’

X
article by kumar vishwas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી