મહાભારત 2019 / ‘મેરા બૂટ, સબસે મજબૂત’ના રાગ પર વગાડી ખંજરી

Article by kumar vishaw

DivyaBhaskar.com

Mar 11, 2019, 08:15 AM IST

સાંભળ્યું છે કે ફાગણ મહિનાનની ચઢી ગઇ છે મહાકવિ! ભાંગ -વાંગ ચઢાવી ન લેતા. નશો તમારાથી સહન નહીં થઇ શકે.’ હાજી પંડિત મજા લેવા અને સૂચન આપવાના વચ્ચેના માર્ગે ચાલી રહ્યા હતા અને કન્ફર્મ થઇ શકતા ન હતા કે ક્યાં ઉતરવું છે? મેં કહ્યું ‘ આ તો ખરું કહ્યું હાજી! નશો સહન કરવો બહુ મુશ્કેલ કામ છે. જંતર-મંતર પર બેઠનારા પર જેવો ખુરશીનો નશો ચઢે છે, તેઓ આળી અવળી હરકતો કરવા લાગે છે.’ હાજી જેમ મારી વાતને કેચ કરી લીધી, ‘અને હરકતો પણ ખુરશીના લેવલને મેચ કરે છે. મને તો પહેલી વખત ખબર પડી કે ‘જૂતમ-પૈઝાર’ પણ પ્રોટોકોલ જોઇને થાય છે. સાંસદજીની એવરેજ ધારાસભ્યજી કરતા બહુ વધી નીકળી.’

હાજી બરાબર તેમના હાથ પેલી જુતાવાળી ઘટનાની સ્પીડે ચલાવી રહ્યા હતા. પછી કહ્યું કે ‘મોદીજી આ બાજુ મારું બુથ, સૌથી મજબૂત’નો આલાપ લઇ રહ્યા હતા, બીજી બાજુ સાંસદ સાહેબે ‘મેરા બૂટ, સબસે મજબૂત’ના રાગ પર ખંજરી વગાડી દીધી. એ તો સારુ થાય જૂતાંના સ્થાને પાદુંકા ન હતી. આમ તો મને લાગે છે કે સાંસદજીએ વિચારી લીધું હશે કે એકાંતમાં માર્ં તો કેટલાક વાંકા દેખ્યા પછી પુરાવા માંગશે. તેનાથી સારૂં કે હાથો-હાથ પુરાવા પણ આપી જ દઇએ!’ મેં પણ મજા લીધી, પુરાવા માગનારા જ્યારે સૈનિક પરાક્રમના પુરાવા માગે થે, તો વધુમાં શું કહેવું’.

પછી હાજીની સ્ટાઇલમાં જ કહ્યું ‘હવે આ લાકડા સુઘનારાને કોણ કહે કે સૈનિક માટે શત્રુ પર આક્રમણ તેના પરાક્રમ -પ્રદર્શનની ‘સુહાગરાત’ હોય છે અને આવા હનીમૂનના પુરાવા માગવામાં આવતા નથી અને દેખાડાતા પણ નથી. થોડા મહિનામાં આખા જગતને આની ખબર પડી જશે.’ હાજીએ વિચિત્ર હસી સાથે કહ્યું ! એક ઉપાય એ છે કે હવે સર્જિકલ સ્ટ્રાઇકના પુરવા માગનારાને જેટની આગળ બાંધીને લઇ જવામાં આવે.’

પછી હાજીએ પેટર્ન બદલ્યું અને કહ્યું ‘પરંતુ એક વાતે મોટો ગોટાળો થઇ રહ્યો છે.મહાકવિ!. આ મુદ્દાનું બહુ ખરાબ રીતે રાજકીયકરણ થઇ રહ્યું છે. કોઇ જવાનોના પોસ્ટર લગાવી મત રહ્યો છે, કોઇ કહી રહ્યું છે કે હુમલાઓને કારણે બેઠકો વધુ મળશે, તો કોઇ આ વાતે પાતાની જાડી ચામડીની પીઠ થપથપાવી રહ્યો છે કે અભિનંદન અમારી સરકારની સમયમાં પાઇલટ બન્યો હતો. હદ છે! ઓછામાં ઓછું જવાનોના ખભે બંદૂક મૂકીને ચલાવવી બહુ ખરાબ કહેવાય. એ શેર તમે તુફૈલ ચતુર્વેદીનો સંભળાવો છોને...
‘બુલંદી કા નશી, સિમ્તો (દિશાઓ)કા જાદૂ તોડ દેતી હૈ
હવા ઉડતે હુએ પંછી કે બાજુ તોડ દેતી હૈ
સિયાસી ભેડિયોં, થોડી બહુત ગૈરત (શરમ) જરૂરી હૈ
તવાયફ તક કિસી મૌકે પે ઘૂંઘરુ તોડ દેતી હૈ!’

X
Article by kumar vishaw
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી