મહાભારત 2019 / હેલ્મેટ વિના લહેરથી વાહન ચલાવવાની દેશભક્તિ

Article by kumar vishvash

DivyaBhaskar.com

Feb 25, 2019, 08:17 AM IST

‘સમસ્યા એ નથી હાજી, કે આપણે વિચારતા નથી. સમસ્યા એ છે કે આપણે એક તરફની બુદ્ધિ બંધ કરીને વિચારીએ છીએ. એક જૂથ કહે છે કોઈને મારશો નહીં, બીજું જૂથ કહે છે બધાને મારી નાંખો. આ બૌદ્ધિક અતિવાદ ખતરનાક છે. બંને સ્થિતિમાં હાજી ન્યાય તો થતો જ નથી. અલગ અલગ ચેનલો પાકિસ્તાનના શહેરો પર કબજો કરી ચૂક્યા હતા.

શૌર્ય કથાના કાલ્પનિક ઘોડા દોડાવાઈ રહ્યા હતા. હાજીએ કહ્યું, ‘મહાકવિ વાત તો સાચી છે. આવી પરિસ્થિતિમાં સંવેદનાઓ બહાર આવવી સ્વાભાવિક છે, પરંતુ આ કોઈ રમત તો નથી કે દરેક વ્યક્તિ એક્સપર્ટ બની જાય. સરકાર, સૈન્ય અને સલામતી દળોની કામ કરવાની અલગ રીત હોય છે.
પરિસ્થિતિ મુજબ જે સારું હશે તે તેઓ કરશે જ. પરંતુ રસ્તા પર બેસી પોતાનો મત વ્યક્ત કરવો, પછી રસ્તા પર ગુટખા થૂંકીને હેલ્મેટ વિના લહેરથી બાઈક મારી મૂકવાવાળી દેશભક્તિનો જવાબ નથી.’ હાજી નારાજગીના વ્યંગ્યમાં કહ્યું. મેં પણ વાતનું સમર્થન કરતા કહ્યું, ‘આપણે દેશ અંગે સંવેદનશીલતો ઘણા છીએ, પરંતુ જવાબદાર નથી. હજી હમણાં જ હું ફ્લાયઓવર પરથી પસાર થતો હતો, તો આગળની એક કારમાંથી કોલ્ડ-ડ્રિંકનું કેન ઉછળીને મારી કાર પર અથડાયું. મેં આગળ જઈને તેની કાર અટકાવી. તેમની કારના ડેશબોર્ડ પરનો તિરંગો જોઈ મેં કહ્યું આ તિરંગો કેટલો સુંદર લાગે છે.

તમે રસ્તા પર કેન ફેંકો છો ત્યારે તિરંગાને ગંદો કરતા હોવ તેમ લાગે છે. ભૂલ સમજાતા તેમણે રસ્તા પરથી કેન ઉઠાવી લીધું. હું પાછો કારમાં બેસવા જતો હતો એટલામાં એક કારમાંથી ફેંકાયેલું ચીપ્સનું ખાલી પેકેટ મારા ચહેરા પર અથડાયું. હવે જણાવો હાજી, આ કેવી દેશભક્તિ ? તમને દેશ પ્રત્યેની નાની-નાની જવાબદારીઓનો પણ ખ્યાલ નથી. સામાન્ય માણસ જ આવી દેખાડાની દેશભક્તિ બતાવશે તો સરકાર પાસેથી શું આશા રાખવી.
હાજીએ કહ્યું, ‘પ્રયાસ કરતા રહો મહાકવિ, કંઈક તો બદલાશે. તમે જ કહો છો ને કે સવા સો કરોડ લોકોએ માત્ર પોતાના ભાગનું હિન્દુસ્તાન સાફ રાખવાનું છે. પ્રયાસ કરતા રહો.’

X
Article by kumar vishvash
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી