મહાભારત - 2019 / બંને બાજુના વરરાજા શેરવાની સીવડાવી બેઠા છે

kumar vishwas article

DivyaBhaskar.com

Jan 26, 2019, 05:38 PM IST

બંને હાથમાં એક-એક રમકડાવાળો મોબાઈલ ફોન ચમકાવતા હાજી દરવાજામાંથી અંદર ઘૂસ્યા. ક્યારેક એક ફોન પર કાન પર લગાવતા, ક્યારેક બીજો ફોન. હું સમજી તો ગયો કે અત્યારે હાજી પરમ મસ્તીના મૂડમાં છે, પરંતુ હાજીને જ્યાં સુધી પૂછો નહીં ત્યાં સુધી તે ચૂપ. મેં ઉત્સુક્તાથી પૂછ્યુું, 'આ હાઈ-એન્ડ ફોન લઈ ક્યાં ફરી રહ્યા છો હાજી ? આ સીઝનમાં ધારાસભ્ય વગેરે ખરીદવાના જુગાડમાં તો નથી લાગ્યા ને ? હાજીએ આંખો નચાવતા કહ્યું, 'આ કન્ફ્યુઝનોત્સવનું સેલિબ્રેશન છે મહાકવિ !' હું ચોકી ઊઠ્યો, 'અરે હાજી, આ કઈ અંગ્રેજી છે અને આ કયો ઉત્સવ છે ?' હાજીએ કહ્યું, 'એવું છે મહાકવિ ! તમને તો યાદ છે એક સમયે આપણા ત્યાં ધર્મપરિવર્તનનું જોર ચાલ્યું હતું.


તે સમયે ઘણું કન્ફ્યુઝન રહેતું હતું. અમરનાથ યાત્રા બૂક કરાવનારા અચાનક હજની ડીમાન્ડ કરવા લાગતા અને ક્યારેક ક્યારેક ઊંધું થઈ જતું. તે જમાનામાં મેં આ બે ફોનવાળી ફોર્મ્યૂલા અપનાવી હતી.' મારી વ્યાકૂળતા વધી, 'અરે તો હવે આ ફોર્મ્યુલા લઈને કેમ ફરી રહ્યા છો ?' હાજી બોલવા તૈયાર જ હતા, 'અત્યારે આપણા ત્યાં કંઈક એવું જ વાતાવરણ નથી ? એક્ઝિટ પોલે વધુ કન્ફ્યૂઝ કરી દીધા.


કોઈ તેમને જીતાડી રહ્યું છે, કોઈ બીજાને જીતાડી રહ્યું છે. સ્થિતિ એ છે કે બંને તરફના વરરાજા શેરવાની સીવડાવીને બેઠા છે કે કાલે શપથ લેવા જવું પડે અને દરજી ન મળે તો ક્યાં જઈશું.' મેં હાજીને મારા પ્રિય મુદ્દા પર આવતા જોઈ ટીખળ કરી, 'હવે એ તો હાજી 11મીએ ખબર પડી જ જશે કે કોના માટે 11નો અંક શુભ હશે અને કોણ 11 દિવસના શોકમાં જશે. પરંતુ ચેનલોએ પોત-પોતાના રામ પસંદ કરી લીધા છો.' હાજીએ આગળ ઉમેર્યું, 'અનેક એન્કર તો એમ પણ કહેતા જોવા મળ્યા છે કે આ પક્ષના કાર્યકરોએ છેલ્લા સમયે ખૂબ મહેનત કરી, જાણે એન્કરે જાતે તેમની પદયાત્રાના રસ્તા તૈયાર કર્યા હોય. આ જ સ્થિતિ બિચારા અધિકારીઓની છે. અત્યારે તેમની સામે બે-બે આકા છે, ખબર નહીં કાલે કોણ માથા પર બેસી જાય.


બજરીનો થાનેદાર વજ્રપાતથી બચવા માટે બંને તરફના ત્રણ ત્રણ ફેરા લગાવી રહ્યા છે. ત્યાં સુધી કે ટેન્ટવાળાએ બંને પક્ષો મુજબ રંગીન ફુગ્ગા મંગાવી રાખ્યા છે કે કાલે કોણ યજમાન બની જાય એ ખબર નથી. એકંદરે બધાનું ધ્યાન ચૂંટણીના રાજ્યો પર છે. એક તમારાવાળા સેનાપતિ સિવાય. તેની પણ કમાલ છે. સ્કૂલના લફંગા છોકરાની જેમ ફટાકડાને અગરબત્તી ચાંપીને ઘટના સ્થળેથી ભાગી જાય છે. કાર્યકરો ત્યાં ચૂંટણી લડાવતા રહી જાય છે અને સેનાપતીજી મોં ચલાવતા રહે છે. જોકે, હાલમાં તો અત્યારના વાતાવરણમાં તો દરેક શાયરીની ઉપર એક જ ગીત યાદ આવી રહ્યું છે.
'ઈંતહા હો ગઈ ઈંતજાર કી'

(પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસના 52 વ્યંગ્યની વર્ષભર ચાલનારી શ્રેણી)

X
kumar vishwas article
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી