મહાભારત-2019 / આ મામલો માથાનો છે, દિલનો પણ 

Article by kumar vishavas

DivyaBhaskar.com

Feb 18, 2019, 10:07 AM IST

‘મહા કવિ આ બધાનો કોઈ ઈ‌લાજ છે?’ દરેક દેશવાસીની જેમ હાજી પંડિત પણ દુ:ખની સાથે થોડા ગુસ્સામાં પણ દેખાતા હતા. મેં કહ્યું કે, ‘ઈલાજ તો છે, પરંતુ કોઈ કરવા તૈયાર થાય તો.’ હાજી આંખ ઉઠાવ્યા વિના જાણવા ઉત્સુક થયા અને પૂછ્યું કે, ‘પરંતુ શરૂ ક્યાંથી કરીએ?’ મેં કહ્યું કે, ‘રોષ તો મારામાં પણ ખૂબ જ હતો એટલે મેં તો હાજી ટ્વિટ કરી દીધી.

આ બધાને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ, જેથી તેમને લોકશાહીનો અર્થ ખબર પડી જાય.’ હાજીએ હકારમાં માથું હલાવ્યું પણ કદાચ એકબીજાની નજરમાં નજર મિલાવવાની અમારી હિંમત ન હતી. હાજીએ કહ્યું, ‘હા, કદાચ એ લોકો સરકારે એક્શન લીધા છે. મેં પણ કોઈ પાસે સાંભળ્યું છે, મહા કવિ. અખબારો વાંચવાની તો હિંમત જ નથી.’
ત્યાર પછી હાજી અચાનક ચોંકીને બોલ્યા, ‘તમે તમારા વી ધ નેશન વીડિયોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો ને? મને યાદ છે તમે એવું કંઈ કહ્યું હતું.’ મેં કહ્યું કે, ‘હા, હાજી. મેં ત્યારે કહ્યું હતું કે, દેશની એકતા વિરુદ્ધ મોરચો શરૂ કરનારા આ કહેવાતા નેતાઓને સુરક્ષા શેની? તેમને દેશમાં કોનાથી ખતરો છે? હકીકતમાં દેશને જ તેમનાથી ખતરો છે. બહુ પહેલા તેમની સુરક્ષા પાછી ખેંચી લેવાની હતી. અને પેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાની શું જરૂર હતી, ભાઈ? એવું તો શું છે પાકિસ્તાનમાં જે છે તે આ પાર નહીં આવે તો આપણને આફત આવશે?

સૌથી મોટી વાત તો એ છે હાજી કે, ક્યાં સુધી ધૂળને ચાદર નીચે સરકાવીને આપણે આંખ બંધ કરીને બેસી રહીશું. એકવાર જીવ રેડીને, બધા લોકોને ધ્યાનમાં રાખીને એક મજબૂત પગલું લેવું જોઈએ અને પછી જોઈએ કે કોણ દેશના પુત્રોની સામે નજર ઉઠાવીને જુએ છે.’
હાજીએ પહેલીવાર નજર ઉઠાવીને કહ્યું, ‘સાચું કહો છો મહા કવિ. એકવાર સમજી વિચારીને એવું પગલું લેવું જોઈએ કે, આખા વિશ્વમાં સંદેશ જાય કે અમે એટલા સરળ નથી, જેવું લોકો સમજવાની ભૂલ કરે છે. હવે ફક્ત બધાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો પડશે. આ મામલો માથાનો પણ છે અને દિલનો પણ. તમે ઉદય પ્રતાપજીનો શેર સંભળાવો છો ને...’ ‘સબ ફેંસલે હોતે નહીં સિક્કે ઉછાલ કે, યે દિલ કે મામલે હૈ, જરા દેખ ભાલ કે’

X
Article by kumar vishavas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી