મહાભારત 2019 / રાજકીય હંગામામાંથી રાયતું નીકળે છે, નિષ્કર્ષ નહીં 

Article by Kumar Vishavas

DivyaBhaskar.com

Feb 11, 2019, 08:52 AM IST

વસંત પંચમીની શુભકામના મહાકવિ. હાજી ઝૂમતા ઝૂમતા આવ્યા અને ગળે મળીને સોફામાં જમાવી. મેં લગભગ તેમને ઊભા કરીને કહ્યું, ‘યાર, એક તો અડધી રાત પછી આવ્યા છો. વસંત પંચમીનો દિવસ પણ પૂરો થઈ ગયો. વસંત પંચમી સિવાય બીજું કંઈ છે આજે!’ હાજીએ જવાબ આપવાની તૈયારી કરી એવું જો સરકારે કર્યું હોત તો વિપક્ષ પાણી ભરતો હોત. તેઓ બોલ્યા, ‘એવું છે ભાઈ, મને લાગ્યું કે સવારથી જન્મ દિવસની શુભકામનાઓનો જવાબ આપીને કંટાળ્યા હશો.
એટલે કંઈક નવું કહી દીધું. બાકી જન્મદિવસની જાણ તો આખી દુનિયાને છે જ. બંને તરફના લોકોએ ટ્વિટ કરી હતી. બંને તરફના લોકોએ કેક કાપી.’ મેં કહ્યું, ‘અરે હાજી, દરેક વાતમાં રાજકારણના ઘૂસાડો. અંગત શુભકામના સાથે પક્ષ-વિપક્ષને શું લેવાદેવા?’
હાજી નરમ પડ્યા, ‘અરે, નારાજ ના થાઓ મહાકવિ. ખેર, જવા દો. એ કહો કે જન્મદિવસે કેટલા લોકો આ‌વ્યા હતા? કોઈ સર્વે-બર્વે કર્યો? હવાની રૂખનો અંદાજ મેળવ્યો?’ એટલે મેં કહ્યું, ‘ફરી એ જ વાત. મહેમાનોને આવું બધું પૂછીશ. તમે કહો, શું નિષ્કર્ષ નીકળ્યો મમતા દીદીના હંગામાનો?’ હાજી હસ્યા, ‘હમણાં તો કહેતા હતા કે, મહેમાનો સાથે રાજકીય વાતો નથી કરતા. હવે મને જ પૂછી રહ્યા છો. હવે રહી વાત મમતા દીદીના હંગામાની, તો રાજકીય હંગામામાંથી રાયતું નીકળે છે, નિષ્કર્ષ નહીં. જોકે, હવે એ આંદોલનમાં મજા નથી રહી, મહાકવિ.

લોકો ઓછા ભેગા થાય છે અને તા વધારે ભેગા થાય છે. આ સ્થિતિમાં આંદોલન ઓછું અને શેરીની ફિલ વધારે આ‌વે છે. ઉપરથી ટેન્ટનું પ્રતિ વ્યક્તિ બજેટ ખોરવાઈ જાય છે. હવે નેતાઓને કંઈક નવું વિચારવું પડશે, નહીં તો અભિયાનો કેવી રીતે કરીશું? જોકે વડાપ્રધાનનું તો ઠીક છે. જ્યાં તક મળે ત્યાં બોલે છે, પરંતુ એકલા બિચારા કેટલું બોલશે? તેમની મુશ્કેલી એ છે કે, તેઓ એવા બેન્ડના લીડ સિંગર છે, જેમાં ગિટારિસ્ટ ઢોલ વગાડે છે, કિ-બોર્ડ પ્લેયર તબલા ઠોકે છે અને ઢોલ બજાવનારો વાંસળી વગાડે છે. હવે આ સ્થિતિમાં પ્રજા કાન બંધ ના કરે તો શું કરે? કહો, પ્રજા કેમ આવે.’
હું હાજીને વધુ સાંભળવા માંગતો હતો એટલે કહ્યું, ‘તો ભાઈ, પ્રજા સાંભળશે નહીં તો નિર્ણય કેવી રીતે કરશે?’ હાજીએ માથું ઠોકતા કહ્યું, ‘એક વાત કહો, મહાકવિ. તમને લાગે છે કે, આમાંથી એક પણ નેતા એવું બોલી રહ્યો હોય કે જેને સાંભળીને મત આપવા કે ના આપવાનો નિર્ણય કરી શકાય? જવા દો દોસ્ત, તેમની તો સાંભળો જ નહીં. વાગવા દો તેમના ભોંપૂ અને કાનમાં તેલ નાંખીને સૂઈ જાઓ. શું કહો છો તમે?’
‘રાત ભર નાચી નર્તકી અંધો કે દરબાર મેં’

X
Article by Kumar Vishavas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી