કહે કુમાર કવિરાય / જ્યાં દરેક ઓવરમાં એમ્પાયર બદલાય તેનું નામ રાજકારણ

article by dr. kumar vishwas

ડો. કુમાર વિશ્વાસ

Feb 05, 2019, 07:36 PM IST

મહાભારત- 2019 વ્યંગ્યાત્મક શ્રેણી

જિંદ લે ગયા વો દિલ કા જાની, યે બુત બેજાન રહ ગયા...
એ હાજી ત્રીજા કાળા અને પાંચમા સફેદ વચ્ચે બેસૂરા સૂરમાં ગાતો દરવાજા પર તબલા પીટવા લાગ્યો. જોકે, એ ખરાબ સૂરથી પણ ખરાબ તાલ હતો. હું સમજી ગયો હતો કે તે શું કહેવા માંગે છે, પરંતુ આમ છતાં મેં તેમને થોડા છંછેડ્યા અને કહ્યું, ‘અરે હાજી, સૂર તાલ તો ઠીક છે પણ શબ્દનો ઉચ્ચાર તો સાચો પકડો. જીન્દ ના હોય, જિંદ હોય, જિંદ...’ પછી તો હાજીએ વાહ ઉસ્તાદ વાહ શૈલીમાં તબલા પરથી હાથ હટાવ્યા અને અંદર ઘૂસ્યા અને કહ્યું, ‘શબ્દોની માત્રા તમે સાચી પકડો, મહાકવિ. શાયર તમે છો. હું તો ફક્ત હવા પકડું છું.’ પછી મેં વાત આગળ વધારી, ‘હવા? જીન્દ વાળી હવા પકડી લીધી હોય તો હવે રામગઢ વાળી હવા પકડવાની કોશિષ કરો હાજી. ત્યાં બહુમતી આ‌વી ગઈ છે.’ પછી હાજી બોલ્યા, ‘ભાઈ આ જ તો વાત છે.

રામગઢ વાળી હવા તો હવા પછી હવા છે, પરંતુ જીન્દ વાળી હવા તો હવા પહેલા હવા છે. આ ફર્ક છે મહાકવિ. વિધાનસભા ચૂંટણી પછી આ ફર્કનું ખાસ મહત્ત્વ નથી પણ હવે જ્યાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યાં આ મોટો સંકેત છે.’

ત્યાર પછી હું હાજી સાથે સહમત થયો, ‘હમમ... વાત તો સાચી હાજી. કોંગ્રેસે એટલો મોટો નેતૈ ઊભો રાખ્યો હતો કે એ બેઠક જ હાથથી નીકળી ગઈ.’ હાજીએ કહ્યું ‘આ જ તો મજા છે ગુરુ, રાજકારણ તમને છેલ્લી ઘડી સુધી નિશ્ચિંત નથી થવા દેતું કે, આવું જ થશે. અને જુઓ ભાઈ, આ જ તો લોકશાહીનો આનંદ છે. રાજકારણ એ ક્રિકેટ છે જ્યાં દરેક ઓવરમાં એમ્પાયર બદલાઈ જાય છે.

પરમ દિવસે જ તમારો મિત્ર મળ્યો હતો, ચૌધરી. દોસ્તોને બજેટના લાડુ ખવડાવી રહ્યો હતો. મેં એને પૂછ્યું કે અરે ચૌધરી, ના ખાંડ સસ્તી થઈ છે, ના મેંદો અને ના ઘી. તો કેમ લાડુ વહેંચી રહ્યા છો? તો કહેવા લાગ્યો કે, એવું બજેટ રજૂ થયું છે કે આગામી ત્રણ-ચાર લોકસભામાં ભાજપની જ સરકાર બનશે. કાલે બીજી વાર મળ્યો તો મ્હોં લટકાવીને જમીનને સ્પર્શ કરવાનું કહેતો હતો. એટલે મેં પૂછ્યું કે, શું થયું? કેમ દુખી છો? કાલે તો લાડુ વહેંચતા હતા. તો કહેવા માંડ્યો કે, પરમ દિવસે એક ચેનલ પર બજેટનું વિશ્લેષણ સાંભળતો હતો. કાલે બીજી એક ચેનલ પર જોયું, પણ આ લોકો તો વખોડી નાંખ્યું બજેટને. મેં કહ્યું કે, ચૌધરી સાહેબ તમે સારી રીતે ભક્ત નથી થયા, નહીં તો ચેનલ જ ના બદલી હોત અને દુખી પણ ના થયા હોત. સમજી લો કે બજેટ કમાલનું છે. અસલી ભક્ત રાઈને પણ પહાડ સમજી લે. પ્રયાસ જારી રાખો, સારા ભક્ત થઈ જશો.’

આ વાત સાંભળીને મેં કહ્યું, ‘તમે પણ કમાલ છો, હાજી. તમને મળે છે પણ કમાલના લોકો. ખેર, એ જણાવો કે કુંભમાં તમારો ધંધો બરાબર ચાલી ગયો ને?’ હાજીએ જવાબ આપ્યો, ‘મારો તો સારો ચાલી જ રહ્યો છે, મહાકવિ. ત્યાં તો બીજા લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે બીજા પણ કેટલાક ધંધો શોધવા ડૂબકીઓ લગાવી રહ્યા છે. કંઈ વાંધો નહીં, ડૂબકીઓ માર્યા વિના કશું મળવાનું નથી, એવું કબીર કહી ગયા છે...’

જિન ખોજા તીન પાઈયા, ગહરે પાની પૈઠ
મેં બપુરા બૂડન ડરા, રહા કિનારે બૈઠ.

X
article by dr. kumar vishwas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી