તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૈં જબ દુનિયા સે રુખસત હો જાઉંગા મેરે બારે મેં દરકાર કરેંગે લોગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તું મને નાટક લીખે હૈં, ખિલાયે હૈં. તુમ પર વિશ્વાસ રખકર તુમ્હારે નાટકોં કો દેખને આયી જનતા કો ઉબડખાબડ કુર્સી, બેંચો પર બૈઠને સે ન તો નીંદ આયી ઔર ન પૂરા આરામ મિલા. ઈસ પ્રકાર ઉન્હેં નરકયાતના ભોગની પડી હૈ. વહી અનિદ્રા શાપ કે રૂપ મેં તુમ્હારે પીછે પડી હૈ. મૃત્યુ બનકર તુમ્હારી તાક મેં હૈ.’ ગિરીશ કર્નાડનું નાટક ‘નાગમંડલ’માં એક નટને એવો શાપ મળ્યો છે કે એણે આખી રાત જાગવું પડે. જે અનિદ્રાને કારણે બીજા બધા લોકો હેરાન થયા એ અનિદ્રાને પણ નાટકનું પાત્ર બનાવી શકે એવો આ લેખક હવે આપણી વચ્ચે નથી! એ જ નાટકમાં નાગના પ્રેમમાં પડેલી એક સ્ત્રી કહે છે, ‘એક પુરુષ દુસરે પુરુષ કે સમાન પ્યાર નહીં કરતા. પ્રત્યેક કે પ્રેમ કા ઢંગ અલગ-અલગ હોતા હૈ. ઉસકી પકડ અલગ હોતી હૈ. ઉસકા કસાવ અલગ હોતા હૈ. દિન કા સુખ ઔર હોતા હૈ, રાત કા સ્પર્શ અલગ હોતા હૈ.’
તો એક અન્ય નાટક, ‘હયવદન’માં વિધાતાના ન્યાયને નકારી દેતી એક આખી પેઢીની વાત એમણે કરી છે, ‘હમ નહીં માનેંગે, હમ પઢેંગે ભાગ્ય લેખ ઉસ કપાલ પર જિસે વિધાતાને અંતડિયોં સે, અલગ કર રખા હૈ. સુલઝાયેંગે હથેલી કા વહ રહસ્યજાલ, જિસે મસ્તિષ્ક નહીં સ્વીકાર કરતા, માપેંગે ઉન નદિયોં કી છીપી ગહરાઈ કો જો હમારી દૃષ્ટિ સે પરે, ગુપ્ત સરોવર કે રૂપ મેં બહતી હૈ.’
‘યયાતિ’માં ચિત્રલેખા અને યયાતિના સંવાદમાં એમણે લખ્યું છે, ‘મુઝે ભી મનુષ્ય મેં વિશ્વાસ થા. પર જગત મેં મનુષ્ય નહીં હૈ, કેવલ મુખૌટે હૈં. મુખૌટે... તુમ્હારા કહના સહી હૈ. હમારા મન પંચાંગ કે સાથ પગ નહીં રખતા. વહ કભી-કભી આઁધી કી તરહ હૈ. ઉસે પકડકર રખને કે લિયે યહ નીતિ, યહ સમાજ હૈ.’
પુરાણોની કથાઓને ધૂળમાંથી ઉઠાવીને, સાફસૂફ કરી નવા ક્લેવર પહેરાવીને ગિરીશ કર્નાડે નાટક, સિનેમા અને વાર્તાઓના રૂપમાં આપણી સામે મૂકી. 1970માં એમની પહેલી ફિલ્મ રજૂ થઈ, ‘સમ્સકારા’. 2019 સુધી લેખક, દિગ્દર્શક, અભિનેતા અને એક્ટિવિસ્ટ તરીકે એમણે કામ કર્યું. પદ્મશ્રી, જ્ઞાનપીઠ અને કાલીદાસ સન્માન જેવા એવોર્ડ્સ એમને મળ્યા. મૂળ વાત હવે આવે છે, આંતરરાષ્ટ્રીય રીતે જાણીતા આ લેખકે પોતાના પહેલા ડ્રાફ્ટ-પુસ્તક કે પહેલું કામ પોતાની માતૃભાષા કન્નડમાં કર્યું! એ અંગ્રેજીમાં લખી શકતા હતા તેમ છતાં એમણે માતૃભાષામાં લખવાનું પસંદ કર્યું. માત્ર ગિરીશ કર્નાડ જ નહીં, અમૃતા પ્રીતમ, કે. સચ્ચિદાનંદ જેવા અનેક લેખકોનાં નામ લઈ શકાય, જેમણે માતૃભાષામાં લખવાનું પસંદ કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધીએ પણ પોતાની આત્મકથાને ગુજરાતીમાં પ્રગટ કરી. આ બધાં એવાં નામ છે, જેમણે રિજિનલમાં લખીને વિશ્વ સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી. 
અંગ્રેજી જાણવું, વાંચી, બોલી કે લખી શકવું એ ચોક્કસપણે કારકિર્દી માટે મદદરૂપ બાબત છે. અંગ્રેજી વગર આંતરરાષ્ટ્રીય કારકિર્દી ન બની શકે એ પણ એટલું જ સત્ય છે. આપણે ત્યાં બે વર્ગ છે, એક વર્ગ જે અંગ્રેજીને અસ્તિત્વનો આધાર માને છે ને બીજો વર્ગ જે ગારિયાધાર, અમરેલી, માળિયા કે ગણદેવી, પારડી, કલોલ કે થાન જેવાં નાનાં શહેરોમાં વસે છે. એમની પાસે અંગ્રેજી બોલવાની કોઈ પ્રેક્ટિસ નથી, એમની શાળાઓમાં અંગ્રેજીના નામે જે ભણાવવામાં આવે છે એ બીજું કંઈ પણ હોય, અંગ્રેજી નથી! એ વર્ગે એવું નક્કી કરી લીધું છે કે આપણે ઈંગ્લિશ બોલનારાઓને ઉતારી પાડવા, એમની સાથે અપમાનજનક રીતે વર્તવું, એમને ‘પાઠ ભણાવવો’. તો બીજી તરફ આલા દરજાજાની અંગ્રેજી શાળાઓમાં ભણતા ‘એફ્લુઅન્ટ ક્લાસ’ના છોકરાઓ આ ‘વર્નાક્સ’ તરફ સુગાળવી નજરે જુએ છે. એમને ઉતારી પાડવામાં, નાના દેખાડવામાં આ વર્ગને મજા આવે છે. અંગ્રેજી માધ્યમમાં ભણેલાને પન્નાલાલ પટેલ, ઉમાશંકર કે નરસિંહ ખબર નથી. ઝવેરચંદ મેઘાણીને ઓળખવા માટે એમને સંજય લીલા ભણસાલીની જરૂર પડે છે. આ છોકરાઓ ઋતુપર્ણા ઘોષની ચોખેરબાલીથી ટાગોરને અને ઉત્સવથી સંસ્કૃત નાટકના લેખક શુદ્રકને ઓળખે છે. ગિરીશ કર્નાડ, ગુલઝાર, સંજય લીલા ભણસાલી કે ઋતુપર્ણા ઘોષ જેવા સર્જકોએ આપણાં પુરાણો કે સાહિત્યની વાર્તાઓને, લેખકોને વિસ્મૃતિની ગર્દમાંથી બહાર કાઢી નવા અને યુવા પ્રેક્ષકો માટે એક નવી બારી ખોલી છે. ‘મિર્ઝા ગાલિબ’ જેવી ટીવી સિરિયલે મિર્ઝા ગાલિબને ઘર-ઘરમાં પહોંચાડ્યા. એવી જ રીતે ગિરીશ કર્નાડે આર.કે. નારાયણને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પાના પરથી બહાર કાઢીને યુવા વાચકોના હાથમાં મૂકી આપ્યા. દેવદાસમાં દિલીપકુમારને યાદ કરીને શાહરુખની ભૂલો શોધનારા માટે ફક્ત એટલું જ કહી શકાય કે સારી કે ખરાબના લેબલ વગર જો જોઈ શકાય તો એટલું સમજાય કે આજના યુવાનને દેવદાસની વાર્તા કહીને ભણસાલીએ શરદચંદ્રને ફરી વાર યાદ કર્યા!
ટાગોરે એક જગ્યાએ લખ્યું છે, ‘જે ચાલ્યું જાય એના વિશે વાતો કરવામાં સરળતા રહે 

અન્ય સમાચારો પણ છે...