પરદે કે પીછે / સુખાંત, દુ:ખાંત અને અનંત છે બોલિવૂડની પ્રેમકથાઓ

There are pleasant, sad and endless Bollywood love stories

જયપ્રકાશ ચોક્સે

Jan 13, 2020, 07:30 AM IST
સાહિત્ય અને સિનામામાં સ્ટોરી દુ:ખાંત અને સુખાંત હોય છે. પ્રેમીઓનું મિલન રજુ કરનારી ફિલ્મો સુખાંત અને વિરહવાળી દુ:ખાંત હોય છે. તમામ દંતકથામાં બનતી પ્રેમકથાઓ દુ:ખાંત હોય છે. જેમ કે, લૈલા-મજનુ, શીરી-ફરહાદ, રોમિયો-જુલિયટ. શરદ બાબુની 'દેવદાસ' દુ:ખાંત છે. મહાન ફિલ્મ નિર્માતા બિમલ રોયે પોતાની ફિલ્મ 'દેવદાસ'ના અંતમાં દર્શાવાયું છે કે, દેવદાસ પરિણિત પારોના ઘરની સામે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને સમાચાર મળતાં જ પારો દરવાજા તરફ દોડી રહી છે. તેના પતિના આદેશ પર દરવાજો બંધ કરી દેવાય છે. પારોનું માથું દરવાજા સાથે અથડાય છે. અંતિમ શોટમાં બે પક્ષી આકાશમાં ઉડતા બતાવાયા છે. તેમને પ્રેમ અનંત છે. આ રીતે બિમલ રોયે અનંત પ્રેમનું આકલન રજુ કર્યું છે.
જીવનના વાક્યમાં મૃત્યુ, પૂર્ણવિરામ નથી. વિજ્ઞાનીઓ માને છે કે, નશ્વર સંસારમાં માત્ર ધ્વનિ અજરામર છે. આપણી સાંભળવાની પણ મર્યાદા છે, પરંતુ ધ્વનિ દસેય દિશાઓમાં હંમેશાં ફરતો રહે છે. જર્મનીથી આવેલા વિજ્ઞાનીએ કુરુક્ષેત્રના મેદાનમાં 'કણસવા'નો અવાજ પોતાની અત્યાધુનિક ટેપમાં રેકોર્ડ કર્યો છે. મારી એક વાર્તા 'કુરુક્ષેત્ર કી કરાહ' પાખી મેગેઝિનમાં પ્રકાશિત થઈ હતી.
ફણીશ્વર નાથ રેણુ અને શૈલેન્દ્રની ફિલ્મ 'તીસરી કસમ'ના અંતમાં ગાડીવાળો હીરામન પોતાની બળદગાડું ચલાવતો આગળ જતો રહે છે અને હીરાબાઈ 'નૌટંકી યાત્રા' પર રવાના થાઈ જાય છે. લગ્ન ન થયા હોય ત્યારે અલગ રહીને પોતાનું કામ કરતાં રહેવું મરી જવા કરતાં પણ અઘરું છે. વિરહને પોતાના જીવનમાં 'કાયમી સ્થાન' આપવું દિવ્ય સંગીત રચવા જેવું મહાન કાર્ય છે. રેણુ અને શૈલેન્દ્ર પણ અનંતની જ રચના કરે છે. ઉલ્લેખનીય છે કે, માત્ર યમુના કિનારાની રેતને જ રેણુ કહેવાય છે. ગંગા, નર્મદા, કાવેરી, તાપ્તીના કિનારાની રેતને રેણુ કહેતા નથી. એ પણ ઉલ્લેખનીય છે કે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સંસ્થાઓનાં નામ નર્મદા, તાપ્તી વગેરે છે. ભારત પોતાની સંપૂર્ણ વિવિધતા અને કુદરતી સુંદરતા સાથે આ મહાન સંસ્થામાં ઉપલબ્ધ છે. તેના નિર્માણમાં બે વિભાગોની વચ્ચે બે-ત્રણ માઈલના વિસ્તારના જંગલને જેમનું તેમ રાખવામાં આવ્યું છે. સવારે ફરવા નિકળો ત્યારે હરણ, સસલાં અને વિવિધ પક્ષી જોવા મળે છે.
શેક્સપીયરે લખેલા મોટા ભાગના નાટકોનો અંત દુ:ખદ રહ્યો છે. તેમણે ઈતિહાસ પ્રેરિત નાટકો પણ લખ્યા છે. કાલિદાસની મહાન રચનાઓનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વિશાલ ભારદ્વાજે 'મેકબેથ' પ્રેરિત 'મિયાં મકબુલ' બનાવી હતી, જેને પસંદ કરાઈ હતી, પરંતુ 'હેમલેટ' પ્રેરિત 'હૈદર' અસરકારક રહી ન હતી. ભારતમાં કિશોર સાહુએ પણ 'હેમલેટ'થી પ્રેરિત ફિલ્મ બનાવી હતી, જેના સંવાદ પણ પદ્યમાં હતા. ચેતન આનંદની 'હીર-રાંઝા' પણ કૈફી આઝમીએ પદ્યમાં બનાવી હતી.
મોટાભાગા પ્રેમમાં મિલન અને વિરહને ખુબ જ મહત્ત્વ અપાયું છે. પ્રેમને ઊર્જાનો સ્રોત પણ માનવામાં આવ્યો છે, પરંતુ પોતાનું કામ કરતા રહેવું અને ખુદને વધુને વધુ ટકોરાબંધ કરતા રહેવું પણ સાર્થકતા છે. હોલીવૂડમાં એક પ્રયોગ કરાયો હતો. એક ફિલ્મના પ્રદર્શન પહેલાં તેને એક સિનેમાઘરમાં પસંદ કરેલા દર્શકોને બતાવાઈ હતી. જેમાં કેથોલિક, પ્રોટેસ્ટન્ટ, ગોરા-કાળા તમામ સમુદાયના લોકો હતા. આ સિનામાઘરમાં દર્શકોની ખુરશી પર લાલ અને લીલા રંગના બટન લગાવાયા હતા. દર્શકોને સુચના અપાઈ હતી કે, ક્લાઈમેક્સ શરૂ થતાં જ સુખાંત જોવા માગતા દર્શકો લીલું બટન દબાવે અને દુ:ખાંત જોવા માગતા હોય તેઓ લાલ બટન દબાવે. મતદાનના આધારે અંતિમ રીલ સુખાંત કે દુ:ખાંત બતાવાશે, કેમ કે ફિલ્મ દિગ્દર્શકે બંને પ્રકારે અંત શૂટ કર્યો હતો. એક વખત એક સરખી સંખ્યામાં મત પડ્યા અને પ્રોજેક્શન રૂમમાં મુકવામાં આવેલું કમ્પ્યૂટર કન્ફ્યુઝ થઈ ગયું હતું.
અભિનયના પ્રારંભિક સમયમાં દિલીપકુમારે સતત દુ:ખાંતવાળી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરિણામે તેની અસર તેમની માનસિક્તા પર પડી હતી. દિલીપકુમાર લંડનના મનોચિકિત્સકને મળ્યા. બધા વાત જાણીને એ વિશેષજ્ઞએ તેમને સલાહ આપી કે તેમણે સુખાંત અને કોમેડી ફિલ્મોમાં કામ કરવું જોઈએ. આ કારણે જ તેમણે 'આઝાદ', 'કોહિનુર' અને 'રામ ઔર શ્યામ' જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ રીતે તેમણે પોતાની નિરાશામાંથી છૂટકારો મેળવ્યો હતો. સરકારી તંત્ર દ્વારા રચવામાં આવેલા વર્તમાન કાલખંડમાં પ્રજાએ કિશોરકુમારની 'ચલતી કા નામ ગાડી', જ્યોતિ સ્વરૂપ નિર્દેશિત 'પડોશન' અને ગુલઝારની 'અંગૂર' જોવી જોઈએ.
X
There are pleasant, sad and endless Bollywood love stories

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી