પરદે કે પીછે / હમશકલ જૂડવાં ભાઈઓની કહાણી

The story of Humshakal Judean brothers

Dainik Bhaskar

Jun 12, 2019, 07:36 AM IST

ત્રણ અથવા ચાર દિવસ પહેલા સમાચાર પ્રકાશિત થયા હતા કે ભારતીય ફોજમાં બે હમશકલ સગા ભાઈઓનું જુદા-જુદા સ્થ‌ળો પર પોસ્ટિંગ કરવામાં આવ્યું છે કારણ કે તેમની સમાનતાથી ખૂબ ગડબડી થઈ જતી હતી. તેમનો અભ્યાસ અને ફોજની ટ્રેનિંગ સાથે જ થઈ છે. બીજા વિશ્વયુદ્ધના સમયનું વિવરણ આપતા એક ઉપન્યાસનો સાર આ રીતે હતો કે બર્લિનમાં એક અંગ્રેજ જાસૂસ પકડાઇ ગયો અને જેલમાં મોકલી દેવામાં આવ્યો. જેલ અધીક્ષકે જણાવ્યું કે કેદીના ચહેરાથી મળતો આવતો એક વ્યક્તિ અમારી ફોજમાં છે. યોજના બનાવી કે જર્મન ઓફિસર અંગ્રેજી કેદી સાથે થોડો સમય વીતાવી તેની આદતો જુએ જેથી પછી તે જર્મનને જ અંગ્રેજ કેદીની જગ્યાએ લંડન મોકલી શકાય અને તે ગુપ્ત માહિતીઓ બર્લિન મોકલશે. આ યોજના હેઠળ બંને હમશકલ સાથે રહે છે અને અંગ્રેજ કેદી જર્મનને બેભાન કરીને લંડન જવામાં સફળ થાય છે. બેભાન જર્મન ભાનમાં આવી બધુ જ જણાવે છે તો બર્લિનના અધિકારી પોતાના લંડનમાં સક્રિય જાસૂસને સમાચાર આપે છે કે તે ઓફિસરને મારી નાખવામાં આવે. બીજી તરફ અંગ્રેજ ઓફિસરને જાણવા મળે છે કે એક જર્મન જાસૂસ સ્વયંને અંગ્રેજ જણાવી દેશમાં ઘુસી આવ્યો છે. તેથી લંડનના જર્મન ગુપ્તચર અને લંડનની પોલીસ પણ હવે તેની શોધ કરી રહ્યા છે. આ બંને શક્તિઓથી સ્વયં બચીને રહેવું અને પોતાને સિદ્ધ પણ કરવાનું છે. તે અંગ્રેજી ઉપન્યાસનો દેશી ભાગ ગુલશન નંદાએ ‘વાપસી’ના નામથી પ્રકાશિત કર્યો હતો. ‘હત્યારા’ અને ‘સીમા’ (સિમી ગ્રેવાલ અભિનીત ફિલ્મ). ‘સીમા’ નામની નૂતન અભિનીત ફિલ્મ અમિયા ચક્રવર્તીએ બનાવી હતી.) બનાવનાર ફિલ્મકાર સુરેન્દ્ર મોહને ‘વાપસી’ બનાવવાનો વિચાર કર્યો અને ખાકસારે રાહી માસૂમ રજાથી પટકથા અને સંવાદ લખાવ્યા જેથી તે અતિભાવુકતાની ચાસણીથી મુક્ત ફિલ્મ બનાવે. આ ફિલ્મમાં ડબલ રોલમાં રાજેશ ખન્ના, રાખી, જીનત અમાન, પ્રાણ તથા અરુણા ઇરાની એક્ટિંગ કરી રહ્યા હતા. રાહુલદેવ બર્મને નિદા ફાઝલીના લખેલા ગીત રેકોર્ડ કર્યા હતા. એક ગીતના બોલ હતા, ‘યે કંકર પત્થર કી દુનિયા જજ્બાત કી કીમત ક્યા જાનેસ દિલ મંદિર ભી હૈ, દિલ મસ્જિદ ભી હૈ, યહ બાત સિયાસત ક્યા જાને’. ગીતનો અંતરો હતો, ‘આઝાદ’ ન તૂ, આઝાદ ન મૈં, જંજીર બદલતી રહતી હૈ, દીવાર વહી હૈ મગર તસ્વીર બદલતી રહતી હૈ’. ‘વાપસી’નું શૂટિંગ કાશ્મીરમાં ત્રણ સપ્તાહ કરવામાં આવ્યું અને મુંબઈમાં ભવ્ય સેટ્સ પર પણ શૂટિંગ કરવામાં આવી. ‘વાપસી’માં ઘટનાક્રમ એવો હોય છે કે પાકિસ્તાનનો ઓફિસર રશીદ ભારતના પોતાના હમશકલ ઓફિસરને કેદ કરીને સ્વયં તેની જગ્યાએ ભારત આવે છે. તે ઇજાગ્રસ્ત છે તેથી તેને રજાઓ આપવામાં આવી છે. રશીદ પોતાના ભારતીય હમશકલ ઓફિસરની માતાને મળે છે. તે તેને એક આલ્બમ બતાવે છે. તે દેશના વિભાજનના સમયે પોતાના બે હમશકલ બાળકોને લઈને ભાગી રહી હતી. ભીડ તેને મારી નાખવા ઈચ્છતી હતી. એક મૌલવીએ તેને પોતાના ઘરે આશ્રય આપ્યો. હૈવાનિયતના સમયમાં કોણ બચ્યા, કોણ મર્યા એટલે તે માતા પોતાના એક દીકરાને મૌલવી સાહેબને આપી દે છે અને બીજા દીકરાને લઈને કોઈ રીતે સરહદ પાર કરીને ભારત આવે છે. હકીકત જાણીને કેપ્ટન રશીદ માતાને જણાવે છે કે તે પાકિસ્તાન જઈને પોતાના કેદ ભાઈને છોડાવી સરહદ પાર કરાવી દેશે. બીજી તરફ ભારતીય ઓફિસર જેલ તોડીને ભાગે છે અને અજાણતા જ કેપ્ટન રશીદના ઘરે શરણ લે છે. રાખી તેને પોતાનો પતિ સમજે છે પરંતુ તે લક્ષ્મણ રેખા પાર નથી કરતો. આ રસપ્રદ ઘટનાક્રમ સુખદ અંત પ્રાપ્ત કરે છે.એવું માનવામાં આવે છે કે દરેક દાયકામાં સાત હમશકલ જૂડવાં ભાઈ કોઈ ન કોઈ સ્થળ પર રહે છે. વિનોદ ખન્ના આચાર્ય રજનીશ સાથે અમેરિકા ગયા હતા ત્યારે તેમને એક હમશકલ મળ્યો હતો. શેક્સપીયરે હમશકલ લોકો પર નાટક લખ્યા છે. શેક્સપીયરથી પ્રેરિત ગુલજારે સંજીવ કુમાર અભિનીત ‘અંગૂર’ બનાવી હતી. સંજીવ કુમારના સેવકની ભૂમિકામાં દેવેન વર્મા હતા. તેમનો જૂડવાં પણ ઘટનાક્રમમાં મોજૂદ હતો. મહેમૂદની ‘પડોસન’ પછી ગુલઝારની ‘અંગૂર’ સૌથી સારી હાસ્ય ફિલ્મ માનવામાં આવે છે. શું એવું શક્ય છે કે બે પરસ્પર શત્રુ દેશોના ટોચના નેતા પણ હમશકલ હોય? આ એક રસપ્રદ શક્યતા છે.

X
The story of Humshakal Judean brothers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી