પરદે કે પીછે / સતત બદલાઈ રહેલા મુખવટા વચ્ચે વ્યક્તિની શોધ

The search for a person in the midst of a constantly changing face

જયપ્રકાશ ચોક્સે

Jan 22, 2020, 07:44 AM IST
ભારતમાં સૌ પ્રથમ કથા ફિલ્મ 'ધુંડિરાજ' ગોવિંદ ફાળકેએ 1913માં બનાવી હતી અને આ મહાપુરુષના નામે દાદા ફાળ્કે પુરસ્કાર આપવાની શરૂઆત સાતમા દાયકામાં થઈ હતી. પ્રથમ પુરસ્કાર બોમ્બે ટોકિઝ ફિલ્મ નિર્માણ કંપનીની સ્થાપક દેવિકા રાનીને અપાયો હતો. પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને શશિ કપૂરને પણ આ પુરસ્કાર મળી ચૂક્યો છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચનને પણ અપાયો છે. ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કાર ખલનાયકની ભૂમિકા કરનારાને અપાયો નથી. ચરિત્ર ભૂમિકા કરનારા પણ તેનાથી વંચિત રહ્યા છે. શું આપણી હીરોને પૂજવાની લાગણી સાથે તેનો સંબંધ છે? શું અવતાર માન્યતા તેના મૂળમાં છે? એમ પણ બને કે, આપણું જન્મવું આળસ અને પલાયનવાદની પ્રવૃત્તિ તેના મૂળમાં હોય.
ખલનાયક ભૂમિકાઓમાં પ્રાણ સિકંદે સૌથી લાંબી ઈનિંગ રમી છે, પરંતુ તેમને દાદા ફાળ્કે પુરસ્કાર અપાયો નથી. ગબ્બર સિંહ અમજદ ખાનને પણ નજરઅંદાજ કરાયો છે. અમરીશ પુરી પણ લાંબી ઈનિંગ્સ રમી ચૂક્યા છે. તેમના દ્વારા અભિનીત પાત્ર મોગેમ્બો લોકપ્રિય રહ્યું અને એ સંવાદ કે 'મોગેમ્બો ખુશ હુઆ' જનતાની જીભે ચડી ગયો. પ્રેમ ચોપરા આજે પણ સક્રિય છે. મહેશ ભટ્ટની 'સડક'માં સદાશિવ અમરાપુરકરે ભયનો ભાવ અભિવ્યક્ત કર્યો હતો. અમજદ ખાને રાજેન્દ્ર કુમારની ગૌરવ કુમારની ફિલ્મ 'લવ સ્ટોરી'માં કોમેડિયનની ભૂમિકા ભજવી હતી.હોલિવૂડમાં વિલનની ભૂમિકા ભજવનારા કલાકારોને પણ ઓસ્કર પુરસ્કાર અપાયો છે.
સ્ટીવેન્સની 'ડો. જેકલ એન્ડ મિ. હાઈડ'ની કલ્પનામાં હીરો અને વિલન બંને એક જ વ્યક્તિ છે. પત્નીના આગ્રહ પર સ્ટીવેન્સને મૂળ કલ્પનામાં પરિવર્તન કરીને બે પાત્રની રચના કરી અને રચનાએ પોતાનું દાર્શનિક મહત્ત્વ ગુમાવી દીધું. એ સૌ જાણે છે કે, મહાન ચિત્રકાર લિયોનાર્ડો ધ વિન્ચીએ ક્રાઈસ્ટના અંતિમ ભોજનનું ચિત્ર બનાવવામાં વર્ષો સુધી મહેનત કરી હતી. ઈસા માટે મોડલ પિયોત્રાનું પસંદ કર્યું હતું. જૂડસની દગાબાજીના કારણે ક્રાઈસ્ટને શૂળીએ ચડાવાયા હતા.
જૂડ્સ માટે પણ મોડલ પિયોત્રાની પસંદગી અજાણતા જ થઇ. ઉલ્લેખનીય છે કે, ઈસા માટે મોડલિંગ કર્યા બાદ પિયોત્રાએ એક ખૂન કર્યું હતું અને તેને મ્રૃત્યુદંડ અપાયો હતો. ચિત્રકારને જૂડસનું ચિત્ર બનાવવા માટે ફાંસીની સજા પ્રાપ્ત પિયોત્રા જ સાચો લાગ્યો હતો, પરંતુ તે એ વાતથી અજાણ હતા કે આ વ્યક્તિ ક્રાઈસ્ટની તસવીર બનાવતા સમયે મોડલ પસંદ કરી ગયો હતો. આશ્ચર્ય એ વાતનું છે કે, પેઈન્ટરને પિયોત્રાના ચહેરા પર દિવ્ય ભાવ દેખાયો અને તેણે તેને ઈસાના ચિત્રના મોડલ તરીકે પસંદ કર્યો. થોડા વર્ષો પછી એ જ પિયોત્રાના ચહેરા પર તેને નિર્દયતા અને દુષ્ટતાનો ભાવ જોવા મળ્યો. પત્તાની પોકર નામની રમતમાં ખેલાડીએ પત્તા મળ્યા પછી પોતાના ભાવ પર કાબુ રાખવાનો હોય છે, જેથી હરીફ તેના ભાવથી પત્તા ન જાણી શકે. એટલા માટે જ ભાવહીન ચહેરાવાળાના પોકર ફેસ્ડ કહેવાય છે. દરેક વ્યક્તિના અંદર અસંખ્ય વ્યક્તિ છુપાયેલા હોય છે. એક જ માનવી રાવણના દર ચહેરા આ વાતનું પણ પ્રતીક છે.
એક સમયે દિલીપ કુમાર 'બેન્ક મેનેજર' નામની ફિલ્મ બનાવવા માંગતા હતા. નાયક બેંકમાં મેનેજર છે અને રાત્રે એ જ બેંકને લૂંટવાની યોજના બનાવે છે. મેનેજર પક્ષ વારંવાર તેને રોકવા ચાહે છે, પણ મનમાં છુપાયેલી બેંક લૂંટવાની ઈચ્છા એટલી પ્રબળ છે કે, તે એને રોકી શકતા નથી. બિલ બટલર નામના લેખકે પોતાના પુસ્તક 'ધ મિથ ઓફ ધ હીરો'માં પૂર્વ-પશ્ચિમના પૌરાણિક સમયમાં આધુનિક યુગના નાયક નિર્માણની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. તેઓ લખે છે કે, અમેરિકાની પ્રજા રિચર્ડ નિક્સનના દુષ્કર્મોથી પરિચિત હોવા છતાં તેને ચૂંટતી રહી હતી. તેમના પર 1947માં ડગલસની હત્યાનો આરોપ લાગ્યો હતો. અમેરિકામાં મહાભિયોગના પ્રસ્તાવ પણ પાડી દેવામાં આવે છે, કેમ કે મામલો સામુહિક અપરાધ બોધમાંથી મુક્ત થવાનો છે. હંમેશાં મહાભિયોગમાંથી સ્પષ્ટ રીતે બચી ગયેલો વ્યક્તિ બીજી ચૂંટણી લડી શકતો નથી અને લડે છે તો હારી પણ જાય છે.
X
The search for a person in the midst of a constantly changing face

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી