પરદે કે પીછે / કિરણ પર ગાગર છલકાવે, જ્યોતનો તરસ્યો તરસ છિપાવે

The gagger sparkles on the ray, quenching the thirst for flame

જયપ્રકાશ ચોક્સે

Jan 01, 2020, 07:34 AM IST
નવું વર્ષ 20 ઓવરની તાબડતોબ ક્રિકેટ જેવા હોવાની આશા કરી શકાય છે. વ્યવસ્થાની વિરુદ્ધમાં શંકા જેમની તેમ રહી શકે છે પણ, આશાનું આંચળ ક્યારેય છોડી ના શકાય કેમ કે, એવી કોઈ રાત નથી જેની સવાર ના હોય. ક્રિકેટના શબ્દપ્રયોગને આગળ વધારીએ તો નવુંવર્ષ બેટ્સમેન, બોલર, ફિલ્ડરનું નહિ બનીને દર્શકોનું બની શકે છે. નવુંવર્ષ જનતામાં સાચી જાગૃતિનું પણ હોઈ શકે છે. આ તેમના આત્મ પરિક્ષણનો સમય છે કે તેઓ જાણી લે કે બધા જ તમાશા તેમના જ દમ પર ચાલે છે. મલિક હોવા છતાં પણ તેમને સેવક બનાવી દેવાયા છે. જનતાએ જૂના અફિણની આયાતથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. ઘેંટા ચાલ અને ભીડ તંત્રનો ભાગ બનતા-બનતા તે સ્વયં અંદરથી વિભાજીત થઇ ગયો છે. દરેક પ્રકારના વિભાજનથી બચીને જોડાવાનો સમય આવી ગયો છે. કૈફી આઝમીની નઝ્મ છે- જિંદગી જેહાદ મેં હૈ, સબ્ર કે કાબૂ મેં નહિ, લબ્ઝ-એ-હસ્તી કે લહૂ કાંપતે આંસુ મેં નહિ. ઉડને ખુલને મેં હૈ નિકહત ખમ-એ-ગેસૂ મેં નહિ. ઉસ કી આઝાદ રવિશ પર ભી મચલના હૈ તુજે, ઉઠ મેરી જાણ મેરે સાથ હી ચલના હૈ તુજે મહિલા સ્વાતંત્ર્ય પર લખાયેલી કવિતાઓ પુરુષો પર પણ લાગૂ પડે છે.
નવા વર્ષમાં આમિર ખાનની 'ફોરેસ્ટ ગમ્પ'થી પ્રેરિત 'લાલ સિંહ ચડ્ડા', સલમાન ખાનની 'રાધે' રિલીઝ થશે. શાહરુખ ખાન અને રાજકુમાર હિરાણીની મુલાકાતો ચાલી રહી છે. પરિણામ આવવામાં સમય લાગશે. બોની કપૂરની ફૂટબોલ કેન્દ્રિત 'મેદાન', સુજિત સરકારની અમિતાભ બચ્ચન, આયુષ્યમાન ખુરાના અભિનીત ગુલાબો- સિતાબો', અક્ષય કુમારની 'બચ્ચન પાંડે', 'ડેવિડ ધવનની 'ફૂલી નંબર વન' રિલીઝ થશે. એક સમયે ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ 'ચાણક્ય' નામની સફળ સાર્થક સિરિયલ બનાવી હતી. તેમણે અમૃતા પ્રીતમની કથાથી પ્રેરિત 'પિંજર' બનાવી હતી. તેમની ઐતિહાસિક ફિલ્મ 'પૃથ્વીરાજ' રિલીઝ થશે. અજય દેવગણ પત્ની કાજોલ સાથે 'તાન્હાજી'માં જલવો પાથરશે. ખુશીની વાત તો એ છે કે, રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના અને વિકી કૌશલ જેવા કલાકારોની ફિલ્મો દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં સફળ થઇ રહી છે.
કંગના રનૌત અભિનીત જયલલિતા બાયોપિક સાથે જ જયલલિતાની નજીકની મિત્ર શશીકલાની બાયોપિક પણ રિલીઝ થશે. જયલલિતા અને શશીકલાનો સાથ જન્મોજનમનો છે. બંનેની બાયોપિક પણ સાથે રિલીઝ થશે. આર કે સ્ટુડિયો વેચાયા બાદ તેમનું નિવાસ સ્થાન પણ વેંચાઈ જાય એમ બને અને રણધીર કપૂર માઉન્ટ મેરી રોડ પર રહેવા જઈ રહ્યા છે. કપૂર પરિવારની ચેમ્બૂર ચેપત્ર સમાપ્ત થયું છે પણ પાલી હીલ બાંદ્રામાં રણબીર કપૂર પોતાની સ્વતંત્ર નિર્માણ કંપની બનાવવા જઈ રહ્યા છે. તેમના બાળપણના દોસ્ત અયાન મુખર્જી સાથે તેમની આલિયા ભટ્ટ અભિનીત 'બ્રહ્માસ્ત્ર' ની રિલીઝ પણ નવા વર્ષમાં થશે. રણબીર કપૂર પોતાના પરિવારની પરપંરા કાયમ રાખવાના છે. આજે શ્રીમતી કૃષ્ણા કપૂરનો જન્મ દિવસ છે. તે આજે 90 વર્ષના થયા હોત. તેમના જન્મસ્થાન રીવામાં તેમની યાદમાં એક ઇમારતનું નિર્માણ પૂરું થઇ ગયું શે, એવી આશા કરી શકાય.
ભારતમાં સ્વતંત્રતાની પહેલી મોટી લડાઈ 1857માં લડાઈ અને સોમાલિયામાં 1981માં લડાઈ હતી. સ્વતંત્રતા મનુષ્યનો સ્વાભાવિક જન્મસિદ્ધ અધિકાર છે અને દુનિયાના દરેક ભાગમાં આ માટે લોકોએ તન-મન-ધન આપી દીધું છે. સદીઓથી ચાલી રહેલા આ સંઘર્ષે એક નવા પ્રકારની સ્વતંત્રતાનો ભ્રમ પણ ઉભો કર્યો છે. જ્યાં તોફાનીઓ જેવી સરકાર ચાલે છે. એન્થની ક્વિન અભિનીત ફિલ્મ 'લાયન ઓફ ડેઝર્ટ'પણ આવી જ એક ફિલ્મ હતી. ઇતિહાસને સંકુચિત દ્રષ્ટિએ પ્રસ્તુત કરતી દેશ પ્રેમની ફિલ્મો બની રહી છે. બધો જ દારોમદાર સામાન્ય માણસના સાચા અર્થમાં જાગૃત થવા પર છે. કહેવાય છે કે, સૂતેલી વ્યક્તિને જગાડવી સરળ છે, પણ જે સૂવાનો સ્વાંગ કરે છે તેમને કેમ જગાડવા? દરવાજા પર દસ્તક આપી શકાય છે, પણ જો કોઈ ઉભા થઈને દરવાજો ખોલવા જ ના ઈચ્છે તો તે રોગનો કોઈ ઈલાજ નથી. નવું વર્ષ લાઈલાજ રોગોના ઉપચારનું વર્ષ સિદ્ધ થાય તેવી પ્રાર્થના કરી શકાય.
X
The gagger sparkles on the ray, quenching the thirst for flame

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી