પરદે કે પીછે / ફિલ્મ નિર્માણની પ્રક્રિયાની બાય પ્રોડક્ટ

The by-product of the filmmaking process

જયપ્રકાશ ચોક્સે

Jan 17, 2020, 08:08 AM IST
નાથુરામ ગોડસે બાયોપિક માટે નિર્માતાએ રાજકુમાર રાવને ગોડસેની ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. રાજકુમાર રાવને માગે તેટલી રકમની ઓફર હતી, પરંતુ તેણે ના પાડી દીધી છે. તે આ નકારાત્મક ભૂમિકા માટે પોતાને તૈયાર કરી શકતો ન હતો. વૈચારિક સંકુચિતતાના આ યુગમાં નાથુરામ ગોડસેને પણ આભામંડિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મહાત્મા ગાંધી અને ગોડસે પર પશ્ચિમના એક નિર્માતાએ 'નાઈટ ઓવર્સ ટૂ રામા' નામની એક ફિલ્મ બનાવી હતી. કમલ હાસનની ફિલ્મ 'હે રામ'માં પણ આ વિષયને ઉઠાવવામાં આવ્યો હતો. અનુપમ ખેર અને ઉર્મિલા અભિનિત ફિલ્મનું નામ "મૈંને મહાત્મા ગાંધી કો નહીં મારા' હતું.
ફિલ્મમાં અનુપમ ખેર ડાર્ટને મારવાની રમત બાળકો સાથે રમી રહ્યા છે. તેમનું એક તીરજેવું ડાર્ટ ગાંધીજીની તસવીર પર લાગે છે અને એ જ સમયે ગાંધીજીની હત્યાના સમાચાર આવે છે. અનુપમ ખેર કેમિકલ લોચાનો ભોગ બની જાય છે અને તેમને ભ્રમ થઈ જાય છે કે, તેમના ડાર્ટથી જ ગાંધીજી મરી ગયા છે. માનવીનું મગજ એક કાળા અંધકાર જેવું છે. તેમાં વિચારો પડછાયા બનીને નૃત્ય કરવા લાગે છે. પડછાયા હકીકતમાં બદલવા લાગે છે.
ઉર્મિલા પોતાના પિતા અનુપમ ખેરની સેવા કરે છે. તે તેમને કેમિકલ લોચામાંથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે. પિતાની સેવા માટે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાનો પણ ઈનકાર કરી દે છે. સર રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' સર્વકાલિન મહાન બાયોપિક છે. ફિલ્મના વિતરકે ન્યુયોર્કમાં માત્ર ચાર થિયેટરમાં ફિલ્મ પ્રદર્શિત કરી હતી. શો સતત હાઉસફૂલ થતા રહ્યા અને થિયેટરની સંખ્યા વધારીને 50 કરવામાં આવી. દુનિયાભરમાં આ ફિલ્મે સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા હતા.
સર રિચર્ડ એટનબરોએ પોતાની પટકથા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને વાંચવા આપી હતી. નેહરુએ તેમાં રહેલી ખામીઓને દૂર કરવા સૂચન પણ કર્યા હતા. આ ઘટનાના અનેક વર્ષ પછી સર રિચર્ડ એટનબરોએ બીજી વખત લખેલી પટકથા તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને આપી હતી. તેમણે ફિલ્મ નિર્માણમાં મદદનું વચન આપ્યું હતું. ચિતરંજન રેલવે ફેક્ટરીમાંથી જૂના જમાનની રેલગાડી ઉપલબ્ધ કરાવાઈ હતી, સાથે જ આર્થિક મદદ માટે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનને પણ ફિલ્મ નિર્માણમાં ભાગીદાર બનાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની સરકારે પણ સત્યજીત રોયની ફિલ્મ પાથેર પંચાલીમાં રોકાણ કર્યુ અને નફો કમાયો હતો. સર રિચર્ડ એટનબરોએ મુખ્ય ભૂમિકા માટે ભારતના કલાકારોના સ્ક્રીન ટેસ્ટ લીધા. સર રિચર્ડ એટનબરો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા માટે એક ફિલ્મ બનાવી રહ્યા હતા. આથી તેમણે અભિનેતા તરીકે બેન કિંગ્સલેને પસંદ કર્યા હતા. બ્રિટિશ રંગમંચ પર બેન કિંગ્સલે સુપરસ્ટાર હતા. બેંગ કિંગ્સલેએ ચરખો ચલાવવાનું શીખ્યું.
ગાંધીજીની ચાલ અને અંગ સંચાલનનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. ફિલ્મસ્ ડિવિઝનની પાસે સ્વાધીનતા સંગ્રામનું વિવરણ દેતી ત્રણ ડઝન વૃતચિત્ર છે. કિંગ્સલેએ ઉપવાસ કર્યા અને તમામ કલાકારોએ વર્કશોપ કર્યા. ફિલ્મમાં ગાંધીજીની સ્મશાન યાત્રાને શૂટ કરતા પહેલા દિલ્હીીના અખબાર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી કે તે શૂટિંગમાં ભાગ લે. બધાને મહેનતાણું આપવામાં આવશે. આ ર્દશ્યના શૂટિંગમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. એક પણ વ્યક્તિ પગાર માંગવા આવ્યું નહિ. તેમણે ગાંધીજીને આદર દેવા માટે કામ કર્યું હતું. એક પ્રકારે આ સામૂહિક પ્રાયશ્ચિત હતું.
ઉલ્લેખનીય છે કે ઓલિવર સ્ટોરની ફિલ્મ 'જેએફકે'નું શૂટિંગમાં પણ અમેરિકન લોકોએ ભાગ લીધો હતો અને કોઇ મહેનતાણું લીધું ન હતું. સાહસી ફિલ્મકાર ઓલિવર સ્ટોને ફિલ્મના અંતમાં સાજિશ રચવા વાળા કોઇ મોટા નેતાનું નામ પણ જણાવ્યું. પરંતુ તેના પર કોઇ મુકદમો ચાલ્યો નહિ. કેટલાંક મામલામાં લોકો એકસરખું આચરણ કરે છે. સર રિચર્ટ એટનબરોની ગાંધીની બીજી યુનિટના કેમેરામેન ગોવિંદ નિહલાની હતા.
તેમણે રજાના દિવસે હોટલમાં આવેલી પુસ્તકોની દુકાનમાંથી ભીષ્મ સહાનીનું પુસ્તક 'તમસ' ખરીદ્યું હતું. આ પુસ્તક વાંચ્યા પછી તેમણે "તમસ' પર ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો. આ રીતે "તમસ' ગાંધી બાયોપિકની બાયપ્રોડક્ટ છે. સમયાંતરે એક-એક કલાકના ચાર એપિસોડ બનાવાયા. દૂરદર્શન પર પ્રથમ બે એપિસોડ પ્રદર્શિત થયા પછી તેની સામે કોર્ટમાં અરજી દાખલ થઈ. જજે રવિવારે અદાલતમાં ચારેય એપિસોડ જોયા અને ચૂકાદો આપ્યો કે, પ્રદર્શન રોકી શકાય નહીં. ભારતમાં લોકશાહીની રક્ષા અદાલતો કરતી રહેશે. દેશને વહેંચનારા જે કાયદાનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે તેના પર પણ અદાલત ચૂકાદો આપી શકે છે.
X
The by-product of the filmmaking process

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી