પરદે કે પીછે / અંતરિક્ષ બનશે રજા ગાળવા - કચરો ફેલાવવાનું નવું સ્થળ

Space will become a holiday - a new place to spread garbage

જયપ્રકાશ ચોક્સે

Jun 10, 2019, 07:18 AM IST

અમેરિકી અંતરિક્ષને લગતી એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે આવતા વર્ષે સામાન્ય નાગરિક પોતાની રજા મનાવવા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઇ શકશે.આ રજાઓ એક મહિનાની હશે અને પ્રતિદિવસનું ભાડુ 35000 ડોલર હશે. સ્પષ્ટ છે કે આ સુવિધા સામાન્ય નાગરિકના નામ પર માત્ર ધનાઢ્ય લોકોને જ પ્રાપ્ત થશે. સામાન્ય માનવી માટે તો ત્યાં જવાનો સવાલ જ નથી ઉપસ્થિત થતો.તેના માટે આ સમાચાર જ કાફી બની રહેશે કે અંતરિક્ષમાં હવે લોકો જઇ શકશે. અને તે કેવું હશે તે ત્યાં જઇને આ‌વનાર લોકો તેનું વર્ણન કરશે. જાણવું રહ્યું કે ભારતમાં માત્ર મુકેશ અંબાણી તેમની પત્ની સાથે તેનો લાભ ઉઠાવી શકશે. સંભવત:રાજનીતિમાં સક્રિય લોકો પણ એટલા સક્ષમ છે કે તે પમ રજાઓમાં જઇ શકશે પરંતુ તેમને હમેંશા ડર રહેતો હોય છે કે જેને કાર્યભાર સોંપીને રજા પર જઇશું તે અમારા પરત આવ્યા બાદ કાર્યભાર પાછો સોંપવાની ના પણ પાડી શકે છે. સત્તાની ખુરશી પર ચોંટી રહેવું એક અજીબોગરીબ રસાયણ હોય છે. કોઇને પોતાની ખુરશી છોડવી નથી ગમતી.ભારતના મોટાભાગના હિલ સ્ટેશન અંગ્રેજોએ વિકસાવ્યા છે, કારણ કે ગરમી સહન કરવી તેમના માટે અત્યંત પીડાદાયક હતું.ગરમીની સિઝનમાં સરકારી કાર્યાલય રમણીય પર્વતો પર લઇ જવાતા અને એ બહાને ક્લાર્ક પણ આ સીઝનમાં ફરી આવતા. કોઇ સમયે મધ્યપ્રદેશ સરકાર પણ પચમઢીમાં શિફ્ટ થઇ જતી હતી. મૂડીવાદી પ્રભાવ સરકાર અને જનતાની જીવનશૈલી પર એટલી હદ સુધી પડ્યો છે કે ગરમીની સિઝનમાં પર્વતો પર પુષ્કળ ભીડ જમા થતી હોય છે અને ટ્રાફિક જામ પણ થઇ જાય છે. દાયકાઓ પૂર્વે એક અમેરિકન ફિલ્મમાં અંતરિક્ષ યાત્રા કરાવવા અંગે છેતરપિંડીની વાર્તા પ્રસ્તુત કરવામાં આવી હતી.
ખબર છે કે હિમાલય પર પુષ્કળ કચરો છે, જે પ્રવાસીઓ છોડીને જતા હોય છે. એક મહાનગરથી દૂર ત્યાં કચરો ફંકાય છે અને કચરાનો ડુંગર डु65 ફૂટનો થઇ ગયો છે.દૂરથી જોનારને તે એક કુદરતી પર્વત જ લાગે .હવે નાસા દ્વારા પ્રસ્તાવિત યોજના અંતર્ગત અમીર લોકો અંતરિક્ષ યાત્રામાં પણ પોતાનો કચરો ત્યાં જ છોડી દેશે. જાણવું રહ્યું કે પૃથ્વીને લૂંટવા અને તબાહ કર્યા બાદ હવે વારો અંતરિક્ષનો છે. મનુષ્યની ક્રૂરતા અને વિચારહીનતાથી કશું બચી શકે તેમ નથી.વિજ્ઞાનથી પહેલા સાહિત્ય ક્ષેત્રે અંતરિક્ષ પર વિચાર કર્યો અને અહીં સુધી કહેવાયું કે સમગ્ર બ્રહ્માંડ જ મનુષ્યની કલ્પના દ્વારા રચાયું છે. માનવીય કલ્પનાઓ અંતરિક્ષનું પ્રમાણ બની જાય છે અને તે ક્ષેત્રને લઇને કુતુહલ અને કલ્પના આપણા મનમાં ઘર કરી ગઇ છે.ફિલ્મમાં ગીતકાર પણ આનાથી પ્રેરિત છે. એક ગીત પ્રસ્તુત છે. ‘ચાંદ કે ડોલે પર આઇ નજર વો રાત કી દુલ્હન ચલ દી કિધર’. એક અન્ય ગીત પણ આ પ્રકારનું જ છે- ‘કહેતા હૈ દિલ ઔર મચલતા હૈ દિલ મોરે સાજન લે ચલ મુઝે તારો કે પાર, લગતા નહીં દૈ દિલ યહાં’.બધી રીતે સાધન સંપન્ન વ્યક્તિને પણ ક્યારેક ક્યારેક લાગે છે કે જીવનમાં કશું ખૂટે છે.આ આશયનું ગીત પણ ફિલ્મ ‘ચોરી ચોરી’માં છે. સારાંશ એ છે કે સાધન સંપન્ન અને સાધનહીન બન્ને સમુદાયોને જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઇ ખામીનો અહેસાસ થતો હોય છે. આ જ ખામી સર્જન માટેની પ્રેરણા પુરી પાડે છે અને કેટલાક લોકો અપરાધના રસ્તે જતા રહેતા હોય છે. રશિયાના લેખક ફ્યોદોર દોસ્તોવિસ્કીના ઉપન્યાસ ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’અને આયન રૈંડના 1939માં લખાયેલા ઉપન્યાસ ‘દ ફાઉન્ટન હેડ’માં પણ આ ખતરનાક વિચાર અભિવ્યક્ત કરવામાં આવ્યો છે કે દંડ વિધાન બે પ્રકારના બનવા જોઇએ.અેક દંડ વિધાન સામાન્ય વર્ગના લોકો માટે અને બીજો વિધાન સર્જનકારો માટે.હવે સમસ્યા એ છે કે તે જનતા પણ અત્યંત સૃજનશીલ છે કે તે વિષમ હાલતમાં પણ જીવવા માટેના બહાના શોધી લે છે. તેના દ્વારા અલિખિત કવિતાઓથી આપણે પરિચિત નથી થઇ શકતા. મુંબઇના એક વૃદ્ધ ટેકસી ડ્રાઇવરને વારંવાર ઝડપથી ટેક્સી ચલાવવાનું કહ્યું તો તે બબડ્યો કે બધાને જલ્દી કરતાં જોયા છે પણ કોઇને જલ્દી પહોંચતા જોયા નથી. આમ અરસ્તુ, સુકરાત અને રામીથી પણ બહુ મોટી વાત આ ટેક્સી ડ્રાવર લોકોને શાનમાં સમજાવી ગયો.

X
Space will become a holiday - a new place to spread garbage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી